ગુજરાત

gujarat

ETV Bharat / bharat

UP News: એક્સપ્રેસ વે પર બસ પલટતા 3ના લોકોના થયા મૃત્યુ, 22 ઇજાગ્રસ્ત - મથુરામાં માર્ગ અકસ્માત

મથુરામાં રવિવારે મોડી રાત્રે એક માર્ગ અકસ્માત થયો હતો. અહીં યમુના એક્સપ્રેસ વે પર બસ પલટી ગઈ. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. તે જ સમયે, અન્ય 22 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. મથુરાના જિલ્લા મેજિસ્ટ્રેટ પુલકિત ખરેએ જણાવ્યું કે, મૃતકોની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે.

UP News: એક્સપ્રેસ વે પર બસ પલટતા 3ના લોકોના થયા મૃત્યુ, 22 ઇજાગ્રસ્ત
UP News: એક્સપ્રેસ વે પર બસ પલટતા 3ના લોકોના થયા મૃત્યુ, 22 ઇજાગ્રસ્ત

By

Published : Feb 27, 2023, 7:52 AM IST

Updated : Feb 27, 2023, 8:22 AM IST

મથુરા:મથુરા જિલ્લાના સુરીર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના યમુના એક્સપ્રેસ વે પર રવિવારે મોડી રાત્રે એ સમયે હોબાળો મચી ગયો જ્યારે દિલ્હીથી બિહાર જઈ રહેલી બસ તેજ ગતિએ પલટી ગઈ. જ્યારે બસ પલટી જતા 3 લોકોના મોત થયા હતા જ્યારે બસમાં સવાર 22 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્તથયા હતા. ઘટનાની માહિતી મળતાની સાથે જ વિસ્તાર પોલીસ અને યમુના એક્સપ્રેસ વેના સુરક્ષા કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા છે.

આ પણ વાંચો:Flight Emergency Landing : સુરતથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ

મુસાફરોને મેડિકલ કોલેજમાં રિફર કરાયા: મથુરાના જિલ્લા મેજિસ્ટ્રેટ પુલકિત ખરેએ જણાવ્યું કે, મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત મુસાફરોને આગ્રા એસએન મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત દસ વર્ષના અરુણ, 25 વર્ષના શિવાજીરાવ, 21 વર્ષના વીરેન્દ્ર રામ, 55 વર્ષના લીલાવતી, રામ ચંદ્ર, આદિત્ય કુમાર (6 વર્ષ)ને આગ્રા રિફર કરવામાં આવ્યા હતા.

મૃતકોની સંખ્યા વધવાની સંભાવના: મથુરામાં થયેલા માર્ગ અકસ્માત અંગે જણાવવામાં આવી રહ્યું છે કે, બસ ડ્રાઈવર દારૂના નશામાં હતો, જેના કારણે તેણે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ તેજ ગતિએ બેકાબૂ બનીને યમુના એક્સપ્રેસ વે પર પલટી ગઈ હતી. ઇજાગ્રસ્તનોની હાલત જોતા આરોગ્ય વિભાગે મૃતકોની સંખ્યા વધવાની સંભાવના વ્યક્ત કરી છે. સીએમઓ ઓફિસના ડોક્ટર ભૂદેવ સિંહે જણાવ્યું કે એક બસ યમુના એક્સપ્રેસ વે પરથી જઈ રહી હતી.

આ પણ વાંચો:Terrorists Target Kashmiri Pandits : આતંકીઓના નિશાના પર કાશ્મીરી પંડિતો, તાજેતરના હુમલાઓ પર એક નજર

ઇજાગ્રસ્ત લોકોની હાલત ખૂબ જ ગંભીર: મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર થયેલા માર્ગ અકસ્માત અંગે મુસાફરોએ જણાવ્યું કે, ડ્રાઈવર નશામાં હતો અને તે બસ ખૂબ જ ઝડપથી ચલાવી રહ્યો હતો, જેના કારણે બસ પલટી ગઈ, આ ઘટનામાં 2 થી 3 લોકોના મૃત્યુ થયા. ઇજાગ્રસ્ત જિલ્લા હોસ્પિટલમાં આવ્યા છે, જેની સંખ્યા 20 થી 22 છે, તમામની હાલત ગંભીર છે, કેટલાક લોકોને આગ્રા રેફર કરવામાં આવી રહ્યા છે. બસ કોઈ વાહન સાથે અથડાઈ છે કે કેમ તે જાણવામાં આવી રહ્યું છે, પરંતુ અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોની હાલત ખૂબ જ ગંભીર છે. ઇજાગ્રસ્તને આગ્રાની એસએન મેડિકલ કોલેજમાં પણ રિફર કરવામાં આવી રહ્યા છે.

Last Updated : Feb 27, 2023, 8:22 AM IST

ABOUT THE AUTHOR

...view details