ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Horse Price Five Crores : નંદુરબારના ઘોડાની અધધ કિંમત છતાં માલિકે વેચવાનો નનૈયો ભણ્યો - ઘોડાની પાંચ કરોડની કિંમત

આ મોંઘા ઘોડાનું નામ 'રાવણ' છે, જેને પ્રથમ વખત નાશિકથી સારંગખેડા અશ્વ પ્રદર્શનમાં (Sarangkheda Horse Exhibition 2021) લાવવામાં આવ્યો છે. 'રાવણ' (Horse Price Five Crores ) ઘોડાના માલિક અસદ સૈયદ અહીં પ્રદર્શન કમ વેચાણ માટે કુલ 10 ઘોડા લાવ્યા છે. તેમના તમામ ઘોડાઓ ખૂબ આકર્ષક છે. સાથે તેનું મૂલ્ય પણ ખૂબ ઊંચું છે. જાણો રાવણની કિંમત કેમ આટલી ઊંચી છે.

Horse Price Five Crores : નંદુરબારના ઘોડાની અધધ કિમત છતાં માલિકે વેચવાનો નનૈયો ભણ્યો
Horse Price Five Crores : નંદુરબારના ઘોડાની અધધ કિમત છતાં માલિકે વેચવાનો નનૈયો ભણ્યો

By

Published : Dec 23, 2021, 5:30 PM IST

નંદુરબાર: તમે ઘણી લક્ઝરી કાર જોઈ હશે, જેની કિંમત લાખો કરોડોમાં હશે. પરંતુ તમે આવા ઘોડા વિશે સાંભળ્યું નહીં હોય, જેની કિંમત પાંચ કરોડ રૂપિયા (Horse Price Five Crores) છે. મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આયોજિત મેળામાં આ ઘોડાને પ્રદર્શનમાં લાવવામાં આવ્યો છે અને દરેકનું ધ્યાન ખેંચી રહ્યો છે.

સારંગખેડા અશ્વ પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર બન્યો ઘોડો

આ ખૂબ મૂલ્યવાન ઘોડાનું નામ 'રાવણ' છે, જેને નાસિકથી સારંગખેડા અશ્વ પ્રદર્શનમાં (Sarangkheda Horse Exhibition 2021) પ્રથમ વખત લાવવામાં આવ્યો છે. 'રાવણ' ઘોડાના માલિક અસદ સૈયદ અહીં કુલ 10 ઘોડા પ્રદર્શન કમ વેચાણ માટે લાવ્યા છે. 10માંથી તમામ 10 ઘોડાઓ એકદમ આકર્ષક છે. તો તેમની કિંમત પણ ખૂબ ઊંચી છે. પરંતુ આમાં સૌથી મોંઘો ઘોડો 'રાવણ' નામનો છે. તેની કિંમત 5 કરોડ રૂપિયા (Horse Price Five Crores) છે. તેના માલિક અસદ 'રાવણ'ને વેચવા માગતા નથી.

આ પણ વાંચોઃ જામનગરના મસીતીયા ગામમાં અશ્વ દોડ સ્પર્ધા યોજાઈ

5 કરોડી ઘોડાની ખાસિયત

'રાવણ' ઘોડાની વિશેષતા એ છે કે સામાન્ય ઘોડાઓની ઊંચાઈ 64-65 ઈંચ હોય છે, પરંતુ તેની ઊંચાઈ 67 ઈંચ હોય છે. આ તેજસ્વી કાળા રંગના ઘોડાના કપાળ પર સફેદ ટીલું છે. આ મારવાડ જાતિનો ખૂબ જ આકર્ષકઘોડો છે. ઘોડાના માલિક અસદ સૈયદે જણાવ્યું કે આ વિશેષતાઓને કારણે તેની કિંમત કરોડોમાં (Horse Price Five Crores) છે. 'રાવણ'ના દૈનિક આહારમાં 10 લિટર દૂધ, ચણાની દાળ, એક કિલો ઘી, પાંચ ઈંડા, બાજરી, ચોકર અને ડ્રાયફ્રૂટ્સનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ લાખણી તાલુકાના જસરા ગામે યોજાયો અશ્વ મેળો

4 દિવસમાં 278 ઘોડાનું વેચાણ

જણાવી દઈએ કે દેશભરમાં પ્રસિદ્ધ સારંગખેડા અશ્વ પ્રદર્શનમાં (Sarangkheda Horse Exhibition 2021) બે હજારથી વધુ ઘોડાઓ વેચાણ અને ખરીદી માટે લાવવામાં આવ્યા છે. છેલ્લા ચાર દિવસમાં આ એક્ઝિબિશનમાં 278 ઘોડા વેચાયા છે. જેમાં એક કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ થયો છે.

ABOUT THE AUTHOR

...view details