ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Aajnu Rashifal: આજે આ રાશિના લોકોને મનમાંથી નકારાત્મક વિચારો દૂર કરવાની સલાહ છે - આજનું રાશિફળ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

Etv BharatAajnu Rashifal
Etv BharatAajnu Rashifal

By

Published : Apr 29, 2023, 3:36 AM IST

અમદાવાદ: 29 એપ્રિલ 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: ચંદ્ર આજે કર્ક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. ઘરમાં સભ્‍યો સાથે આજે વાણી અને વ્યવહારમાં સૌમ્ય રહેવાની સલાહ છે. આ ઉપરાંત દરેકની જરૂરિયાતો પૂર્ણ કરવાનો તેમજ દરેક વાત સમજવાનો જેટલો વધુ પ્રયાસ કરશો એટલી સંબંધોમાં આત્મીયતા વધશે. છાતીમાં કે અન્‍ય કોઇ વિકારથી પરેશાની હોય તેવા જાતકોએ સ્વાસ્થ્યની કાળજી લેવી. વધુ પડતા નાણાંખર્ચથી સંભાળવું. મનમાંથી નકારાત્મક વિચારો દૂર કરવા. બપોર પછી પ્રેમીજનો વચ્‍ચે મુલાકાતની શક્યતા ઘટશે. યાત્રા- પ્રવાસ ન કરવાની સલાહ આપવામાં આવે છે. બૌદ્ધિક ચર્ચાથી દૂર રહેવું.

વૃષભ:ચંદ્ર આજે કર્ક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. વર્તમાન સમયમાં આપને દરેક કાર્યમાં સફળતા મળશે. આપ પ્રતિસ્‍પર્ધીઓ પર વિજય મેળવી શકશો. પ્રિયપાત્રના સંગાથથી મનમાં આનંદ થાય. સમાજમાં માન સન્‍માન મળે, પરંતુ બપોર પછી પરિવારમાં સુલેહ માટે તમારે વધુ પ્રયાસ કરવા પડશે. આપની પ્રફુલ્લિતતા અને સ્‍ફૂર્તિ ઘટી શકે છે. સ્‍ત્રીપાત્ર સાથે કાંઇક કારણસર અબોલા લેવાય.

મિથુન:ચંદ્ર આજે કર્ક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આજે સવારના ભાગમાં આપના મનમાં ક્રોધાવેશ રહે પરંતુ તેમ સમય વિતશે તેમ તમારા આનંદ અને ઉત્સાહ બંનેમાં વધારો થશે. શારીરિક- માનસિક સ્ફૂર્તિ અને ખુશી માટે તમારે મનગમતા કાર્યોમાં ભાગ લેવો જોઈએ. વિદ્યાર્થીઓનું ધાર્યું પરિણામ મેળવવા માટે મહેનત વધારવી પડશે. મધ્‍યાહન બાદ મિત્રો, સ્‍નેહીઓ સાથેની મુલાકાતથી આપ આનંદિત થઇ જશો. આર્થિક લાભ થવાના યોગ છે. ભાઇભાંડુઓ સાથે સુમેળ વધશે. ભાગ્‍યવૃદ્ધિના પ્રસંગો બનો. કાર્યસફળતા આપનો ઉત્‍સાહ વધારશે.

કર્ક:ચંદ્ર આજે કર્ક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આપનો વર્તમાન સમય ખુશાલીમાં પસાર થાશે. આજે આપ વધારે પડતા સંવેદનશીલ બનશો. આપની શારીરિક સુખાકારી જળવાશે, વૈવાહિક જીવનમાં આનંદ રહે. સ્‍નેહી અને મિત્રો સાથેની મુલાકાત થાય પરંતુ બપોર પછી કુટુંબના સભ્‍યો સાથે ખટરાગ થતાં આપનું મન વ્‍યથિત થશે. આપની મનોવૃત્તિમાં પરિવર્તન આવે મનમાં હતાશાજનક વિચારો આવે. ક્રોધને કાબુમાં રાખવો.

સિંહ:ચંદ્ર આજે કર્ક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આજે આપે વાણી અને વર્તનમાં સંપૂર્ણ સંયમ રાખવો પડશે. સગાં- સ્‍નેહીઓ સાથે મનદુ:ખ ટાળવા માટે તેમની વાતો અને લાગણીઓને સમજવાનો વધુ પ્રયાસ કરવો અને દરેકને વધુ આદર આપવો. આવકના પ્રમાણમાં વધારે ખર્ચ થાય. ગેરસમજ હોય તો ચર્ચાથી ઉકેલજો અને આરોગ્‍ય પ્રત્‍યે બેદરકાર ના રહેતા. પરંતુ મધ્‍યાહન બાદ આપને સમય સુધરતો જણાશે. આપ નવા કાર્યોની શરૂઆત કરી શકશો. દોસ્‍તો, સ્‍નેહીઓ સાથે પ્રેમસભર મુલાકાત થાય. આપના કાર્યમાં આપને સફળતા મળશે. આર્થિક લાભ પણ મળશે.

કન્યા: ચંદ્ર આજે કર્ક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. આજના દિવસે આપને વિવિધ ક્ષેત્રોમાં લાભ મળવાની શક્યતા જણાઈ રહી છે. નોકરી વ્‍યવસાય ક્ષેત્રે પણ લાભ મળે. સહકર્મચારીઓનો પૂર્ણ સહકાર પ્રાપ્‍ત થાય. મિત્રવર્ગ પાછળ ખર્ચ થાય અને તેમનાથી લાભ પણ મળે. પ્રવાસ પર્યટન થાય. પરંતુ મધ્‍યાહન બાદ આપનું મન અનિશ્ચિતતામાં અટવાયેલું રહેશે. સગાસંબંધીઓ સાથે અણબનાવનો પ્રસંગ ઊભો થાય. ક્રોધાવેશમાં કોઇ સાથે ઉગ્ર બોલાચાલી ન થાય તે સંભાળવું. આરોગ્‍ય થોડું નરમગરમ રહે. આવકના પ્રમાણમાં વધુ ધનખર્ચ થાય.

તુલા:ચંદ્ર આજે કર્ક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. વર્તમાન સમયમાં નોકરી અને વ્‍યવસાયમાં લાભ થવાની શક્યતા છે. ઉપરી અધિકારીઓ તરફથી આપને પ્રોત્‍સાહન મળે. હોદ્દામાં બઢતીના યોગ છે. માનમોભાની વૃદ્ધિ થાય. આવક વધે. પ્રિયપાત્ર અને મિત્રો સાથે મુલાકાત થાય. મનોહર પર્યટન સ્‍થળની મુલાકાત થાય. તન અને મનનું આરોગ્‍ય સારું રહે. ઉત્તમ લગ્‍નસુખની પ્રાપ્તિ થાય. યુવક- યુવતીઓના લગ્‍નનો યોગ સંભવિત બને.

વૃશ્ચિક: ચંદ્ર આજે કર્ક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. આજનો દિવસ એકંદરે આપના માટે શુભ છે. ધાર્મિક કાર્યો અને દેવદર્શનના લાભ મળશે. કોઇ યાત્રા કે ધાર્મિક સ્‍થળની મુલાકાત પણ સંભવિત છે. વિદેશગમન માટે અનુકૂળ સંજોગો ઉભા થાય. નોકરીમાં ઉપરી અધિકારીઓ આપના કામથી ખુશ રહેશે. પરિવારના સભ્‍યો સાથે નિખાલસ પણે ચર્ચા વિચારણા થશે. સરકાર લાભ મળે. માનમોભો ધનપ્રતિષ્‍ઠામાં વૃદ્ધિ થાય. પરિવારમાં સુમેળભર્યું વાતાવરણ રહે. માન- મોભો ધનપ્રતિષ્‍ઠામાં વધારે થાય.

ધન: ચંદ્ર આજે કર્ક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આપને કોઇપણ નવાકાર્યનો પ્રારંભ આજે ન કરવાની સલાહ છે કારણ કે તમારું મન વૈચારિક ગડમથલમાં રહેવાની શક્યતા છે. જો કોઈ બાબતે અગાઉથી મનમાં ગુસ્‍સા હોય અથવા કોઈના માટે પૂર્વગ્રહ હોય તો આજના દિવસે તમે ચર્ચા દ્વારા તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરજો. પરિવારના સભ્‍યો સાથે વધુ પડતા વાદવિવાદમાં ન ઉતરવુ. પરંતુ મધ્‍યાહન બાદ આપની શારીરિક અને માનસિક હાલતમાં સુધારો થશે. પરિવારમાં પણ તંગ પરિસ્થિતિ હળવી બનશે. મિત્રોની મુલાકાતથી આનંદ થાય. ધાર્મિક સ્‍થળનો પ્રવાસ થાય અને ભાગ્‍યવૃદ્ધિમાં પ્રસંગો સર્જાય. ઇશ્વરનું નામ સ્‍મરણ અને આધ્યાત્મિકતા આપના મનને વધુ શાંતિ આપશે.

મકર:ચંદ્ર આજે કર્ક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. આપનો વર્તમાન દિવસ મિત્રો અને સ્‍વજનો સાથે ખૂબ આનંદથી પસાર થશે. એશ આરામ અને મનોરંજનને લગતી પ્રવૃત્તિઓનો ભરપૂર આનંદ માણી શકશો. ભાગીદારીમાં ફાયદો થાય. યાદગાર મુસાફરી થાય. વેપાર- ધંધાના ક્ષેત્રે લાભ થાય. પરંતુ મધ્‍યાહન બાદ આપને થોડી પ્રતિકૂળતાઓ વર્તાશે. શારીરિક અને માનસિક રીતે આપ અસ્‍વસ્‍થ થઇ જશો. નિષેધાત્‍મક વિચારો આપના દિમાગ પર છવાઇ જતાં આપ બેચેની બનશો. કુટુંબમાં વિખવાદ થાય.

કુંભ:ચંદ્ર આજે કર્ક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. આજનો સમગ્ર દિવસ આપના માટે શુભફળદાયક નીવડશે. ઓફિસમાં નોકરિયાતો માટે અનુકૂળ વાતાવરણ રહેશે. શારીરિક- માનસિક રીતે પણ સંપૂર્ણપણે સ્‍વસ્‍થ હશો. વિજાતીય વ્‍યક્તિઓથી મિલન- મુલાકાત થાય. પ્રિયપાત્ર સાથે પ્રણય- રોમાન્સમાં સફળતા મળે. આપનો સમગ્ર દિવસ મનોરંજનની પ્રવૃત્તિમાં પસાર થશે. મોજશોખ અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં આપનો સમય પસાર થશે. ઉત્તમ દાંપત્ય સુખની પ્રાપ્તિ થાય.

મીન: ચંદ્ર આજે કર્ક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. આજે સવારના સમયમાં માનસિક અશાંતિ અને ઉદ્વેગ આપના મન પર છવાયેલા રહેશે. સ્વાસ્થ્યની પણ થોડી કાળજી લેવી પડશે. પરંતુ બપોર પછી ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાશે. કાર્યમાં યશકીર્તિ મળે. પરિવારજનો સાતે આરામથી સમય પસાર કરો. નોકરિયાત વર્ગને નોકરીમાં લાભ થશે. નોકરીર્ગથી લાભ થાય.

ABOUT THE AUTHOR

...view details