ન્યુઝ ડેસ્કઃ સમગ્ર દેશમાં 15થી 18 વર્ષની વયના લોકો માટે કોવિડ 19 રસીકરણ(Corona Child Vaccination) અભિયાન શરૂ થવાનું છે. રસીકરણ અભિયાનમાં 15-18 વર્ષના બાળકો(Vaccine for Children) 3 જાન્યુઆરીથી રસી મેળવી શકશે. આ માટે, બાળકો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે અથવા રસીકરણની વેબ સાઇટ પર સીધા જ જઈને નોંધણી કરાવી શકશે. પરંતુ બાળકો માટે ઓનલાઈન નોંધણી 1લી જાન્યુઆરીથી શરૂ થશે. રસીકરણ અભિયાનમાં બાળકો CoWIN પોર્ટલની(Online Registration for Children Vaccine) મદદ લઈ શકાય છે.
બાળકો માટે કોવિડ 19 રસીની મેળવવી એકદમ સરળ છે
કોવિડ 19 રસીના સ્લોટ બુક(Book a Vaccine Slot for Kids) કરવાની પ્રક્રિયા બાળકો માટે એકદમ સરળ છે. જેમ પુખ્ત વયના લોકો માટે રસીના સ્લોટ બુક કરવામાં આવે છે, તેવી જ રીતે બાળકો માટે પણ રસીના સ્લોટ બુક થઈ શકશે. આ ઉપરાંત જે બાળકોએ હજુ સુધી આધાર કાર્ડ કે અન્ય ઓળખ કાર્ડ બનાવ્યા નથી, તેઓ વિદ્યાર્થી અથવા બાળકો આઈડી કાર્ડનો ઉપયોગ કરીને નોંધણી કરાવી શકે છે. મહત્વનું એ છે કે બાળકો માટે માત્ર કોવેક્સિની મંજૂરી(Covexin for Children) આપવામાં આવી છે, તેના કારણે તમે કોવેક્સિન રસી માટે સ્લોટ બુક કરી શકશો.