ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Life Insurance Claim: વીમા પોલિસી જરૂરી છે, પણ ક્લેમ કેવી રીતે લેવો તે પણ જાણવું જરૂરી છે - જીવન વીમા પોલિસીની શરતો

જીવનમાં ક્યારે અણધારી ઘટના બને છે તેની જાણ હોતી નથી, તેથી જીવન વીમા પોલિસી લેવી હિતાવહ છે. જીવન વીમા પોલિસી (Life Insurance Claim) વીપરીત પરિસ્થિતિઓમાં કામ આવે છે, કારણ કે તમારા ઘરમાં શું છે તે કોઈ જોતું નથી. જીવન વીમામાંથી મળેલી રકમ પણ પરિવારને તમામ મુશ્કેલીઓ સામે લડવાની હિંમત આપે છે, પરંતુ જીવન વીમા પોલિસી લેવા કરતાં વધુ મહત્ત્વનું પોલિસીના ક્લેમ (How to make a life insurance claim) વિશે જાણવું જરૂરી છે. વીમા કંપનીઓ ખોટી વિગતોને કારણે ક્લેમ ચૂકવતી નથી.

જીવન વીમાનો ક્લેમ કેવી રીતે કરવો
Life Insurance Claim: વીમા પોલિસી જરૂરી છે, પણ ક્લેમ કેવી રીતે લેવો તે પણ જાણવું જરૂરી છે

By

Published : Dec 21, 2021, 7:53 PM IST

Updated : Jan 2, 2023, 12:06 PM IST

ન્યૂઝ ડેસ્ક:જીવન વીમાપોલિસી અકસ્માત(Life Insurance Claim), ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિ અથવા જીવલેણ બીમારી અને વૃદ્ધાવસ્થાના કારણે મૃત્યુના જોખમ સામે રક્ષણ પૂરું પાડે (How to make a life insurance claim) છે. જ્યાં સુધી તમે સમયસર વીમાનું પ્રિમિયમ ચૂકવો ત્યાં સુધી તે ચોક્કસ સમયગાળા અથવા નિર્ધારિત સમયગાળા માટે કવરેજ અથવા રક્ષણ પૂરું પાડે છે. આ સાથે તે આવકવેરામાં પણ છૂટ આપે છે.

પોલિસીની શરતોના આધારે ક્લેમ ચૂકવવામાં આવે છે

જ્યારે જીવન વીમાધારક મૃત્યુ પામે છે, ત્યારે જીવન વીમા પોલિસીની શરતોના (Terms of life insurance policy) આધારે તેના નોમિનીને ક્લેમ ચૂકવવામાં આવે છે. તેથી, જીવન વીમા પોલિસી લેતી વખતે, ખાતરી કરો કે તે તમારા મૃત્યુ પછી તમારા પ્રિયજનોને આર્થિક રીતે સુરક્ષિત કરે. જો કે, પરિવારની આર્થિક સુરક્ષા માટે માત્ર વીમા પોલિસી લેવી પૂરતી નથી. મહત્વનું એ છે કે, આપણે ખાતરી કરીએ કે, ક્લેમ કર્યા પછી પરિવારના સભ્યોને કોઈપણ મુશ્કેલી વિના પોલિસીની રકમ મળે.

વીમાપોલિસીવીમાકંપની અનેપોલિસીધારક વચ્ચેનો વિશ્વાસપાત્ર કરાર

વીમા પોલિસી એ વીમાકંપની અને પોલિસીધારક વચ્ચેનો વિશ્વાસપાત્ર કરાર છે, તેથી પોલિસી ખરીદનાર તમામ બાબતોમાં ક્લીયર હોવો જોઈએ. આનાથી કંપની તરફથી લાંબા ગાળાનો સપોર્ટ પણ મળે છે. કંપનીને ખોટી માહિતી પૂરી પાડવાથી પોલિસી રદબાતલ બને છે, અને ક્લેમ ન ચૂકવવાનો જોખમ પણ વધે છે.

પ્રીમિયમ સમયસર ભરતુ રહેવું

પોલિસીના આધારે મૃત્યુ, ગંભીર બીમારી અને અકસ્માતોના કિસ્સામાં પોલિસીનો બહુવિધમાં ક્લેમ કરવો શક્ય છે. પહેલા આપણે સમજવું પડશે કે આપણે કેવા પ્રકારની પોલિસી લઈએ છીએ.? વળતર ક્યારે ચૂકવવામાં આવશે? સૌ પ્રથમ આપણે પોલિસીની વિશિષ્ટતાઓને સમજવી જોઈએ. વીમાની રકમનો ક્લેમ કરવા માટે, તમારે પ્રક્રિયાને યોગ્ય રીતે આગળ ધપાવવી પડશે. તમારા બેંક ખાતાની વિગતો સમયાંતરે વીમા કંપનીને આપવી જોઈએ. તમામ પ્રિમીયમ સમયસર ચૂકવવા જોઈએ. આ સિવાય કંપનીને આપવામાં આવેલી માહિતી પર કોઈ વિવાદ ન થવો જોઈએ, તે પછી જ પોલિસી ક્લેમ ચૂકવવામાં આવશે.

વીમાપોલિસીલેતી વખતે સાવચેતી જાળવો

પોલિસી લેવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે, જ્યારે પૈસાની સખત જરૂર હોય ત્યારે તે સમયે લાભાર્થીને પૈસા મળે, તેથી પોલિસી લેતી વખતે ખાતરી કરો કે વીમા કંપનીને આપવામાં આવેલી દરેક માહિતી સચોટ અને સ્પષ્ટ હોય ત્યાર પછી, પોલિસીની સમાપ્તિ અથવા પોલિસીધારકના મૃત્યુના કિસ્સામાં વળતર સરળતાથી ચૂકવી શકાય છે. વીમા કંપની વ્યક્તિની આવક, તેની ઉંમર અને અન્ય પરિબળોને ધ્યાનમાં રાખીને પોલિસી આપે છે, જ્યારે પોલિસીધારક ખોટી વિગતો આપે અને ક્લેમની તપાસમાં વિગતો ખોટી હોવાનું જણાય ત્યારે વીમા કંપની વળતર ચૂકવવાનો ઇનકાર કરી શકે છે.

આરોગ્ય વિશે સાચી માહિતી આપવી

જીવન વીમા કંપનીઓ વીમા પોલિસી જારી કરતી વખતે પોલિસીધારકના સ્વાસ્થ્ય પર નજીકથી નજર (Health history) રાખે છે, તેથી પોલિસીધારકે પોલિસી લેતી વખતે તેની બિમારીઓ છુપાવવી જોઈએ નહીં. ઘણી બીમારીઓને કારણે વીમા કંપનીઓ પોલિસી જારી કરતી નથી. જો પોલિસી બીમારી વિશે ગુપ્ત રીતે લેવામાં આવે છે, તો વીમા કંપનીને તેને રદ કરવાનો અધિકાર છે. ખાસ કરીને જેઓ ધૂમ્રપાનના વ્યસની છે, તેમણે આ અંગે જાણ કરવી જ જોઈએ. જેથી તમારે આના કરતાં થોડું વધારે પ્રીમિયમ ચૂકવવું પડી શકે છે, પરંતુ ભવિષ્યમાં ક્લેમ દરમિયાન કોઈ મુશ્કેલી નહીં આવે.

કોવિડ રસીના 2 ડોઝ લીધા હોય તેમને પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ મળે છે

જ્યાં સુધી કોવિડનો સવાલ છે, તો તેમાં વીમા કંપનીઓ ખરીદીના 90 દિવસની અંદર પોલિસીને કવર કરતી નથી, કેટલીક વીમા કંપનીઓ રસીના 2 ડોઝ લીધા હોય તેવા લોકો માટે વીમા પ્રીમિયમ પર નાનું ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. ઉદાહરણ તરીકે, ધારો કે વ્યક્તિનો વાર્ષિક પગાર 20 લાખ રૂપિયા છે. વીમા કંપની વાર્ષિક પગારના 10 ગણા સુધીનો વીમો લે છે, જેનો અર્થ છે કે તે રૂપિયા 2 કરોડના વીમા કવચ માટે હકદાર છે. આ પોલિસી લીધા પછી, જો કંપનીને લાગે છે કે વ્યક્તિની આવક માત્ર 10 લાખ રૂપિયા છે, તો વીમા કંપની આ પોલિસીને આવરી લેવાનો ઇનકાર કરી શકે છે.

KYC અપડેટ કરતા રહેવુ જોઈએ

જો તમે પહેલાથી જ પોલિસી લીધી હોય તો તમારે તમારી માહિતી અપડેટ કરવી જોઈએ. સમય સમય પર KYC વિગતો અપડેટ (Update KYC) કરતા રહો, જો પોલિસી લીધા પછી ફોન નંબર, ઈ-મેલ અને ઘરનું સરનામું બદલાય તો વીમા કંપનીને જાણ કરો. વીમા કંપનીઓ આ વિગતો જાણ્યા વિના દાવો નકારી શકે છે, તેથી તે મહત્વનું છે કે, આવી પરિસ્થિતિ ક્યારેય ઊભી થવી જોઈએ નહીં. જો તમે પોલિસી ઓનલાઈન લીધી હોય તો તેની હાર્ડ કોપી તમારી પાસે રાખો, અને ચુકવવામાં આવેલ પ્રીમિયમની રસીદોની નકલ પણ સાથે રાખો.

નોમિની વિગતો સાચી હોવી જોઈએ

વીમા પોલિસીમાં નોમિનીની વિગતો માંગવામાં (Nominee details) આવે છે. નોમિની એ વ્યક્તિ છે જે અણધાર્યા સંજોગોમાં પોલિસીનો દાવો કરશે. ઘણા લોકો નોમિનીની વિગતો જાહેર કરવામાં બેદરકાર હોય છે. તમારે ખાતરી કરવી જોઈએ કે તમારી પોલિસીમાં નોમિનીનું નામ સાચું છે. પોલિસીમાં નોંધાયેલા રેકોર્ડ્સ અનુસાર, આધાર અને પાન કાર્ડ પર જન્મતારીખની વિગતો સાથે નોમિનીનું નામ મેચ કરવું જરૂરી છે, જો તમે બેંક ખાતામાં ફેરફાર કરો છો તો તેના વિશે વીમા કંપનીને જાણ કરો. દાવા સમયે, વીમા કંપનીઓ નોમિનીને કેટલાક પ્રશ્નો પૂછે છે અને ઓળખ ચકાસણીની વિગતો પૂછે છે. નોમિનીને છેતરપિંડીથી બચાવવા માટે સાવચેતી રાખવી જરૂરી છે. વીમા દાવો કરતી વખતે સંબંધિત દસ્તાવેજો, મૃત્યુ પ્રમાણપત્ર, KYC દસ્તાવેજો અને બેંક વિગતો વીમા કંપનીને સબમિટ કરવી જોઈએ.

આ પણ વાંચો:

હોમ લોન EMIનો બોજો ઘટાડવા માટેની ટિપ્સ

જાણો કેવી રીતે પસંદ કરવી શ્રેષ્ઠ કાર વીમા પોલિસી?

Last Updated : Jan 2, 2023, 12:06 PM IST

ABOUT THE AUTHOR

...view details