રીવાઃમધ્ય પ્રદેશના રીવા જિલ્લાના (National highway Fatal Accident) સોહાગી પર્વતમાં શુક્રવાર-શનિવારની મોડી રાત્રે એક જીવલેણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં 14 શ્રમિકોનાં મોત થયા હતા. જ્યારે 40 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસને અકસ્માતની માહિતી મળી, ત્યારબાદ સ્થાનિક પોલીસ (Madhya Pradesh police) ઘટનાસ્થળે પહોંચી હતી. આ પછી બચાવ કામગીરી શરૂ કરી હતી. અકસ્માતના સમાચાર મળતા જ કલેક્ટર, એસપી સહિત તમામ વહીવટી (Rewa Collector Madhya Pradesh) સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પીએમ માટે ત્યોંથરની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
શ્રમિકોનો ભોગ લેવાયોઃ એવું જાણાવવામાં મળી રહ્યું છે કે, દિવાળી મનાવવા માટે સિકંદરાબાદથી બસમાં બેસીને મુસાફરો લખનૌમાં પોતાના ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન પ્રથમ પેસેન્જર બસ કટની પહોંચી. કટનીથી લખનૌ જતી બસમાં વધુ મુસાફરો ભરવામાં આવ્યા હતા. આ પછી બસ મુસાફરોને લઈને ઉત્તર પ્રદેશના લખનૌ જવા રવાના થઈ. બસ જેવી જ રીવાના સોહાગી પહાડ પાસે પહોંચી એ સમયે કાબુ બહાર થઈ ગઈ. ટ્રક સાથે અથડાઈ. આ ટ્રક લોડેડ હતો. મળતી માહિતી મુજબ બસમાં 100થી વધુ મુસાફરો બેઠા હતા. બસ સોહાગી પર્વત પાસે પહોંચી ત્યારે બસની આગળ જઈ રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ દરમિયાન બેકાબૂ બસે પાછળથી ટ્રકને ટક્કર મારી હતી. આ દરમિયાન બસના બોનેટ અને આગળની સીટ પર બેઠેલા તમામ મુસાફરોના મોત થયા હતા.