- કોવિડ દર્દીઓને ફિઝિયોથેરાપીથી મળી શકે છે વધુ રાહત
- યોગ્ય ઢબે લેવાયેલા શ્વાસોચ્છવાસ સરળ અને લાભદાયી બને છે
- કોરોના જ નહીં અન્ય ફ્લૂ સંક્રમણ સામે પણ વધારે રોગપ્રતિકારતા
કોરોનાની બીજી લહેર પછી હવે લોકડાઉનની સ્થિતિ ધીરે ધીરે બદલાઈ રહી છે. પરંતુ સુરક્ષાને કારણે લોકો ઘરની બહાર લઈ જવાનું ટાળી રહ્યાં છે. આવી સ્થિતિમાં જે લોકો કોરોના સંક્રમણમાંથી સાજા થયાં છે અને આડઅસરનો સામનો કરી રહ્યાં છે તેઓ કેવી રીતે શ્વસન પ્રણાલીનું પુનર્વસન કરી શકે છે., ઘરે રહીને શ્વાસોચ્છવાસની પદ્ધતિમાં સુધારો કરી શકે છો અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરી શકો છો, તે વિશે વધુ જાણવા માટે ETV Bharat Sukhibhav ફિઝીયોથેરાપિસ્ટ અને યોગ શિક્ષક ડૉક્ટર જાહ્નવી કથરાણી સાથે વાત કરી હતી.ડૉ. કથરાણી પાસેથી કેવી રીતે ફિઝીયોથેરાપી કેવી રીતે સંક્રમણમાંથી રીકવરી દરમિયાન અને સ્વસ્થ થયાં પછી કોરોના સંક્રમણ રોકવામાં કોરોના દર્દીની સહાય કરી શકે છે તે જાણ્યું હતું.
સાચી રીતે શ્વાસ લેવાનો અભ્યાસ કરો
ડૉક્ટર જાહ્નવી જણાવ્યું કે આપણી શ્વસનતંત્ર શરીરમાં ઓક્સિજન સ્તરને નિયંત્રિત કરવા તેમજ હવાના દ્વારા શ્વાસમાં લેવાતા હાનિકારક તત્વોથી શરીરને સુરક્ષિત રાખવા માટે કામ કરે છે. કોરોના સંક્રમણમાં પણ આ બે પ્રવૃત્તિઓને લીધે શરીર પર સંક્રમણની અસર વધે છે. ફિઝિયોથેરાપીમાં એવી ઘણી કસરતો કરવામાં આવે છે જે ફેફસાંની ક્ષમતામાં વધારો કરે છે. જ્યારે નુકસાન થાય છે ત્યારે પુનઃસ્વસ્થ થવામાં પણ મદદ કરે છે. ફેફસાંના સ્વાસ્થ્ય માટે, આપણી શ્વાસ લેવાની તકનીક સાચી હોય તે સૌથી અગત્યનું છે. આ માટે નીચેની કસરતો કરી શકાય છે.
થોડો સમય શ્વાસ રોકો
આ કસરતમાં શક્ય તેટલો ઊંડો શ્વાસ લો. સાથે મનમાં 1 ... 2 ... 3 ની ગણતરી કરતી વખતે થોડીવાર શ્વાસ પકડો. તે પછી ધીમે ધીમે શ્વાસ બહાર કાઢો. હવે ફરીથી થોડા સમય માટે થોભો અને મનમાં 1 ... 2 ... 3 ગણો અને ઊંડો શ્વાસ લો અને તેને ફરીથી મુક્ત કરવાની પ્રક્રિયાનું પુનરાવર્તન કરો.
પેટની કસરત
કોઈપણ દબાણ વગર બંને હાથ પોતાના પેટ પર રાખો. હવે ધીરે ધીરે શ્વાસ લો અને પછી તેને તે જ ઝડપે છોડો. આ પ્રક્રિયા દરમિયાન પેટ અને સ્નાયુઓમાં થતા ફેરફારો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરો.
છાતી સંબંધી કસરત
તમારા બંને હાથ છાતીની બંને બાજુ છાતી અને બગલની વચ્ચે રાખો. શક્ય તેટલું છાતીને ફુલાવતાં ઊંડો શ્વાસ લો અને શ્વાસ છોડો. આ પ્રક્રિયા દરમિયાન છાતીના સ્નાયુઓમાં થતા ફેરફારોને અનુભવવાનો પ્રયાસ કરો.
ખભા સંબંધી કસરત
બંને હાથને વિરુદ્ધ ખભાના હાડકાં પર મૂકો, હવે શક્ય તેટલે ઊંડો શ્વાસ લેવાનો અને શ્વાસ બહાર કાઢવાનો પ્રયાસ કરો. આ પ્રક્રિયા દરમિયાન તમારા ખભાના ઉતારચઢાવ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરો.
ફૂગ્ગાની કસરત
શક્ય હોય તેટલો એકસાથે ઊંડો શ્વાસ લઇ પેટ ભરો અને તે શ્વાસને બહાર કાઢવા સમયે તે હવા નાના બલૂનમાં ભરો. ફૂગ્ગો એ રીતેે પકડો કે જેથી હવા બહાર ન આવે અને નાકમાંથી ધીમે ધીમે શ્વાસ લો.