ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સરકારી બસ બેકાબુ પડતા પડી ખીણમાં, બસમાં 55 લોકો હતા સવાર - HRTC bus fell into the valley

શિમલાના હીરા નગરમાં સરકારી બસ ખીણમાં પડી (HRTC bus fell into the valley) ગઈ હતી. આ બસમાં 55 લોકો સવાર હતા, જેમને ગંભીર ઈજાઓ થઈ છે અને તેમને સારવાર માટે IGMCમાં લઈ જવામાં આવ્યા છે. તે જ સમયે, બસમાં 2 લોકો ફસાયા હતા, જેમાંથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને અન્ય વ્યક્તિને બચાવવામાં આવી રહી છે.

સરકારી બસ બેકાબુ પડતા પડી ખીણમાં
સરકારી બસ બેકાબુ પડતા પડી ખીણમાં

By

Published : Jul 27, 2022, 5:39 PM IST

શિમલાઃ હિમાચલમાં દરરોજ અકસ્માતો થઈ રહ્યા છે. શિમલાના હીરા નગરમાં સરકારી બસ ખીણમાં પડી. જણાવવામાં આવી રહ્યું છે કે, HRTC (Himachal Road Transport Corporation) બસમાં લગભગ 55 મુસાફરો સવાર હતા. પોલીસ અને સ્થાનિક પ્રશાસનની ટીમ અકસ્માતની (hrtc bus accident in Shimla) જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. HRTCની HP 94 0379 બસ કાંગડાના નગરોટાથી શિમલા આવી રહી હતી. બસમાં 55 લોકો સવાર હતા, જેમને ગંભીર ઈજાઓ થઈ છે અને તેમને સારવાર માટે IGMCમાં (Indira Gandhi Medical College) લઈ જવામાં આવ્યા છે. તે જ સમયે, બસમાં 2 લોકો ફસાયા હતા, જેમાંથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને અન્ય વ્યક્તિને બચાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો:'ચિકન પોતે ફ્રાય થવા આવ્યું', સુબ્રમણ્યમ સ્વામીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

કયા કારણોસર થયો અકસ્માત: પોલીસ પાસેથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ આ બસ કાંગડાના નગરોટાથી શિમલા તરફ આવી રહી હતી. હીરાનગર પાસે નાલ્ટુ નામની જગ્યા પર તે અચાનક બેકાબૂ થઈ અને ખાઈમાં પડી જતાં કેટલાક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે જઈને તમામ લોકોને બચાવી લીધા છે. ફાયર વિભાગની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે. આ સિવાય સ્થાનિક લોકો પણ મદદ માટે પહોંચ્યા છે. હાલ IGMCમાં (Indira Gandhi Medical College) ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે, પોલીસ પ્રશાસન સ્થળ પર તૈનાત છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે. સાથે જ હોસ્પિટલમાં ઘાયલોની સારવાર માટે ડોક્ટરોની બે ટીમ બનાવવામાં આવી છે. અકસ્માત કયા કારણોસર થયો તે હજુ સુધી જાણી શકાયું નથી.

ABOUT THE AUTHOR

...view details