અમદાવાદ: 29 મે 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: ચંદ્ર આજે 29 મે, 2023 સોમવારના રોજ સિંહ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજના દિવસે આપનુ શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે તેમજ મન પણ આનંદિત રહેશે. કાલ્પનિક દુનિયામાં વિહરતા આપની સ્રજનશીલતાને નવો ઓપ મળે સાહિત્ય કલાક્ષેત્રે પણ આપ સર્જન કરી શકો. વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસમાં સારો દેખાવ કરે. ઘરમાં શાંતિનું વાતાવરણ રહે. રોજિંદા કામમાં થોડોક અવરોધ આવે. નોકરીના ક્ષેત્રે ઉચ્ચ અધિકારીઓ સાથે વાદ વિવાદ ટાળવો. વધુ મહેનતે ઓછું ફળ મળે.
વૃષભ: ચંદ્ર આજે 29 મે, 2023 સોમવારના રોજ સિંહ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપે વાણી અને વર્તન પર થોડો સંયમ રાખવાની જરૂર છે. સ્ત્રીવર્ગ અને જળાશયથી જોખમ હોવાના કારણે તેનાથી દૂર રહેવું. જમીન મિલકતના કાગળિયા પર સહી-સિક્કા કરવામાં કાળજી રાખવી. મધ્યાહન બાદ પરિસ્થિતિમાં સુધાર વર્તાશે. તન અને મનનું સ્વાસ્થ્ય સારું રહેશે. મનમાં કલ્પનાના તરંગો આખી દુનિયાનો અનુભવ કરાવશે. પ્રિયપાત્ર સાથે રોમાંચક ક્ષણ માણવાની તક મળશે.
મિથુન:ચંદ્ર આજે 29 મે, 2023 સોમવારના રોજ સિંહ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજના દિવસે કાર્યસફળતા મળવાથી આપનું મન પ્રસન્નતા અનુભવશે. હરીફો પણ આપનાથી પરાજિત થાય. પ્રિયપાત્ર સાથેની મુલાકાત રોમાંચક રહેશે. ભાગ્યવૃદ્ધિના સંકેત છે. પરંતુ મધ્યાહન ઘરમાં થોડુંક વિસંવાદિતાનું વાતાવરણ સર્જાશે. કુટુંબના સભ્યો સાથે ખટરાગ થાય અને મનમાં ગમગીની વધે. માતાની તંદુરસ્તી માટે તેમની વધુ સેવા કરો તેવી સલાહ છે. નકારાત્મક વિચારોથી આપને હતાશાનો અનુભવ થશે.
કર્ક:ચંદ્ર આજે 29 મે, 2023 સોમવારના રોજ સિંહ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. લાંબા ગાળાની યોજનાઓ અંગે વિચારતા આપ થોડી દ્વિધાયુક્ત મનોસ્થિતિમાં મુકાઇ શકો છો પરંતુ તો આત્મવિશ્વાસ અને મનમાં દૃઢ નિર્ધાર સાથે આગળ વધશો તો સ્થિતિ તમારા અંકુશમાં રહી શકે છે. પરિવારજનો સાથેનું વાતાવરણ હળવું રહેશે. નિર્ધારિત કાર્યોમાં ધાર્યા કરતા ઓછી સફળતા મળે પરંતુ બપોર પછી આપનો સમય વધુ સારી રીતે પસાર થશે. આપનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સારું રહે. ભાઇબહેનોથી આપને લાભ થાય. પ્રિયતમાનો સંગાથ મળે. કોઇકની સાથે લાગણીભર્યા સંબંધોથી બંધાઓ મનની ચિંતા દૂર થશે.
સિંહ:ચંદ્ર આજે 29 મે, 2023 સોમવારના રોજ સિંહ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપ આત્મવિશ્વાસથી છલકતા હશો. આપ દરેક કાર્ય દૃઢ નિર્ણય શક્તિઓથી કરશો. પરંતુ ક્રોધની લાગણી વધારે હશે. તેથી મગજ શાંત રાખવું સરકારી કાર્યોમાં લાભ થશે. પરિવારજનોનો સારો સાથ સહકાર મળશે. આર્થિક ક્ષેત્રે જાવક વધારે રહેશે. સ્ત્રીમિત્રો સાથે આનંદમાં સમય પસાર કરશો.
કન્યા:ચંદ્ર આજે 29 મે, 2023 સોમવારના રોજ સિંહ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપનું મન વધુ પડતી લાગણીશીલતાથી આર્દ્ર રહેશે. તેથી ભાવનાઓના પ્રવાહમાં તણાઇને આપ કોઇ અવિચારી કાર્ય ન કરી બેસો તે માટે સાવચેત રહેવું. મહિલાઓની બાબતે વિશેષ ધ્યાન રાખવું. દલીલો અને ચર્ચાવિવાદથી દૂર રહેવું. કોઇ સાથે વધુ પડતી ચર્ચા કે દલીલબાજીમાં ઉતરવું નહીં. બપોર પછી આપનામાં આત્મવિશ્વાસ વધતો જણાશે. સમાજમાં આપની માનપ્રતિષ્ઠા વધશે. દાંપત્યજીવનમાં પણ સુમેળ રહેશે. ગુસ્સા પર કાબૂ રાખવો પડશે.
તુલા: ચંદ્ર આજે 29 મે, 2023 સોમવારના રોજ સિંહ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. પ્રવાસ પર્યટનની શક્યતા અને મિત્રો થકી લાભ મળવાનો દિવસ છે. વેપારક્ષેત્રે પણ આપને ફાયદો થાય. સ્ત્રી મિત્રો આપને ફાયદાકારક નીવડશે. સંતાનો સાથે સુમેળ રહે. પરંતુ બપોર પછી માનસિક સ્વાસ્થ્યમાં થોડી બેચેની વર્તાઇ શકે છે. વધુ પડતા સંવેદનશીલ ન બનવાની સલાહ આપવામાં આવે છે. ઉગ્ર દીલો કે ચર્ચાવિવાદથી બચવું. વાણી અને વર્તનમાં ઉભી થતી કોઈપણ ગેરસમજ ટાળવી. કાનૂની બાબતો અંગેનો નિર્ણય સમજી વિચારીને લેવો.
વૃશ્ચિક:ચંદ્ર આજે 29 મે, 2023 સોમવારના રોજ સિંહ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. દૃઢ મનોબળ અને આત્મવિશ્વાસથી આપ દરેક કાર્યો સફળતાથી પાર પાડશો. નોકરી ધંધાના ક્ષેત્રમાં પણ આપની બુદ્ધિ પ્રતિભાને બિરદાવવામાં આવશે. ઉપરી અધિકારીઓ તમારી કામગીરીથી ખુશ થતાં આપનું મન થોડુંક વિચારવમળમાં અટવાશે. મિત્રવર્તુળ, વિશેષ કરીને સ્ત્રી મિત્રોથી લાભ થશે. વેપારમાં આર્થિક લાભના યોગ છે.
ધન: ચંદ્ર આજે 29 મે, 2023 સોમવારના રોજ સિંહ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપનું આજનું વલણ થોડુંક ધાર્મિક રહેશે. કોઇક માંગલિક કે ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવાનું થાય. આપનું વલણ આજે ન્યાયપ્રિય રહેશે. જોખમી કહેવાય તેવા કામોથી દૂર રહેવું. ક્રોધને કાબૂમાં રાખવો. પરંતુ મધ્યાહન પછી આપનો દિવસ ખૂબ સારો સફળતાભર્યો હશે. આપના કાર્યો સરળતાપૂર્વક પાર પાડવા માંડશે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓનો પ્રોત્સાહનથી આપનો આનંદ વધશે. પદોન્નતિ થાય. ગૃહસ્થ જીવનમાં મધુરતા વ્યાપશે.
મકર: ચંદ્ર આજે 29 મે, 2023 સોમવારના રોજ સિંહ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપને આજનો દિવસ સંભાળીને ચાલવાની સલાહ છે. તંદુરસ્તીની બાબતમાં બેદરકાર નહીં રહેવું અને નિષેધાત્મક વિચારોને તમારા પર હાવિ ન થવા દો તો ઘણી બધી મુશ્કેલીઓમાંથી ઉગરી જશો. આકસ્મિક ખર્ચ માટે તૈયાર રહેજો. બપોર પછી આપ પરિસ્થિતિમાં થોડી હળવાશ અનુભવશો. એકાદ ધાર્મિક સ્થળની મુલાકાત તમારા મનને શાંતિ આપશે. સ્વભાવમાં ગુસ્સો અને ઉગ્રતા રહે પરંતુ તેના પર આપે કાબૂ રાખવો પડશે.
કુંભ: ચંદ્ર આજે 29 મે, 2023 સોમવારના રોજ સિંહ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે વિવાહિતોએ દાંપત્યજીવનમાં ખટરાગ ટાળવા માટે તમારા જીવનસાથીને વધુ સારી રીતે સમજવા પડશે. જરૂર પડ્યે તેમને સહકાર પણ આપવો પડશે. સાંસારિક પ્રશ્નો અને બાબતો અંગે આપની સક્રિયતા જેટલી વધુ હશે તેટલો ફાયદો થશે. અદાલતની કાર્યવાહીમાં સંભાળવું. જાહેર જીવનમાં વધુ પડતા યશની અપેક્ષા રાખવી નહીં. નવા કાર્યની શરૂઆત કરવાની હોય તો બીજાની સલાહ લેવી તેમજ દરેક પાસાનો વિચાર કરવો. શરીરમાં તાજગી અને સ્ફૂર્તિ ટકાવી રાખવા માટે મેડિટેશન અને યોગ કરી શકો છો. પ્રભુશક્તિ અને આધ્યાત્મિકતા આપને માનસિક શાંતિ આપશે.
મીન:ચંદ્ર આજે 29 મે, 2023 સોમવારના રોજ સિંહ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપનું મન આજે નજીવી ચિંતાઓથી ઘેરાયેલું રહેશે. મનમાં કોઈપણ બાબતે અસમંજસતા રહેવાથી પ્રફુલ્લિતા ઓછી અનુભવશો. આપના કાર્યોમાં અંતરાયો અથવા વિલંબ આવી શકે છે પરંતુ તે પાર પડશે તે ચોક્કસ છે.. સહકાર્યકરોનો સાથ સહકાર મેળવવા માટે તેમની પાસેથી તમારે મદદ માંગવી પડશે. દાંપત્યજીવનમાં મધુરતા લાવવા માટે ગુસ્સો અને અહમ છોડવો. ધંધામાં ભાગીદારીના કાર્યોમાં ચર્ચા દરમિયાન સૌમ્ય રહેવું. તમને એકાંતમાં રહેવાનું વધુ ગમશે. અદાલતના મામલાથી દૂર રહેવાની સલાહ છે.