ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Aajnu Rashifal: આજે આ રાશિના લોકોએ જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવાની સલાહ છે - આજનું રાશીફળ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

Etv BharatAajnu Rashifal
Etv BharatAajnu Rashifal

By

Published : Jul 26, 2023, 3:52 AM IST

અમદાવાદ:26 જુલાઈ 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ:ચંદ્ર 26 જુલાઇ, 2023 બુધવારના દિવસે તુલા રાશિમાં છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર રહેશે. દાંપત્યજીવનમાં મધુરતાનો અનુભવ કરશો. બહાર ફરવા જવાનું અને સુરૂચિપૂર્ણ ભોજન લેવાના સંજોગો ઊભા થાય.આયાત-નિકાસ કરતા વેપારીઓ સારો ફાયદો મેળવી શકશે. જે વસ્તુ ખોવાઇ ગઇ હોય તે પાછી મળવાના યોગ છે. પ્રિયજન સાથે સુખદ પળો માણી શકશો. નાણાંકીય લાભ કે વાહનસુખ મળવાની તેમ જ પ્રવાસ થવાની શક્યતા પણ છે. આપે વિવાદોથી દૂર રહેવું જોઇએ.

વૃષભ: ચંદ્ર 26 જુલાઇ, 2023 બુધવારના દિવસે તુલા રાશિમાં છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. આપનો આજનો દિવસ શુભ ફળ આપનારો બની રહેશે. આપ નક્કી કરેલા કામમાં સફળતા મેળવી શકશો. આપના અધુરા કાર્યો પૂરા થશે. શારિરીક માનસિક સ્વસ્થતામાં વધારો થશે. મોસાળથી સારા સમાચાર મેળવી શકશો. ખરાબ તબિયતમાં સુધારો થશો. નોકરીમાં લાભ થઇ શકશે. નોકરીમાં સહકાર્યકરો તરફથી મદદ મેળવી શકશો.

મિથુન:ચંદ્ર 26 જુલાઇ, 2023 બુધવારના દિવસે તુલા રાશિમાં છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપને સંતાનો અને જીવનસાથીના સ્વાસ્થ્યની આજે વધુ કાળજી લેવાની સલાહ છે. બીજાના વિવાદ કે ચર્ચામાં પડશો નહીં. સ્ત્રી મિત્રો ખર્ચ કરાવે. તેમની સાથે આર્થિક વ્યવહારમાં વધુ પડતો આંધળો વિશ્વાસ મુકવો નહીં. આપની પ્રતિષ્ઠા સામે પ્રશ્ન થાય તેવા કાર્યોથી અંતર રાખવું. પેટમાં પીડા કે તકલીફ થઇ શકે છે. હમણાં કોઇ નવી શરૂઆત કે પ્રવાસ ન કરશો.

કર્ક:ચંદ્ર 26 જુલાઇ, 2023 બુધવારના દિવસે તુલા રાશિમાં છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર રહેશે. શરીર અને મનમાં અજંપો દૂર રાખવા માટે આજ રોજિંદા કાર્યોથી દૂર રહીને મોજશોખની પ્રવૃત્તિઓમાં ધ્યાન આપવાની સલાહ છે. છાતીમાં પીડા કે તકલીફ હોય તેમણે વધુ કાળજી લેવી. કુટુંબમાં લોકો વચ્ચે મતભેદ ટાળવા માટે હઠાગ્રહ છોડવાની સલાહ છે. સમાજમાં આપને બહુ મોટુ માન-સન્માન મળે તેવી શક્યતા આજે ઓછી છે. સમયસર ભોજન અને પુરતી ઊંઘ લેવાની સલાહ છે. ખર્ચમાં વધારો થાય તેવી શક્યતા હોવાથી આર્થિક તૈયારી અગાઉથી રાખવી.

સિંહ: ચંદ્ર 26 જુલાઇ, 2023 બુધવારના દિવસે તુલા રાશિમાં છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર રહેશે. આપને કામમાં સફળતા અને પ્રતિસ્પર્ધીઓ પર વિજય મળવાને કારણે આપના ઉત્સાહ અને ઉમંગમાં વધારો થશે. સહોદરો સાથે મળીને આપ ઘર અંગેની કોઇ યોજનાઓ બનાવશો. મિત્રો અને સ્વજનો સાથે પ્રવાસ થઇ શકશે. સ્વાસ્થ્ય સારું રહેશે. નાણાંકીય ફાયદો મેળવી શકશો. પ્રિયજનને મળીને આનંદની લાગણી અનુભવશો. એકાગ્રતા સાથે નવા કામની શરૂઆત કરી શકશો. આપનું ભાગ્ય વધુ બળવાન થવાના યોગ છે.

કન્યા:ચંદ્ર 26 જુલાઇ, 2023 બુધવારના દિવસે તુલા રાશિમાં છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપના ઘરમાં સુખશાંતિ રહેશે. આપની મીઠી વાણી અને ન્યાયપ્રિય વલણને કારણે આપને લોકો વધુ ચાહશે. નાણાંકીય લાભ થઇ શકે છે. મીઠાઇ અને સ્વાદિષ્ટ ભોજન માણશો. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. મોજશોખમાં ખર્ચ થઇ શકે છે. ખોટી પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ છે.

તુલા:ચંદ્ર 26 જુલાઇ, 2023 બુધવારના દિવસે તુલા રાશિમાં છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર રહેશે. આપની કુશળતાને બહાર લાવવાની જે સુવર્ણ તક આપને મળી છે તેને સરી જવા દેશો નહીં. આપની કલાત્મકતા અને રચનાત્મકતા વધુ ખીલશે. શરીર અને મન વધુ તાજગી અનુભવશે, આપ મિત્રો અને કુટુંબીજનો સાથે મનોરંજન માણી શકશો. આપને નાણાંકીય લાભ મળશે. સ્વાદિષ્ટ ભોજન, નવાં વસ્ત્રપરિધાન અને વાહનનું સુખ મળશે, પ્રિયજન સાથે મુલાકાત થશે તેમજ કામમાં સફળતા મેળવી શખશો. દાંપત્યજીવનમાં પણ શાંતિ અને સુમેળ જળવાઇ રહેશે.

વૃશ્ચિક:ચંદ્ર 26 જુલાઇ, 2023 બુધવારના દિવસે તુલા રાશિમાં છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપ વિદેશમાં વસતા મિત્રો અને સ્વજનો તરફથી સારા સમાચાર મેળવી શકશો. આપને નાણાંકીય ખર્ચ ભોગવવો પડે પણ તે મનોરંજન માટે હશે. આપના જીવનસાથી સાથેનો સંબંધ વધુ ગાઢ બનશે. કાનૂની બાબતોમાં સાચવવું પડશે. ઓફિસમાં સ્ત્રીઓથી ફાયદો થઇ શકે.

ધન:ચંદ્ર 26 જુલાઇ, 2023 બુધવારના દિવસે તુલા રાશિમાં છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર રહેશે. આજનો દિવસ આપના માટે લાભદાયી હોવાનું જણાઈ રહ્યું છે. ગૃહસ્‍થ જીવનમાં સુખ શાંતિ રહેશે. પ્રિયપાત્ર સાથેનું મિલન યાદગાર રહેશે. પ્રેમની સુખદ ક્ષણો માણી શકશો. આવકના સ્‍ત્રોત વધશે. ઉપરી અધિકારીઓ અને વડીલોની મહેરબાની રહેશે. મિત્રો સાથે સુંદર પર્યટનનું આયોજન થાય. ઉત્તમ ભોજનની પ્રાપ્તિથી સંતુષ્‍ટ થશો.

મકર: ચંદ્ર 26 જુલાઇ, 2023 બુધવારના દિવસે તુલા રાશિમાં છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર રહેશે. વેપાર ધંધાના ક્ષેત્રે લાભ થવાનો સંકેત મળી રહ્યો છે. ઉઘરાણી , પ્રવાસ, આવક વગેરે માટે શુભ દિવસ છે. સરકારી કાર્યોમાં સફળતા મળે કે નોકરીમાં ઉપરી અધિકારીઓ દ્વારા આપના કામની પ્રશંસા થાય. બઢતીના યોગની સંભાવના વધે. પિતાથી લાભ સંતાનોના અભ્‍યાસ અંગે સંતોષની લાગણી અનુભવાશે. પ્રતિષ્ઠામાં વધારો થાય.

કુંભ:ચંદ્ર 26 જુલાઇ, 2023 બુધવારના દિવસે તુલા રાશિમાં છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપને તંદુરસ્તી સાચવવાની સલાહ છે. જોકે, માનસિક સ્થિતિ સારી રહેશે. સ્ફૂર્તિ જાળવી રાખવા માટે પૌષ્ટિક આહાર અને પુરતો આરામ કરવો જરૂરી છે. ઓફિસમાં ઉપરી અધિકારીઓ સાથે વર્તનમાં થોડુ સાચવવું. વિરોધીઓ સાથે દલીલો ટાળવી હિતાવહ છે. મોજશોખની પ્રવૃત્તિઓમાં ખર્ચ વધશે. પ્રવાસ થઇ શકે. વિદેશ જવાનું થાય અને વિદેશથી સારા સમાચાર મેળવી શકશો. સંતાનોને લગતા કાર્યોમાં વધુ વ્યસ્ત રહો.

મીન:ચંદ્ર 26 જુલાઇ, 2023 બુધવારના દિવસે તુલા રાશિમાં છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. આપને અચાનક આર્થિક લાભ થવાના યોગ સર્જાશે. વેપારીઓ પોતાના રોકાયેલા નાણાં પરત મેળવી શકશે. અત્યારે આપના શરીર અને મન પાસેથી વધુ કામ લેવું પડશે. આપે સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી પડશે. ખર્ચમાં વધારો થાય. આપની ખોટી વૃત્તિઓ સમસ્યાઓમાં વધારો કરી શકે છે માટે તેનાથી બચીને રહેવું. આધ્યાત્મિક બાબતો આપને ખોટા માર્ગથી દૂર રાખશે.

ABOUT THE AUTHOR

...view details