હાવડા: થોડા દિવસો પહેલા બર્દવાનમાં હૂચ દુર્ઘટના બાદ, હાવડામાં પણ આવી જ એક ઘટના બની હતી જેમાં નકલી દારૂના કારણે 9 લોકોના મોત (Howrah hooch tragedy) થયા હતા. આ ઘટના હાવડાના ઘુસુરીના માલીપંચઘા પોલીસ સ્ટેશન વિસ્તારના ગજાનંદ બસ્તીમાં બની હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, તે ઝૂંપડપટ્ટીમાં ઝેરી દારુ (Duplicate liquor in west bengal) પીવાથી ઘણા લોકોના મોત થયા છે, ઉપરાંત ઘણા લોકો બીમાર પણ છે.
મૃતદેહોના અગ્નિસંસ્કાર:એવો આરોપ છે કે, પોલીસ અને વહીવટીતંત્રની જાણ વિના કેટલાક મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું કે, દારૂ પીને ઘણા લોકો બીમાર પડ્યા હતા. તેમાંથી કેટલાક ઘરે છે, પરંતુ તેમાંથી મોટાભાગનાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, ઝેર પીને તેમનું મૃત્યુ થયું છે.
આ પણ વાંચો:ચોંકાવનારો ખુલાસો: BJPના ઘણા નેતાઓ ઇસ્લામિક સ્ટેટ આતંકવાદીઓના નિશાના પર
ઘુસૂરીનો વિસ્તાર જ્યાં આ ઘટના બની હતી, તે નાના કારખાનાઓથી ભરેલો ઔદ્યોગિક વિસ્તાર છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રતાપ કર્માકર નામનો વ્યક્તિ કથિત રીતે માલીપંચઘરા પોલીસ સ્ટેશનની પાછળ ગેરકાયદેસર દારૂનો ધંધો ચલાવતો હતો. સ્થાનિક ફેક્ટરીઓના કામદારો રોજેરોજ ત્યાં જાય છે. ઝૂંપડપટ્ટીમાં રહેતા કામદારોએ ઘટનાના દિવસે દારૂના જથ્થામાંથી દારૂ પીધો હતો. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, કેટલાક લોકોના પરિવારજનોએ પોલીસને જાણ કર્યા વિના મૃતદેહોના અગ્નિસંસ્કાર કર્યા હતા.
આ પણ વાંચો:મુસેવાલા મર્ડરઃ પોલીસ અને બદમાશો વચ્ચે એન્કાઉન્ટરમાં 2 ગેંગસ્ટર ઠાર, 1 ગ્રામીણ ઈજાગ્રસ્ત
હાવડા કમિશનરેટના અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. સમગ્ર મામલાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. હાવડા સિટી પોલીસ સૂત્રોએ માહિતી આપી હતી કે, આ ઘટનામાં સંડોવાયેલા કોઈને પણ છોડવામાં આવશે નહીં. જો કે, સ્થાનિકોની ફરિયાદ છે કે, અહીં નિયમિતપણે ગેરકાયદે મેળાવડા થાય છે, પરંતુ અનેક ફરિયાદો છતાં પોલીસ અને વહીવટીતંત્ર બેફિકર રહ્યું છે.