ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Hubli riot case: વાંધાજનક વીડિયો બનાવી કોમી રમખાણો ભડકાવવાના આરોપી અભિષેક હિરેમઠને ન્યાયિક કસ્ટડીમાં મોકલાવાયો - કોમી રમખાણો

કર્ણાટકના હુબલીમાં વાંધાજનક વિડિયો ફેલાવીને (Objectionable video in Hubli) કોમી રમખાણો ભડકાવવાના આરોપી અભિષેક હિરેમઠને 30 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં (Hubli riot case) આવ્યો છે.

Hubli riot case: વાંધાજનક વીડિયો બનાવનારની 30 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડી
Hubli riot case: વાંધાજનક વીડિયો બનાવનારની 30 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડી

By

Published : Apr 18, 2022, 6:25 PM IST

હુબલીઃ કર્ણાટકના હુબલીમાં વાંધાજનક વિડિયો ફેલાવીને (Objectionable video in Hubli) કોમી રમખાણો ભડકાવવાના આરોપી યુવક અભિષેક હિરેમઠને પોલીસે હુબલી કોર્ટમાં રજૂ કર્યો હતો . આ મામલાની સુનાવણી હુબલીની JMFC કોર્ટમાં (Hubli JMFC Court) ચાલી રહી છે. આરોપીને 30 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. રમખાણો માટે જવાબદાર મનાતા અભિષેક હિરેમઠ વતી વકીલે અરજી દાખલ કરી છે.

આ પણ વાંચો:દિલ્હી હિંસા કેસમાં JNUના પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદની ધરપકડ

100થી વધુ લોકોની ધરપકડઃ સરકારી વકીલ દ્વારા આવતીકાલે દલીલો કરવામાં આવશે. ફાઈલ રજૂ થયા બાદ જામીન આપવા કે નહીં તે નક્કી કરવામાં આવશે. જૂના હુબલી રમખાણોના સંબંધમાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સોમવારે બપોરે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ પ્રશાસન વધુ તપાસ હાથ ધરશે. પોલીસે ભાગેડુઓને પકડવા માટે બે ટીમો બનાવી છે.

સ્થિતિ સામાન્ય થઈ: શનિવારે રાત્રે રમખાણોના કારણે હુબલી-ધારવાડમાં તણાવપૂર્ણ વાતાવરણ છે. રવિવારે સ્થાનિક દુકાનો સહિતના ધંધા-રોજગાર બંધ રહ્યા હતા. સોમવારે સ્થિતિ સામાન્ય થઈ હતી, સવારે દુકાનો ખુલી છે. કારોબાર સરળ રીતે ચાલી રહ્યો છે અને જૂની હુબલીની સ્થિતી સામાન્ય થઈ ગઈ છે. સીએમ બોમ્મઈએ કહ્યું કે અમે હુબલી રમખાણ કેસમાં તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. કેસની તપાસ ચાલી રહી છે. આની પાછળ કોણ છે? તપાસમાં બધુ જાણવા મળશે. અમે દોષિતો સામે કાર્યવાહી કરીશું.

આ પણ વાંચો:દિલ્હી હિંસામાં કપિલ મિશ્રા અને અનુરાગ વર્મા વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથીઃ દિલ્હી પોલીસ

અભિષેક હિરેમઠની ન્યાયિક કસ્ટડીઃ અભિષેક હિરેમઠના વકીલ સંજીવ બડાસ્કરે જણાવ્યું હતું કે વિશ્વ હિંદુ પરિષદ અને હિંદુ વકીલ મંડળે હિરેમઠ વતી દલીલો કરી છે. તેમણે કહ્યું કે હુબલીમાં JMFCની ચોથી કોર્ટે 30 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડી જારી કરી છે. આવતીકાલે પોલીસ અને સરકારને દલીલની ફાઈલ સોંપ્યા બાદ અમે અભિષેક હિરેમઠ માટે જોરશોરથી દલીલો કરીશું. અમારી પાસે વકીલોની મોટી ટીમ છે. અમને મજબૂત દલીલ સાથે જામીન મળવાનો વિશ્વાસ છે.

ABOUT THE AUTHOR

...view details