અમદાવાદ:28 જુલાઈ 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ:ચંદ્ર આજે 28 જુલાઇ, 2023 શુક્રવારના રોજ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપ સાંસારિક બાબતોને એક બાજુ રાખીને આધ્યાત્મિક બાબતોમાં રત રહેશો. ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ તેમ જ મનન- ચિંતન આપના મનને હળવું કરશે. આધ્યાત્મિક ક્ષેત્રે આગળ વધવા માટે સમય ઘણો સારો છે. આપે આપની વાણી પર સંયમ રાખવો પડશે. આપના વિરોધીઓ આપનું કશું જ નહી બગાડી શકે. નવા કામનો આરંભ કરવા સમય ઉચિત નથી.
વૃષભ: ચંદ્ર આજે 28 જુલાઇ, 2023 શુક્રવારના રોજ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપ પરિવારજનો સાથે તેમજ દાંપત્યજીવનમાં સુખશાંતિનો અનુભવ કરી શકશો. નિકટના સ્વજનો તેમજ મિત્રો સાથે આપ સ્વાદિષ્ટ ભોજન માણશો. નાના પ્રવાસની યોજના બની શકે. આપનું આરોગ્ય સારું રહેશે. આર્થિક લાભ થશે. વિદેશમાં કે દૂર રહેતા સંબંધીઓ તરફથી સમાચાર મળતા આનંદ અનુભવશો. ભાગીદારીથી ફાયદો થાય તેમ જ આપની પ્રતિષ્ઠામાં વધારો થાય.
મિથુન:ચંદ્ર આજે 28 જુલાઇ, 2023 શુક્રવારના રોજ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપના વિલંબમાં પડેલા કામ પૂરા થઇ શકશે, અને સફળતા તેમ જ પ્રતિષ્ઠા મળશે. ઘરમાં સુખશાંતિ અને આનંદ આપને માનસિક રીતે પ્રફુલ્લિત રાખશે. તંદુરસ્તી સારી રહેશે. નાણાંકીય લાભ થશે. ઓફિસમાં સંઘર્ષ કે મનદુઃખના પ્રસંગો બની શકે તેથી સાવચેત રહેવું જરૂરી છે.
કર્ક: ચંદ્ર આજે 28 જુલાઇ, 2023 શુક્રવારના રોજ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપનો દિવસ થોડી ચિંતા અને અજંપાવાળો રહેશે. શારીરિક બાબતોમાં પણ ધ્યાન આપવાની સલાહ છે. નવા કાર્યના પ્રારંભ માટે દિવસ અનુકૂળ નથી. અચાનક વધારે પ્રમાણમાં ખર્ચ થઇ શકે. પ્રિયપાત્ર સાથે ખટરાગ કે વિવાદ ટાળવા માટે વાણી અને વર્તનમાં પારદર્શકતા અને સ્પષ્ટતા રાખવી. આપનો રંગીન મિજાજ આપના માટે મુશ્કેલીનું કારણ ના બને તે માટે સભાન રહેવું પડશે. આજે પ્રવાસમાં કોઇ તકલીફ આવી શકે છે તેથી તેને મુલતવી રાખવાની સલાહ આપવામાં આવે છે.
સિંહ:ચંદ્ર આજે 28 જુલાઇ, 2023 શુક્રવારના રોજ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપને થોડો શારીરિક માનસિક ઉચાટ અનુભવાશે તેમ જ કુટુંબીજનો સાથે પણ વર્તન અને વાણીમાં સૌમ્ય રહેવાનું પડશે. માતા પ્રત્યે વધુ લાગણીશીલ બનશો. આજનો દિવસ જમીન, વાહન કે મકાનની ખરીદી તેમ જ તેના દસ્તાવેજ માટે યોગ્ય નથી. ખોટા અને નકારાત્મક વિચારોને મનમાંથી દૂર કરશો તો ઘણી સમસ્યાથી બચી શકશો. પાણીથી સાચવવું પડે. નોકરીમાં સ્ત્રીઓ સાથે કોઈપણ કામકાજ વખતે સાવચેત રહેવું.
કન્યા: ચંદ્ર આજે 28 જુલાઇ, 2023 શુક્રવારના રોજ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપ વિચાર્યા વગર કોઇ સાહસમાં ઝંપલાવશો નહીં. આપ લાગણીના સંબંધો બાંધી શકશો. સહોદરો સાથે સારા સંબંધ જળવાશે. મિત્રો અને સ્નેહીજનોને મળવાનું થાય. ગૂઢ અને રહસ્યમય વિદ્યામાં આપનો રસ વધશે તેમ જ તેમાં આગળ વધી શકશો. વિરોધીઓ સામે સારી રીતે ટક્કર લઇ શકશો.
તુલા:ચંદ્ર આજે 28 જુલાઇ, 2023 શુક્રવારના રોજ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપનું મન કકારાત્મક વિચારોમાં પરોવાય તેનો તમારે મહત્તમ પ્રયાસ કરવો પડશે. ક્રોધ છોડીને વાણી અને વર્તનમાં બીજાને સહકાર અને આદર આપવાની ભાવના કેળવશો તો તમારા સંબંધો ખીલી ઉઠશે. જો સહકારની ભાવના નહીં હોય તો પરિવારના સભ્યો પણ તમારાથી નારાજ થઈ જશે. ખોટો ખર્ચ ટાળવાનો પ્રયાસ કરવો. તબિયતની કાળજી લેવાની સલાહ છે. ખોટા કામથી પોતાની જાતને દૂર રાખજો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મહેનત વધારવાની સલાહ છે.
વૃશ્ચિક:ચંદ્ર આજે 28 જુલાઇ, 2023 શુક્રવારના રોજ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજનો દિવસ આપના માટે ઘણો સારો છે. આપનું શરીર અને મન પ્રફુલ્લિત રહેશે. પરિવારજનો સાથે સુખની પળો માણી શકશો. મિત્રો અને સ્નેહીજનો પાસેથી ભેટ સોગાદ મેળવી શકશો. પ્રિયજનને મળીને આનંદ માણી શકશો. શુભ પ્રસંગમાં હાજરી આપવાનું થાય. આર્થિક ફાયદો કે પ્રવાસ થવાની પણ શક્યતા છે. લગ્નજીવનમાં પણ આનંદ મેળવી શકશો.
ધન:ચંદ્ર આજે 28 જુલાઇ, 2023 શુક્રવારના રોજ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે ગુસ્સાને અંકુશમાં રાખવો પડશે અને આપના પરિવારજનો તેમ જ અન્ય લોકો સાથેના સંબંધો સાચવવા પડશે. આપના બેફામ વાણી અને વર્તન ઝઘડાનું મૂળ બની શકે છે માટે વાણીમાં સ્પષ્ટતા અને નરમાશ રાખવી અથવા મૌન રહેવું. આકસ્મિક ઈજાથી બચીને રહેવું. માંદગી પાછળ ધનખર્ચ થાય. અદાલતી કામકાજમાં સાવચેતીભર્યું પગલું લેવાની સલાહ છે. નકામા કાર્યો પાછળ આપની શક્તિ વેડફાય નહીં તે ધ્યાન રાખવું.
મકર: ચંદ્ર આજે 28 જુલાઇ, 2023 શુક્રવારના રોજ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજનો આપનો દિવસ દરેક રીતે લાભદાયી છે. આપ મિત્રો અને સ્નેહીઓને મળીને આનંદ અનુભવશો. પ્રિયજનને મળીને રોમાંચ અનુભવશો. થોડા પ્રયત્ને લગ્નોત્સુક જાતકોના લગ્ન થઇ શકે છે. નોકરી તેમ જ ધંધામાં આવક વધશે. લગ્નજીવન માણી શકશો. નવી વસ્તુની ખરીદી થઇ શકશે.
કુંભ:ચંદ્ર આજે 28 જુલાઇ, 2023 શુક્રવારના રોજ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. દરેક કામ આપ સરળ રીતે અને સફળતાપૂર્વક પાર પાડી શકશો. વેપાર કે નોકરીમાં પણ પ્રગતિ સાધી શકશો. સરકારી કામકાજ કોઇ વિઘ્ન વગર સંપન્ન થશે. ઉપરી અધિકારીઓ તરફથી મદદ મળી રહેશે. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. મન હળવું થશે. આર્થિક રીતે પ્રગતિ થઇ શકે. આપનું લગ્નજીવન સુખરૂપ રહેશે તેમ જ લોકોમાં આપના પ્રતિ આદરભાવ વધશે.
મીન: ચંદ્ર આજે 28 જુલાઇ, 2023 શુક્રવારના રોજ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપ આંશિક અસ્વસ્થતાનો અનુભવ કરશો. શરીરમાં સ્ફુર્તિનો અભાવ વર્તાય તો કામનું ભારણ લેવાના બદલે વિરામ લેજો. તેનાથી પુનરુર્જિત થશો અને આપ્તજનો સાથે સમય વિતાવીને સંબંધોમાં પણ ઘનિષ્ઠતા લાવી શકશો. કોઇ કામમાં વિલંબ થાય તો પણ પ્રયાસો છોડવા નહીં. નસીબના ભરોસે વધુ પડતું બેસી રહેવાનું આપને મોંઘું પડશે. આજે ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે તમારું વર્તન સૌમ્ય રહેવું જોઈએ. સંતાનો સંબંધિત કામકાજોમાં સમય આપવો પડશે.