ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Daily Horoscope: આજે મીન રાશિના લોકોને નવા કાર્યની શરૂઆત માટે શુભ દિવસ છે - HOROSCOPE FOR THE DAY 23 MARCH 2023

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો 23 માર્ચ 2023ના દિવસનું આજનું રાશિફળ.

Etv BharatDaily Horoscope
Etv BharatDaily Horoscope

By

Published : Mar 23, 2023, 4:04 AM IST

અમદાવાદ : 23 માર્ચ 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કેકઈ રાશિના જાતકોને માટે આજનો દિવસ શું સારું રહેશે. બધી 12 રાશિઓના જાતકોને કાર્યક્ષેત્રમાં દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યાં હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષઃચંદ્રનું ભ્રમણ આજે મીન રાશિમાં છે જે આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આજે આપના મનની એકાગ્રતા વધારવા માટે મેડિટેશન કરવાની સલાહ છે. વધુ પડતા વિચારો કરવાનું ટાળીને ઈશ્વર સ્મરણ કરવાથી બેચેની દૂર કરી શકશો. રોકાણકારોએ મૂડી રોકાણ કરતા પહેલા ધ્‍યાન રાખવું પડશે. ટૂંકાગાળાના લાભ જતા કરવા સલાહ આપવામાં આવે છે. મહત્‍વના દસ્‍તાવેજો પર સહી-સિક્કા કરતાં ધ્‍યાન રાખવું. બપોર પછી નવા કાર્યોનો પ્રારંભ કરી શકો છો. પરિવારનું વાતાવરણ સુધરશે. ધાર્મિક કાર્યો કે પ્રસંગો થાય. વધુ પડતા ખર્ચને અંકુશમાં રાખવો પડશે. મિત્રવર્તુળ સાથે સુરૂચિપૂર્ણ ભોજનનો આનંદ ઉઠાવશો.

વૃષભઃ ચંદ્રનું ભ્રમણ આજે મીન રાશિમાં છે જે આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આજે આપને ઘરમાંથી તેમજ સંતાનો તરફથી શુભ સમાચાર મળે. જૂના મિત્રો સાથે આનંદદાયક મુલાકાત થાય. ઉપરાંત તમારા મિત્રવર્તુળમાં નવા મિત્રોનો ઉમેરો થાય. જે ભવિષ્‍યમાં તમને લાભદાયી નીવડશે. વ્‍યાવસાયિક અને આર્થિક લાભ થાય. મધ્‍યાહન બાદ સાવચેતીપૂર્વક ચાલવું પડશે. ખાસ કરીને તંદુરસ્તી પ્રત્યે વધુ સજાગ બનવું પડશે. રોકાણકારો મૂડીરોકાણ કરવામાં સાવધાની રાખવી. ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. કોર્ટકચેરીના મામલામાં સંભાળીને કામ લેવું.

મિથુનઃ ચંદ્રનું ભ્રમણ આજે મીન રાશિમાં છે જે આપની રાશિથી દશમ ભાવમાં છે. વેપારી વર્ગ માટે આજનો દિવસ સારો હોવાનું જણાઈ રહ્યું છે. વેપારીઓને વેપારમાં વૃદ્ધિ થવાની સાથે સાથે જ સફળતા અને ઉઘરાણીની રકમ પણ મળશે. પિતા તથા વડીલવર્ગથી ફાયદો થાય. કાર્યસફળતા અને ઉપરી અધિકારીઓની રહેમનજર નોકરીમાં લાભ અપાવશે. મિત્રોથી લાભ થાય. સામાજિક પ્રસંગમાં હાજરી આપવાનું થાય બપોર પછી કોઇ રમણીય સ્‍થળે પ્રવાસ પર્યટન પર જવાની યોજના ઘડશો. આકસ્મિક ધનલાભનો યોગ છે.

કર્કઃચંદ્રનું ભ્રમણ આજે મીન રાશિમાં છે જે આપની રાશિથી નવમ ભાવમાં છે. આજે તમારે માનસિક અને શારીરિક બંને પ્રકારે ઉત્સાહ જળવાઈ રહે તેનું ધ્યાન રાખવું પડશે અન્યથા તમારા કામકાજ પર તેની વિપરિત અસર પડી શકે છે. પેટ સંબંધિ તકલીફ હોય તેમણે ભોજનની અતિશયોક્તિ ટાળવી પડશે. આજે આપને કોઇપણ કામમાં નસીબનો સાથ પ્રમાણસર મળે. પરંતુ બપોર પછી આપના ચિત્તમાં પ્રસન્‍નતા અને શરીરમાં સ્‍ફૂર્તિનો અનુભવ કરશો. પારિવારિક અને સાંસારિક જીવનમાં સુખસંતોષની લાગણી અનુભવશો. વેપારીવર્ગને ઉઘરાણીમાં નાણાં છુટ્ટા થાય. માન પ્રતિષ્‍ઠા અને ઉચ્‍ચ હોદ્દો મળશે.

સિંહઃચંદ્રનું ભ્રમણ આજે મીન રાશિમાં છે જે આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આપનો આજનો દિવસ મધ્‍યમ ફળ આપનારો નીવડે. આચાર વિચાર પર સંયમ રાખવાની સલાહ છે. આજે આપના વિચારોમાં અને કાર્યશૈલીમાં જેટલી સકારાત્મકતા જાળવશો એટલા વધુ ફાયદામાં રહેશો. કામના ભારણ વચ્ચે તબિયતની કાળજી લેવાનું ભુલાઈ ના જાય તે ધ્યાન રાખવું. ઓચિંતો ધનલાભ થઈ શકે છે. હરીફો સાથે વાદવિવાદ ટાળવો. મનમાં સકારાત્મકતા લાવવા માટે ધાર્મિક પુસ્તકોનું વાંચન કરી શકો છો.

કન્યાઃ ચંદ્રનું ભ્રમણ આજે મીન રાશિમાં છે જે આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. બહાર હરવું ફરવું, ખાવું પીવું અને સિનેમા, પર્યટન આપના દિવસનો ઘણો ભાગ આ રીતે મિત્રો, સ્‍વજનો સાથે આનંદપ્રમોદમાં વીતી જશે. ભાગીદારો માટે પણ સમય સારો છે. દંપતીઓ પણ નિકટતાનો અનુભવ કરશે. પરંતુ બપોર પછી આપને દરેક મોરચે સંતુલન સાધતા શીખવું પડશે. તંદુરસ્‍તીનો પણ ખ્યાલ રાખવાની સલાહ છે. જોકે, આકસ્મિક ધનલાભથી આપની આર્થિક ચિંતાઓ હળવી થઈ શકે છે.

તુલાઃચંદ્રનું ભ્રમણ આજે મીન રાશિમાં છે જે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. આજે આપ દૃઢ આત્‍મવિશ્વાસ અને મનોબળથી દરેક કાર્યને સફળ બનાવશો. ઘર- કુટુંબમાં આનંદ અને શાંતિ જળવાઇ રહેશે. શરીરનું આરોગ્‍ય સારું રહેશે. સ્‍વભાવમાં થોડીક ઉગ્રતા રહેશે તેથી બોલવામાં સાવધ રહેવું. બપોર બાદ આપની પ્રવૃત્તિ બદલાશે અને આપ થોડાક મનોરંજનની દુનિયા તરફ વળશો. મિત્રો, સ્‍નેહીઓ સાથે ફરવા જવાનું બને. સુરૂચિપૂર્ણ ભોજન મળે. દાંપત્‍યજીવનમાં મધુરતા વ્‍યાપે. શારીરિક માનસિક સ્‍વસ્‍થતા જળવાઇ રહેશે.

વૃશ્ચિકઃ ચંદ્રનું ભ્રમણ આજે મીન રાશિમાં છે જે આપની રાશિથી પંચમ ભાવમાં છે. આજના દિવસે આપના સ્‍વભાવમાં લાગણીશીલતા વિશેષ પ્રમાણમાં રહે તેથી માનસિક સમતુલા જાળવી રાખવાની સલાહ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ આજે અભ્‍યાસ અને કારકિર્દીમાં સફળતા મેળવી શકે. આપની કલ્‍પના શક્તિથી સાહિત્‍યમાં નવું સર્જન કરી શકો. પ્રણયપ્રસંગો માટે અનુકૂળ સમય છે. સ્‍ત્રી મિત્રો પાછળ ખર્ચ થાય. ઘરમાં સુખશાંતિનું વાતાવરણ રહેશે. નોકરીમાં કાર્યસફળતા મળે અને સહકાર્યકરોનો સાથ મળશે. હરીફોને પરાજય મળશે.

ધનઃ ચંદ્રનું ભ્રમણ આજે મીન રાશિમાં છે જે આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આજે પરિવારમાં શાંતિ જળવાઇ રહે તે માટે ખોટો વાદવિવાદ ટાળવાની સલાહ આપવામાં આવે છે. આજે સ્‍ત્રી પાત્રો સાથે સંભાળીને કામ લેવું. માતાના સ્‍વાસ્‍થ્‍ય પર તમારે વધુ ધ્યાન આપવું પડશે. ધન અને પ્રતિષ્‍ઠાની હાનિ થાય તેવા કોઈપણ કાર્યો કે સંજોગોથી દૂર રહેવું. જળાશયો અને પાણીજન્ય રોગોથી સંભાળવું. મધ્‍યાહન પછી આપના સ્‍વભાવમાં ભાવુકતા વધશે. આપની કલ્‍પનાશક્તિ અને સર્જનશક્તિ નીખરશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો રહે. પ્રિયપાત્રો વચ્‍ચેની ધનિષ્‍ઠતા વધશે.

મકરઃચંદ્રનું ભ્રમણ આજે મીન રાશિમાં છે જે આપની રાશિથી તૃતીય ભાવમાં છે. વિચારોમાં દૃઢતા અને સ્થિરતા સાથે અગત્‍યના નિર્ણયો લેવા માટે આજનો દિવસ સારો છે. આપના જીવનસાથી સાથેનું સામીપ્‍ય વધારે ગાઢ બને. મિત્રો અને ‍પ્રિયપાત્ર સાથે મુલાકાત થાય. નાનકડા પ્રવાસનું આયોજન, ભાઇભાંડુઓ સાથેની નિકટતા વધશે. બપોર પછી કેટલીક બાબતો આપની માનસિક વ્યાકુળતા વધારી શકે છે. ધનકિર્તીને લગતા કાર્યોમાં વધુ સાવચેત રહેવું. વાહન અથવા મિલકતના દસ્‍તાવેજો કરવામાં પણ સતર્ક રહેવું. માતા સાથે આજે તમારે વધુ આત્મીયતા રાખવી પડશે.

કુંભઃ ચંદ્રનું ભ્રમણ આજે મીન રાશિમાં છે જે આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. આજે આપને ક્રોધ અને બોલવા પર સંયમ રાખવા સલાહ આપવામાં આવે છે. નકારાત્મક વિચારોને મગજમાંથી ખંખેરી નાખવાની સલાહ આપવામાં આવે છે. ખાનપાન પર સંયમ રાખવો. મધ્‍યાહન બાદ આપ વિચારોમાં સ્થિરતા સાથે આજે આપ સારી રીતે કામ પાર પાડી શકો. રચનાત્‍મક અને કલાત્‍મક શક્તિઓમાં વધારો થશે. દાંપત્‍યજીવનમાં સુખ અને આનંદ રહે. નાની મુસાફરીમાં આયોજન થાય. જાહેર માન- સન્‍માન મળે.

મીનઃચંદ્રનું ભ્રમણ આજે મીન રાશિમાં છે જે આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. આજે આપના ઘરમાં ધાર્મિક કાર્યો થાય. કુટુંબમાં આનંદમય વાતાવરણ રહે. કાર્યસફળતા મળે. તન-મનની તંદુરસ્‍તી જળવાય. નવા કાર્યની શરૂઆત માટે શુભ દિવસ છે પરંતુ બપોર બાદ આપના સ્‍વભાવમાં ક્રોધની લાગણી વિશેષ રહેશે. તેથી આપના વાણી અને વર્તનને આપે સંતુલિત રાખવા પડશે. પરિવારના સભ્‍યો સાથે પણ વધુ વાદવિવાદમાં ન પડવાની સલાહ આપવામાં આવે છે. ખાવા- પીવાની કાળજી રાખવી.

ABOUT THE AUTHOR

...view details