વિવિધ સૂચકાંકોમાં ભારતનો રેન્ક કેટલામો છે જાણીએ એક ખાસ અહેવાલમાં - Various Rank and indias position
દર વર્ષે વિશ્વના વિવિધ દેશોની વિવિધ પ્રતિષ્ઠિત સંસ્થાઓ (Survey on India) દ્વારા વિવિધ સૂચકાંકોમાં ક્રમાંક (Various Rank and indias position) આપવામાં આવે છે. આ સૂચકાંકો પરીક્ષાના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. આવા વિવિધ વિશ્વ સૂચકાંકોમાં ભારતનું સ્થાન શું છે અને કઈ સંસ્થા તેમને પ્રકાશિત (Survey in India By Organization) કરે છે અને કયો દેશ તેમાં ટોચ પર છે? જોઈએ એ અંગેનો એક ખાસ અહેવાલ. ઘણી વાર મોટી મોટી સંસ્થાઓ આ અંગે એક ખાસ સમયગાળામાં સર્વે કરાવતી હોય છે. એમાંથી પણ આ પ્રકારનો રીપોર્ટ તૈયાર થાય છે. જોકે, આ રીપોર્ટ સમયાંતરે બદલતો રહે છે. આ ડેટા કાયમી ધોરણે કાર્યરત રહેતો નથી.
ન્યૂઝ ડેસ્કઃદેશમાં જુદા જુદા સમયે શરૂ થયેલા પ્રોજેક્ટની અસર દેશના વિકાસ પર થાય છે. જ્યારે પણ વૈશ્વિક સ્તરે ભારતના સંબંધોની વાત કરવામાં આવે છે. એ સમયે આ પ્રકારના સર્વેના (Survey on India)રીપોર્ટને ધ્યાને લેવાતા હોય છે. જુદા જુદા સમયે તૈયાર થયેલા આ રીપોર્ટમાં (Various Rank and indias position) અલગ અલગ પ્રકારના માપદંડોને (Survey in India By Organization) ધ્યાને લેવામાં આવે છે. જોકે, હવે સંસ્થાઓ પોતાના નામ અને સર્વે સાથે આ અંગેના રીપોર્ટ તૈયાર કરતા સમજવામાં સરળતા રહે છે. આ ઉપરાંત આ પ્રકારના સર્વે એક ચોક્કસ સમયગાળા પૂરતા જ મર્યાદીત રહે છે. બીજી વખત એક વિષયને લઈને કોઈ સર્વે થાય તો અગાઉમાંથી માત્ર એના સંદર્ભ લેવામાં આવે છે.
વિષય | ભારતનો રેન્ક | સંસ્થા |
ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2021 | 101 | વેલ્ટ હંગર હિલ્ફે અને કન્સર્ન વર્લ્ડ વાઈડ |
હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2022 | 83 | હેનલી એન્ડ પાર્ટનર્સ |
વૈશ્વિક ઇનોવેશન ઇન્ડેક્સ 2021 | 46 | વિશ્વ બૌદ્ધિક સંપદા સંસ્થા |
વૈશ્વિક પેન્શન ઇન્ડેક્સ 2021 | 40 | મર્સર CFA સંસ્થા |
ખાદ્ય સુરક્ષા સૂચકાંક 2021 | 71 | આયર્લેન્ડની આર્થિક અસર |
ગ્લોબલ પીસ ઈન્ડેક્સ 2021 | 135 | ઈકોનોમિક એન્ડ પીસ ઓર્ગેનાઈઝેશન |
ચાંડલર ગુડ ગવર્નમેન્ટ ઇન્ડેક્સ 2021 | 49 | ચાંડલર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ગવર્નમેન્ટ |
વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2022 | 150 | રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ |
ડેમોક્રેસી ઇન્ડેક્સ 2021 | 46 | ઇકોનોમિક્સ ઇન્ટેલિજન્સ યુનિટ |
ભ્રષ્ટાચાર અને ધારણા સૂચકાંક 2021 | 85 | ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ |
સંયુક્ત રાષ્ટ્ર માનવ વિકાસ સૂચકાંક 2020 | 131 | સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ |
વર્લ્ડ હેપીનેસ ઈન્ડેક્સ 2022 | 136 | |
ગ્લોબલ જેન્ડર ગેપ ઈન્ડેક્સ 2022 | 135 | વર્લ્ડ ઈકોનોમિક ફોરમ |
ઇકોનોમિક ફ્રીડમ ઇન્ડેક્સ 2021 | 121 | ફાઉન્ડેશન હેરિટેજ |
ગ્લોબલ ક્લાઈમેટ રિસ્ક ઈન્ડેક્સ 2021 | 7 | જર્મન વોચ |
કોવિડ-19 રિસ્પોન્સ ઇન્ડેક્સ | 86 | ગ્રિડી ફાઉન્ડેશન |
ઈન્ક્લુઝિવ ઈન્ટરનેટ ઈન્ડેક્સ 2021 | 50 | ઈકોનોમિક ઈન્ટેલિજન્સ યુનિટ |
એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ 2021 | 87 | વર્લ્ડ ઇકોનોમિક ફોરમ |
ગ્લોબલ સાયબર સિક્યુરિટી ઇન્ડેક્સ 2021 | 10 | ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન |
સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઇન્ડેક્સ 2021 | 20 | સ્ટાર્ટ અપ બ્લેન્ક્સ |