અમદાવાદ: 5 જાન્યુઆરી 2023ના (5 JANUARY 2023 HOROSCOPE) રોજ જન્માક્ષરમાં (Today HOROSCOPE) આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે, (Today Rashi Bhavishya) કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારું રહેશે. કાર્યક્ષેત્રમાં બધી 12 રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યાં હાથ છોડી શકાય. આજનું રાશિફળ (daily rashifal) ચંદ્ર પર આધારિત છે.
મેષ:ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. દિવસની શરૂઆતમાં આપને માનસિક દ્વિધા જેવું લાગશે પરંતુ ટૂંક સમયમાં જ આ સ્થિતિ દૂર થતા મહત્વના નિર્ણયો અને ચર્ચામાં ભાગ લઈ શકશો. આપે જિદ્દી વલણ છોડીને સમાધાનકારી વલણ અપનાવવું તેવી સલાહ છે. આપ મધુરવાણીથી કોઇકને મનાવી શકશો. નવા કામનો પ્રારંભ શક્ય હોય તો ટાળવો અથવા સાવધાની રાખવી. બપોર પછી આપના ઉત્સાહમાં અચાનક વધારો થતાં જણાશે અને મન પ્રફુલ્લિત બને. પરિવારજનો સાથેની સંવાદિતા વધે. પ્રવાસની શક્યતા વધે. નાણાકીય બાબતોનું આયોજન કરી શકો.
વૃષભ: ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. આપનો આજનો દિવસ મધ્યમ ફળદાયક રહેશે. દિવસની શરૂઆતમાં શારીરિક અને માનસિક રીતે ચુસ્તી અને સ્ફૂર્તિ લાગે. આપની રચનાત્મક અને કલાત્મક શક્તિઓમાં વધારો થશે. ઉત્સાહ અને ચોક્સાઇપૂર્વક કામ કરી શકશો. પરંતુ મધ્યાહન બાદ આપનું માનસિક વલણ થોડું દ્વિધાયુક્ત બનશે. તેથી વિચાર વંટોળમાં ખોવાયેલા રહેશો. અગત્યના નિર્ણયો આ સમયે ન લેવાની સલાહ આપવામાં આવે છે.
મિથુન: ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આપનો વર્તમાન સમય મિશ્ર ફળદાયી રહેશે. આજે આપ ચિંતા અને અતિશય વિચારોથી દૂર રહેશો તો ઉત્તમ સ્વાસ્થ્ય માણી શકશો. કુટુંબમાં મહત્વના મુદ્દે ચર્ચા થતી હોય ત્યારે પોતાની જ વાત સાચી ઠેરવવાનો હઠાગ્રહ છોડવાની સલાહ છે. પરંતુ બપોર પછી આપ તમામ કાર્યોમાં અનુકૂળતા અનુભવશો. પરિણામે કામ કરવામાં ઉત્સાહ અનુભવાય. કુટુંબનો માહોલ પણ સુધશે. આર્થિક લાભની શક્યતાઓ છે.
કર્ક: ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આપના વર્તમાન દિવસના સવારના ભાગ દરમ્યાન પારિવારિક વ્યવસાયના ક્ષેત્રે લાભદાયક સમય છે. સ્ત્રીવર્ગ તરફથી લાભ થવાનો યોગ છે. પ્રિયપાત્ર સાથે મુલાકાત થાય અને મન તથા શરીરની તંદુરસ્તી સારી રહે. પરંતુ બપોર પછી આપના મનમાં વિવિધ પ્રકારની ચિંતાઓ ઉપજશે. પારિવારિક માહોલ બગડે. આદરેલાં કાર્યો અધુરાં રહે. ખર્ચનું પ્રમાણ વધશે. તંદુરસ્તીનું ધ્યાન રાખવા સલાહ આપવામાં આવે છે.
સિંહ:ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી દશમ ભાવમાં છે. આજનો આપનો વર્તમાન દિવસ ખૂબ આનંદમાં પસાર થશે. નોકરી અને વ્યવસાય કરનાર બંને માટે લાભદાયી દિવસ છે. વેપાર વૃદ્ધિ થાય. કુટુંબ અને મિત્રો સાથે આનંદની પળો માણશો. સ્ત્રીવર્ગ તરફથી આપને ફાયદો થાય. સંતાનો તરફથી લાભ મળે. નાની મુસાફરી માટેના સંજોગો ઉભા થાય. દાંપત્યજીવનમાં આનંદ વ્યાપી રહે.
કન્યા:ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી નવમ ભાવમાં છે. નવા કાર્યની શરૂઆત કરવા માટે સમય સારો છે. આજે આપ વધુ પડતા ધાર્મિક અને ભક્તિમય બનો. ઓફિસ કે વ્યવસાયમાં કામનું ભારણ વધારે રહે માટે આયોજનપૂર્વક કામ કરશો તો નિર્ધારિત સમયમાં દરેક કામ પાર પડશે. વિદેશ જવા ઇચ્છતા લોકો માટે તક ઉભી થાય. બપોર પછી નવા કાર્યનું આયોજન હાથ ધરી શકશો. અધૂરાં કાર્યો પૂર્ણતા તરફ આગળ વધે. નોકરીમાં બઢતીના સમાચાર મળે. ગૃહસ્થજીવનમાં મધુરતા છવાય. માન- સન્માન મળે.
તુલા:ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આજે ખાવાપીવામાં ખાસ ધ્યાન રાખવાની આપને સલાહ છે કારણ કે ભોજનની અતિશયોક્તિ અથવા અનિયમિતતા તમારા સ્વાસ્થ્યને હાનિ પહોંચાડી શકે છે. દિવસ દરમ્યાન નવા કાર્યનો આરંભ કરવા માટે સંપૂર્ણ અનુકૂળ સમય ના હોવાથી શક્ય હોય તો ટાળજો. વધુ પડતો કામના બોજ લેવાના બદલે કામ અને આરામ વચ્ચે સંતુલન રાખવાની સલાહ છે. મુસાફરી ઓછી લાભદાયી નીવડે, પરંતુ બપોર પછી આપને નવું કાર્ય કરવાની પ્રેરણા મળશે. ધાર્મિક કાર્યો થાય. વિદેશ વસતા આપ્તજનો કે મિત્રના સમાચાર મળે. વેપારધંધામાં આર્થિક લાભ થાય. નવા આયોજનો માટેની અનુકૂળતા સર્જાય.
વૃશ્ચિક: ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. આજે સવારના ભાગમાં આપની શારીરિક માનસિક પ્રફુલ્લિતતા જળવાયેલી રહેશે. કુટુંબીજનો અને નિકટના મિત્રો સાથે ઉત્તમ ભોજન લેવાનો પ્રસંગ બને. દાંપત્યજીવનમાં સુમેળ રહે. મધ્યાહન બાદ આપને અચાનક શારીરિક- માનસિક બેચેની વર્તાય તેવી સંભાવના હોવાથી આ સમયમાં કામમાંથી વિરામ લઈને આપ્તજનો અથવા પ્રિયજનો સાથે સમય વિતાવી શકો છો. ખાનપાનમાં ધ્યાન રાખવું. આપનું કાર્ય પરિપૂર્ણ કરવામાં થોડી પ્રતિક્ષા કરવી પડશે. આધ્યાત્મિક અને ઇશ્વરભક્તિ આ સમયે રાહત આપશે.
ધન:ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. આજનો દિવસ આનંદ ઉત્સાહથી વ્યતિત કરશો. આજે આપના કાર્યો યોજનાબદ્ધ રીતે પાર પડશે. અટવાઇ ગયેલા કાર્યો પૂર્ણતા પામે. નાણાકીય લાભની શક્યતા છે. આપના ગૃહસ્થજીવન અને દાંપત્યજીવનમાં મધુરતા છવાયેલી રહેશે. આકસ્મિક ધનલાભના યોગ છે. નાના પ્રવાસનું આયોજન કરી શકો. વેપારીઓને વેપારવૃદ્ધિ થાય. વિદેશથી કે દૂરથી સારા સમાચાર મળે.
મકર:ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી પંચમ ભાવમાં છે. મહેનતના પ્રમાણમાં અપેક્ષિત પરિણામ ના મળે તો પણ તમે અત્યારે નિરાશ થયા વગર પ્રયાસ ચાલુ રાખજો કારણ કે તમારી મહેનતનું ફળ આગામી સમયમાં ચોક્કસ મળી શકે છે. આપ સંન્નિષ્ઠતાપૂર્વક આપનું કામ કરશો. અન્ય વ્યક્તિઓ સાથેના સંબંધો સુમેળભર્યા રહેશે. તબિયત સાચવવા બહારનું ન ખાવું. બપોર પછી ખોરંભે ચડેલા કાર્યો પૂરા થાય, માંદા માણસોને આરોગ્યમાં સુધારો થતો લાગે. આર્થિક લાભની સંભાવના છે. મોસાળપક્ષ તરફથી સારા સમાચાર મળે. સહકાર્યકરો સહકાર આપશે.
કુંભ:ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આજે આપ આત્મવિશ્વાસથી આપના દરેક કામ સારી રીતે પાર પાડી શકશો. સરકાર સાથેના આર્થિક વ્યવહારમાં સફળતા મળે. પિતાની સંપત્તિથી લાભ થાય. વાહન- મકાન વગેરેના દસ્તાવેજોમાં કાળજીપૂર્વક આગળ વધવું. આપની વૈચારિક સમૃદ્ધિ વધે. મન પ્રફુલ્લિત રહે. વધુ મહેનતે ઓછું પરિણામ મળે. છતાં આપ ખંતપૂર્વક કામ કરી શકશો. તબિયત સાચવવી.
મીન: ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી તૃતીય ભાવમાં છે. આજે આપ ચિંતા ભારમાંથી હળવાશ અનુભવશો. મનમાં આનંદ અને ઉત્સાહનો અનુભવ થાય. કૌટુંબિક અને આર્થિક બાબતમાં આપ વધારે ધ્યાન આપો. આપ કોઇપણ કાર્ય દૃઢ મનોબળ અને આત્મવિશ્વાસ સાથે કરી શકો. પિતૃપક્ષ તરફથી લાભ થાય. પરંતુ જમીન મિલકત વિશેના કામકાજમાં સાવધાની રાખવી. સંતાનો પાછળ ખર્ચ થાય. વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસમાં સારો દેખાવ કરે.