ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Daily Horoscope: આજે કુંભ રાશિના લોકોને વધુ પડતા વાદવિવાદમાં ન પડવાની સલાહ આપવામાં આવે છે - Aajnu Rashifal

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો 22 માર્ચ 2023ના દિવસનું આજનું રાશિફળ.

Etv Bharat
Etv Bharat

By

Published : Mar 22, 2023, 4:45 AM IST

અમદાવાદ : 22 માર્ચ 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કેકઈ રાશિના જાતકોને માટે આજનો દિવસ શું સારું રહેશે. બધી 12 રાશિઓના જાતકોને કાર્યક્ષેત્રમાં દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યાં હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષઃઆજે મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આપનો આજનો દિવસ થોડો ચડાવઉતાર વાળો છે. આજે આપ માનસિક રીતે સ્‍વસ્‍થ ન હોવાથી સંખ્યાબંધ વિચારોમાં ઘેરાયેલા રહેશો. આ સ્થિતિ આપને કેટલાક નિર્ણય લેવામાં અવરોધરૂપ બની શકે છે. સામે શારીરિક રીતે પણ ઓછુ સ્ફૂર્તિના કારણે કામકાજમાં ઉત્સાહ ઓછો રહે. ખર્ચ પર અંકુશ રાખવાની વિશેષ સલાહ છે. સ્‍વજનો સાથે શક્ય હોય તો વધુ સમય પસાર કરવાની સલાહ છે. મૂડીરોકાણ કરવામાં ખાસ ધ્‍યાન રાખવું. પરોપકારના કાર્યોમાં ગજા બહારનો ખર્ચ ના થઈ જાય તેનું પણ ધ્યાન રાખવું. કોઇની સાથે પૈસાની લેવડદેવડ કરવામાં સંભાળવું. આધ્યાત્મિકતામાં વધારે રસ રહે.

વૃષભઃઆજે મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આજના દિવસે આપ ખૂબ આનંદમાં હશો. આપની આવક અને વેપારધંધામાં વૃદ્ધિ થશે અને કુટુંબના સભ્‍યો અને દોસ્‍તો સાથે હસીખુશીની પળોમાં મશગૂલ બનશો. મહિલા વર્ગ તરફથી લાભ અને આદર મળે. વેપારક્ષેત્રે નવા સંપર્કો અને ઓળખાણોથી લાભ થાય. નાનકડી મુસાફરી આપને આનંદથી પ્રફુલ્લિત કરી દેશે. જીવનસાથીના પ્રેમની વર્ષા આપને ભીંજવી નાખશે. એકંદરે આજનો દિવસ ખૂબ સારી રીતે પસાર કરશો.

મિથુનઃઆજે મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી દશમ ભાવમાં છે. શારીરિક અને માનસિક સુખાકારી જળવાશે. નોકરી વ્‍યવસાયમાં આપની કામગીરીની પ્રશંસા થાય. ઉપરીઓ દ્વારા કામની કદર થાય જેથી આપ વધુ પ્રોત્‍સાહિત થશો. બઢતીના યોગ છે. સમાજમાં માન પ્રતિષ્‍ઠા વધશે. સરકારી કાર્યોમાં સફળતા મળશે. ગૃહસ્‍થજીવન આનંદપૂર્ણ રહેશે.

કર્કઃઆજે મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી નવમ ભાવમાં છે. આજે આપની ભાગ્‍યવૃદ્ધિ સાથે આકસ્મિક ધનલાભ થશે. વિદેશ જવા ઇચ્‍છનારના પ્રયાસો સફળ બનશે, તેમજ વિદેશથી સારા સમાચાર આવે. ધાર્મિક કાર્યો કે યાત્રા પાછળ ધનખર્ચ થાય. કુટુંબીજનો અને સહોદરો સાથે સુખમય દિવસ પસાર થાય. નોકરિયાતોને પણ લાભ મળશે.

સિંહઃઆજે મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આજે આપે આરોગ્‍યની વિશેષ સંભાળ લેવાની રહેશે. તબિયત પાછળ ધનખર્ચ થવાની સંભાવના છે. નિષેધાત્‍મક વિચારો આપને ગેરમાર્ગે ન દોરે તેની કાળજી લેવાની સલાહ છે. પરિવારના સભ્‍યો સાથે શાંતિ અને ધીરજપૂર્ણ વર્તન કરવું અને દરેકને આદર આપવો તેમજ તેમની જરૂરિયાતો સંતોષવાનો પ્રયાસ કરવો. અનૈતિક કાર્યથી દૂર રહેવાની સલાહ છે. ઇષ્‍ટદેવનું નામસ્‍મરણ અને આધ્‍યાત્‍િમક વિચારો આપને સાચું માર્ગદર્શન કરશે.

કન્યાઃઆજે મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. દાંપત્‍યજીવનની સુખદ ક્ષણોનો અનુભવ કરશો. સામાજિક અને જાહેર ક્ષેત્રમાં આપ ખ્‍યાતિ અને પ્રતિષ્‍ઠા મેળવશો. મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લેશો. વસ્‍ત્રાભૂષણો અને વાહનની ખરીદી થાય. વિજાતીય પાત્રો સાથેનો પરિચય પ્રણયમાં પરિણમે. વેપારમાં ભાગીદારો સાથેના સંબંધો સારા રહે. ધનલાભ થાય.

તુલાઃ આજે મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. સામાન્‍ય રીતે આજે તંદુરસ્‍તી સારી રહેશે અને બીમાર વ્‍યક્તિને પણ તબિયતમાં સુધારો થતો જણાશે. ઘરમાં સુખ શાંતિના વાતાવરણમાં આપ સમય વીતાવશો. કાર્યમાં સફળતા અને યશ મળતાં ઉત્‍સાહ વધશે. નોકરીમાં લાભદાયક સમાચાર મળે અને સહકર્મચારીઓનો સાથ મળે. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય. વિરોધીઓ અને પ્રતિસ્‍પર્ધીઓનો પરાજય થશે.

વૃશ્ચિકઃઆજે મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી પંચમ ભાવમાં છે. આપનો વર્તમાન દિવસ મધ્‍યમ ફળદાયી નીવડશે. બૌદ્ધિક ચર્ચાનો પ્રસંગ બને. વિદ્યાર્થીઓ વિદ્યાભ્‍યાસમાં સફળતા મેળવે. બૌદ્ધિક ચર્ચાઓથી દૂર રહેવા સલાહ આપવામાં આવે છે. નવા કાર્યની શરૂઆત ક્યારેય ન કરવી. પ્રવાસ યાત્રા ન કરવી. શેરસટ્ટાથી દૂર રહેવું. આર્થિક આયોજન કરવા માટે અનુકૂળ દિવસ છે. આપની મહેનત રંગ લાવશે.

ધનઃઆજે મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આજે આપનો આંશિક માનસિક ઉદાસિનતા રહેશે માટે મન પ્રફુલ્લિત થાય તેવા કાર્યોમાં પહેલાથી જ ધ્યાન આપવાની સલાહ છે. શરીર અને મનમાં તાજગી તથા સ્‍ફૂ‍ર્તિ ઓછી રહેશે. ઘરમાં વાતાવરણ થોડુ ડહોલાયેલું રહેવાથી સૌહાર્દ જાળવી રાખવા માટે વિશેષ પ્રયાસો કરવા પડશે. પરિવારજનો સાથે વાતચીતમાં સૌમ્ય રહેવું જેથી તમારી વાણીના કારણે બીજાને મનદુઃખ ના થાય. જાહેરમાં આપનું માનભંગ થાય તેવા કાર્યોથી દૂર રહેવું. ધનખર્ચના યોગ જણાઈ રહ્યા છે. જમીન- વાહન વગેરેના દસ્‍તાવેજો સાવચેતીપૂર્વક કરવા. માતાની તબિયતની કાળજી લેવી પડશે.

મકરઃ આજે મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી તૃતીય ભાવમાં છે. વર્તમાન દિવસ નવા કાર્યોની શરૂઆત કરવા માટે શુભ છે. નોકરી- ધંધામાં અને રોજિંદા દરેક કાર્યમાં અનુકૂળ પરિસ્‍િથતિ બની રહે. તન મનમાં પ્રસન્‍નતા રહે. ભાઇભાંડુઓથી લાભ. તેમનો સાથ સહકાર મળી રહેશે. આર્થિક લાભ થવાના યોગ છે. લાગણીસભર સંબંધો બંધાય. પ્રિયજન સાથેની મુલાકાતથી મન આનંદિત બને. વિદ્યાર્થીઓ સરળતાથી અભ્‍યાસ કરી શકશે. હરીફો અને શત્રુઓ પર વિજય મેળવી શકશે.

કુંભઃઆજે મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. આજે આપને વધુ પડતા વાદવિવાદમાં ન પડવાની સલાહ આપવામાં આવે છે. આજે ધાર્મિક કાર્યોમાં ધનખર્ચ થાય. પરિવારનું વાતાવરણ કલુષ‍િત રહે. આપનામાં નિર્ણયશક્તિ ઓછી હોય તેવું લાગ્યા કરશે. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય સંભાળવું. વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ મહેનત કરવી. એકાગ્રતાનો અભાવ વર્તાશે. ઓછી કાર્ય સફળતા મનને નિરાશ કરે અને મનમાં અસંતોષ જન્‍માવે. સ્‍વજનોથી અંતર વધી શકે છે.

મીનઃઆજે મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. આપનો આજનો દિવસ શુભ ફળ આપનારો નીવડશે. ઉત્‍સાહ અને તનમનની સ્‍વસ્‍થતા જળવાશે. નવા કાર્યની શરૂઆત માટે દિવસ સારો છે. કુટુંબના સભ્‍યો અને દોસ્‍તો સાથે ઉત્તમ ભોજન માણવાની તક મળે. ધનલાભ થાય. પ્રવાસ યાત્રાનો યોગ છે. ખર્ચ વધારે પડતો વધી ન જાય તેનું ધ્યાન રાખવું પડશે. ધાર્મિક કાર્યો થાય. પરિવારમાં આનંદ ઉલ્‍લાસનું વાતાવરણ જળવાશે. કામમાં સફળતા મળશે.

ABOUT THE AUTHOR

...view details