ઉત્તર પ્રદેશ:શાહજહાંપુર જિલ્લામાં શનિવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં ટ્રેક્ટર-ટ્રોલી પુલની રેલિંગ તોડીને નીચે પડી હતી. આ અકસ્માતમાં મહિલાઓ અને બાળકો સહિત 20 લોકોના મોતના સમાચાર છે. આશંકા છે કે મૃત્યુઆંક વધી શકે છે.
કેવી રીતે બની ઘટના: મળતી માહિતી મુજબ આ દુર્ઘટના તિલ્હાર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા બિરસિંગ ગામ પાસે થઈ હતી. એસપી આનંદ કુમારે જણાવ્યું કે આઝમપુર ગામમાં આયોજિત ભાગવત કથા માટે લોકો ગરા નદીમાંથી પાણી લેવા આવ્યા હતા. ગામના લોકો બે ટ્રોલીમાં સવાર હતા. કહેવાય છે કે નદીમાંથી પાણી લીધા પછી બંને ટ્રોલીમાં બેસીને ગામમાં પાછા ફરવા લાગ્યા. દરમિયાન બંને ટ્રેક્ટર-ટ્રોલીના ચાલકોએ એકબીજા સાથે ઓવરટેક કરવાની રેસમાં ટ્રેક્ટર ટ્રોલીએ સંતુલન ગુમાવતા પુલની રેલિંગ તોડી ગરા નદીમાં પડી હતી.
SDRF અને NDRFની ટીમો ઘટનાસ્થળે:આ દુર્ઘટના તિલ્હાર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા બિરસિંગ ગામ પાસે થઈ હતી. માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, SDRF અને NDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યમાં લાગી ગયા છે. ટ્રેક્ટર ટ્રોલીમાં લગભગ 42 લોકો બેઠા હતા, જેમાં મોટાભાગની મહિલાઓ, વૃદ્ધો અને બાળકો હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી બચાવ કાર્ય શરૂ કર્યું હતું.