ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Aajnu Rashifal: આજે આ રાશિના લોકોને તબિયતની ખાસ કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે - 24 જુલાઈ 2023નું રાશીફળ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

Aajnu Rashifal
Aajnu Rashifal

By

Published : Jul 24, 2023, 5:41 AM IST

અમદાવાદ:24 જુલાઈ 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: 24 જુલાઇ, 2023 સોમવારના રોજ કન્યા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ આર્થિક અને વ્‍યાવસાયિક રીતે લાભદાયી નીવડશે. આજે ધનલાભની સાથે સાથે આપ લાંબાગાળાનું નાણાંકીય આયોજન પણ કરી શકો છો. જો આપ બિઝનેસ સાથે જોડાયેલા હશો તો તે અંગેનું આયોજન પણ શક્ય બનશે. આજે આપ શરીર અને મનથી તાજગીનો અનુભવ કરશો. આપનો આજનો દિવસ મિત્રો- સ્‍વજનો સાથે આનંદમાં પસાર થાય. નાનકડો પ્રવાસ પણ સંભવી શકે. આજે કોઇ ધાર્મિક કે પુણ્યનું કાર્ય કરો. એકંદરે શુભ દિવસ છે.

વૃષભ:24 જુલાઇ, 2023 સોમવારના રોજ કન્યા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. આપ આજે મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મેળવી શકશો છતાં આપ દૃઢતાપૂર્વક આપનું કામ આગળ વધારશો. આપ આપના વર્તન અને વાણી દ્વારા લોકોને પ્રભાવિત કરી શકશો અને તેમના તરફથી લાભ મેળવી શકશો. આપની સૌમ્ય વાણીને કારણે આપ નવા સંબંધો બાંધી શકશો. આજે કલા અને સાહિત્યક્ષેત્રે રસ દાખવશો. અભ્યાસમા આગળ વધવા માટે પણ સમય સારો છે. બહારનું ખાશો નહીં, તેના કારણે પેટની તકલીફ થઇ શકે છે.

મિથુન: 24 જુલાઇ, 2023 સોમવારના રોજ કન્યા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. વધુ પડતી લાગણીશીલતા આપના મનને અજંપાથી ભરી દેશે. આપે પાણી અને સ્ત્રીઓથી બચીને રહેવુ પડશે. માતા બાબતે આજે તમે વધુ સંવેદનશીલ રહો. પરિવાર કે જમીન મિલકતને લગતા પ્રશ્નો હાથ પર લેવા માટે સમય યોગ્ય નથી. આપની પૂરતી ઊંઘ ન મળતા આપનું શરીર અને મન અસ્વસ્થતા અનુભવે. કામના ભારણના પ્રમાણમાં ભોજન અને આરામ પર ધ્યાન આપવું.

કર્ક:24 જુલાઇ, 2023 સોમવારના રોજ કન્યા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ શુભ નીવડશે. નવા કાર્યો શરૂ કરવા માટે શુભ દિવસ છે. મિત્રો અને સ્‍વજનો સાથે મુલાકાત થાય. સહોદરથી સુખ અને આનંદની પ્રાપ્તિ થાય. પર્યટન માટે મિત્રો અને સગાંસ્‍નેહીઓ સાથે આપ બહાર જાઓ. ચિત્તમાં પ્રસન્‍નતા છવાયેલી રહેશે. આજે કરેલા દરેક કાર્યમાં આપને સફળતા મળશે. નોકરી- ધંધામાં પ્રતિસ્પર્ધીઓ પર વિજય મેળવી શકશો. આર્થિક લાભ થવાના યોગ છે. સમાજમાં માન- પ્રતિષ્ઠા વધે.

સિંહ: 24 જુલાઇ, 2023 સોમવારના રોજ કન્યા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ મધ્યમ ફળદાયક રહેશે. આજનો દિવસ આર્થિક લાભાલાભનો કહી શકાય. આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે રહેશે. દૂર દૂરના લોકો સાથેના સંદેશા વ્‍યવહારથી ફાયદો થાય. આજે કુટુંબીજનોનો સારો સાથ સહકાર મળી રહેશે. સ્‍ત્રી મિત્રો પણ તમારી મદદે આવશે. આંખ કે દાંતની તકલીફોથી રાહત મળે. ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થાય. આજે આપ વાણીના માધુર્યથી કોઇનું મન જીતી શકો. ધાર્યા કામોમાં સફળતા મળવાની શક્યતાઓ ઓછી છે.

કન્યા:24 જુલાઇ, 2023 સોમવારના રોજ કન્યા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આજે આપનો દિવસ મધ્‍યમ ફળ આપનારો રહેશે. આજે આપની વૈચારિક સમૃદ્ધિ વધશે. લાભ અને સુમેળભર્યા સંબંધો આપ વાણીના ઉપયોગથી બનાવી શકશો. વ્‍યાવસાયિક રીતે લાભદાયી દિવસ નીવડે. આપનું સ્‍વાસ્‍થ્‍ય સારું રહે. મન પ્રસન્‍ન રહે. આર્થિક લાભ મેળવી શકો. સુખ આનંદની પ્રાપ્તિ થાય. શુભ સમાચાર મળે. આનંદદાયી પર્યટન થાય. સારું દાંપત્યસુખ મળે.

તુલા: 24 જુલાઇ, 2023 સોમવારના રોજ કન્યા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આજના દિવસે આપને તબિયતની ખાસ કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે. સહેજ પણ અસંયમિત કે અવિચારી વલણ આપને તકલીફમાં મૂકી શકે છે. તેથી તે બાબતે ધ્યાન રાખવું. અકસ્‍માતથી સાવધાન રહેવું. આવક કરતાં ખર્ચનું પ્રમાણ આજે વઘારે રહે. વ્‍યાવસાયિક વ્‍યક્તિઓ સાથે ઉગ્ર બોલાચાલી થવાની શક્યતા હોવાથી વાણી પર સંયમ દાખવવો જરૂરી છે. બીજી વ્યક્તિના ઝગડા કે ટંટાફિસાદમાં ન પડવું. કોર્ટકચેરીના કાર્યો સંભાળપૂર્વક કરવા. સગાસંબંધી સાથે અણબનાવ થવાના યોગ છે. આઘ્‍યાત્મિક વલણ મદદરૂપ થશે.

વૃશ્ચિક: 24 જુલાઇ, 2023 સોમવારના રોજ કન્યા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ લાભકારી નીવડશે. નોકરી- ધંધા વ્‍યવસાયમાં આપને લાભની પ્રાપ્તિ થાય. મિત્રો સાથે મિલન મુલાકાત અને પર્યટન પર જવાનું થશે. લગ્‍નોત્‍સુક યુવક- યુવતીઓને યોગ્‍ય પાત્ર મળે. પુત્ર અને પત્‍નીથી લાભ થાય. વિશેષ કરીને સ્‍ત્રી મિત્રો આજે લાભકારી નીવડે. પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા સ્‍થળે પર્યટનનું આયોજન કરો. ભેટસોગાદો મળવાથી લાભ થાય. ઉપરી અમલદારો ખુશ રહે. આજે સાંસારિક જીવનમાં આનંદનો અનુભવ કરો.

ધન:24 જુલાઇ, 2023 સોમવારના રોજ કન્યા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. આજનો દિવસ આપના માટે શુભ હોવાનું જણાઈ રહ્યું છે. આજે આપ આર્થિક બાબતોનું આયોજન સારી રીતે કરી શકો. આજે આપ અન્‍ય લોકોને મદદરૂપ થવાનો પ્રયત્‍ન કરો. આજે દરેક કાર્ય સફળતાથી પૂર્ણ થાય. બિઝનેસ અંગેનું આયોજન થાય. આનંદપ્રમોદ સાથે દિવસ પસાર થાય. વેપાર અર્થે પ્રવાસની સંભાવના છે. વિચારોમાં વધુ દૃઢતા સાથે ઉપરી અધિકારીઓથી લાભ થાય. હોદ્દામાં બઢતી મળે. માન- સન્‍માન મળે. ગૃહસ્‍થજીવનમાં આનંદ રહે. પિતા અને વડીલવર્ગ તરફથી લાભ થાય.

મકર: 24 જુલાઇ, 2023 સોમવારના રોજ કન્યા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ મધ્‍યમ ફળદાયી નીવડશે, પરંતુ બૌદ્ધિક કાર્યો કરવા માટે આજે શુભ દિવસ છે. આજે લેખન પ્રવૃત્તિ કે સાહિત્યિકને લગતી કોઇપણ પ્રવૃત્તિ સારી રીતે કરી શકશો. આ અંગે આપ આયોજન પણ ઘડી શકો. સરકારી કાર્યોમાં પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવો પડે. શરીરમાં થોડો થાક અને કંટાળો રહે. મનની પરિસ્થિતિ ચિંતાગ્રસ્‍ત રહો.

કુંભ: 24 જુલાઇ, 2023 સોમવારના રોજ કન્યા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. વધુ પડતા વિચારોથી આજે માનસિક થાક અનુભવશો. બિનજરૂરી વિચારોના બોજથી દૂર રહેવું. ક્રોધની લાગણી અંકુશમાં રાખવી. કાયદા વિરોધી અથવા પ્રતિષ્ઠા ખંડિત થાય તેવા કાર્યો અને નકારાત્‍મક વિચારોથી વેગળા રહેવું. વાણી પર સંયમ રાખશો એટલું અસરકારક કમ્યુનિકેશન કરી શકશો. પરિવારમાં કોઈની સાથે વિવાદ ટાળવાની સલાહ છે. નાણાંભીડથી બચવા આર્થિક મોરચે પૂર્વાયોજન કરવું. ઇશ્વરનું નામ અને આધ્યાત્મિક વિચારો આપના મનને હળવું બનાવશે.

મીન: 24 જુલાઇ, 2023 સોમવારના રોજ કન્યા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. દૈનિક કાર્યોમાંથી બહાર આવી આજે આપ હરવા ફરવા અને મનોરંજન પાછળ આપનો સમય વીતાવશો. સ્‍વજનો તથા મિત્રવર્તુળ સાથે પિકનિક પર જવાનું આયોજન થશે. સિનેમા, નાટક કે બહાર જમવા- જવાનો કાર્યક્રમ આપને આનંદિત કરશે. કલાકાર કસબીઓને પોતાનો હુન્‍નર પ્રદર્શિત કરવાની તક મળશે. વ્‍યવસાયમાં ભાગીદારી માટે શુભ સમય છે. દાંપત્‍યજીવનમાં વધારે નિકટતા માણી શકાય. જાહેર જીવનમાં માનસન્‍માન મળે.

ABOUT THE AUTHOR

...view details