અમદાવાદ : 20 એપ્રિલ 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ:ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપનો દિવસ અનુકૂળતાભર્યો રહેશે. તન અને મનની સ્વસ્થતાથી આજે આપ તમામ કાર્યો કરશો. પરિણામે કામ કરવામાં ઉત્સાહ અને સ્ફૂર્તિ બંનેનો અનુભવ કરશો. આજે આપની આર્થિક સ્થિતિ ઘણી સારી રહેશે. પરિવારમાં સભ્યો સાથે આનંદથી સમય વીતાવો. માતાથી લાભ થવાનો સંકેત મળી રહ્યો છે. મિત્રો તથા સગાંસ્નેહીઓના મિલનથી ઘરના વાતાવરણમાં પ્રફુલ્લિતતા છવાયેલી રહેશે.
વૃષભ:ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજનો દિવસ આપના માટે સહેજ સંભાળીને ચાલવા જેવો છે. આજે આપનું મન વિવિધ પ્રકારની ચિંતાઓથી ઘેરાયેલું રહેશે. આપનું સ્વાસ્થ્ય નરમ રહેશે. ખાસ કરીને આંખોમાં કોઇક તકલીફ ઊભી થાય. સ્નેહીજનો, પરિવારના સભ્યો સાથે વર્તનમાં વધુ સૌમ્ય બનવું પડશે. આજે આપના આદરેલાં કાર્યો પૂરાં કરવામાં વધુ મહેનત રહે. ખર્ચનું પ્રમાણ વધી શકે છે. વધારે પરિશ્રમ કરો પરંતુ ઓછી સફળતા મળે. આકસ્મિક ઈજાથી સંભાળવું.
મિથુન: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપનો આજનો દિવસ બહુવિધ લાભ ધરાવતો દિવસ છે. અપરિણિતો માટે યોગ્ય જીવનસાથી મળવાનો યોગ છે. ધનપ્રાપ્તિ માટે શુભ દિવસ છે. મિત્રો સાથેની મુલાકાત આનંદદાયક રહેશે. પરિવારમાં પુત્ર અને પત્ની તરફથી લાભ થાય. ઉત્તમ ભોજન મળે. સ્ત્રી મિત્રોથી લાભ મળે. સંતાનો તરફથી શુભ સમાચાર મળે. નોકરી- ધંધામાં લાભ થાય અને આવકમાં વૃદ્ધિ થાય. સ્ત્રી સુખ ઉત્તમ મળે.
કર્ક: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપના માટે અનુકૂળતાભર્યો દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. આપનું દરેક કાર્ય આજે સરળતાભર્યું પાર પડે. નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથે મહત્વની બાબતે ચર્ચાવિચારણા થાય. કુટુંબના સભ્યો સાથે નિખાલસતાપૂર્વક ચર્ચાવિચારણા થાય. ગૃહસજાવટમાં રસ લઇ કંઇક નવું કરશો. ઓફિસના કામ અર્થે બહારગામ જવાનું થાય. માતા સાથેના સંબંધો સારા રહે. સરકાર તરફથી લાભ મળે. આરોગ્ય સારું રહે.
સિંહ: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપનો આજનો દિવસ મઘ્યમ ફળદાયી નીવડશે. આજે નિર્ધારિત કાર્ય કરવા તરફ પ્રેરાઓ અને એ બાબતમાં પ્રયાસ કરો. આજે આપનું વલણ ન્યાયિક રહે. આપ ધાર્મિક અને માંગલિક કાર્યોમાં પ્રવૃત્ત રહો. ધાર્મિક પ્રવાસનું આયોજન પણ થાય. ગુસ્સાનું પ્રમાણ વધુ રહે. વિદેશ વસતા સ્વજનોના સમાચાર મળે. થોડીક માનસિક અશાંતિ રહે. આ ઉપરાંત, વિવાહિતોને સંતાનોની ચિંતા સતાવે. વ્યવસાયમાં થોડી મંદી અથવા અડચણોનો સામનો કરવાનો થાય.
કન્યા:ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજના દિવસે નવા કાર્યની શરૂઆત શક્ય હોય ત્યાં સુધી મુલતવી રાખવી. આરોગ્ય પણ નરમગરમ રહેશે. ખાસ કરીને બહારનું ખાવાપીવાનું ટાળવું. ગુસ્સો અંકુશમાં રહેશે એટલો તમારા માટે ફાયદો છે. તેથી બોલવા પર સંયમ રાખવો. પરિવારજનો સાથે ઉગ્ર વાતચીતથી મનદુ:ખ ન થાય તેનું ધ્યાન રાખવું. પાણીથી સંભાળવું. ધનખર્ચ વધુ થાય. રાજ્ય કે સરકાર વિરોઘી પ્રવૃત્તિઓથી દૂર રહેવું. કોઈની સાથે નજીવી બાબતે ઝગડો કે વિવાદ ટાળવો.
તુલા:ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપનો આજનો દિવસ મોજશોખ અને આનંદપ્રમોદમાં પસાર થશે. આજે વિજાતીય પાત્રો તમારા જીવનમાં છવાયેલાં રહેશે. તેમની સંગત આનંદ આપશે. મિત્રો અને પ્રિયપાત્રો આપના પ્રવાસના આનંદને દ્વિગુણિત કરશે. નવા વસ્ત્રોની ખરીદી થાય તેમજ નવા વસ્ત્રઅલંકારો પરિધાન કરવાના પ્રસંગ આવે. તન મનની તંદુરસ્તી સારી રહે. જાહેર માન- સન્માન મળે. ઉત્તમ ભોજન અને દાંપત્યસુખની પ્રાપ્તિ થાય. પ્રણયપ્રસંગ માટે શુભ દિવસ છે.
વૃશ્ચિક:ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપના ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાય. આપનું શારીરિક તેમજ માનસિક આરોગ્ય પણ સારું રહે. જરૂરપૂર્વકનો જ ખર્ચ થાય. બીમાર વ્યક્તિની તબિયતમાં સુધારો થતો જણાય. હરીફો અને શત્રુઓ પર વિજય મેળવશો. ઓફિસમાં સહકાર્યકરોનો સહકાર મેળવી શકશો. સ્ત્રી મિત્રો સાથે મુલાકાત થાય. મોસાળમાંથી સમાચાર મળે. નાણાકીય લાભ મળે. અટવાયેલાં કાર્યો પૂર્ણ થાય.
ધન:ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપને યાત્રાપ્રવાસ ટાળવાની સલાહ છે. આજે પેટને લગતી બીમારીઓની સમસ્યા ઊભી થઈ શકે તેમ હોવાથી ખાવા-પીવામાં ધ્યાન રાખવું. સંતાનોના આરોગ્ય કે અભ્યાસ વિશેની ચિંતામાં થોડી વ્યાકુળતા વધુ શકે છે. કાર્ય સફળતા મેળવવા માટે પ્રયાસો વધારવા પડશે. ગુસ્સાની લાગણી પર કાબૂ રાખવો. કલ્પનાના તરંગો મનમાં ઊઠે, સાહિત્ય કલા પરત્વે આજે રૂચિ રહે. પ્રિયપાત્ર સાથેની રોમાંચક ક્ષણો માણી શકશો. પ્રણય પ્રસંગો સર્જાય. વાટાઘાટો કે બૌદ્ધિક ચર્ચાથી દૂર રહેવું.
મકર:ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. પારિવારિક સમસ્યાઓની આપના મન પર અસર વર્તાશે માટે કામકાજ અને પરિવાર બંને વચ્ચે સંતુલન રાખવું. માતાના સ્વાસ્થ્યની વધુ કાળજી લેવી જરૂરી છે. સમાજમાં તમારે માન પ્રતિષ્ઠા વધારવા માટે પ્રયાસો વધારવા પડશે. શરીરને પુરતો આરામ નહી આપો તો સ્વાસ્થ્ય કથળે તેવી શક્યતા છે. આપના શરીરમાં થાક વર્તાશે. સ્ત્રીઓથી નુકસાન થવાની શક્યતા પણ છે.
કુંભ:ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપને માનસિક રાહત જણાશે તેમ જણાઈ રહ્યું છે. શારિરીક સ્વાસ્થ્ય સારું રહેતા આપનો ઉત્સાહ વધશે. સહોદરો અને પાડોશીઓ સાથેના સંબંધો વધુ ગાઢ બનશે. ઘરમાં સંબંધીઓ અને મિત્રો આવવાથી ખુશી અનુભવશો. મુસાફરી થવાના પણ યોગ છે. આપ પ્રિયજનને મળી શકશો અને વધુ ભાગ્યશાળી બનશો.
મીન:ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે નકારાત્મક વિચારો આપના પર હાવિ ન થવા દેશો. ક્રોધ અને બોલવા પર જેટલો સંયમ રાખશો એટલા ઝડપથી તમે વિપરિત સંજોગોમાંથી બહાર આવશો અને તમારી સંખ્યાબંધ મુશ્કેલીઓ માત્ર તમારા સારા વર્તનના કારણે તમારો પીછો છોડી દેશે. આર્થિક બાબતો સંભાળપૂર્વક હાથ ધરશો તો કોઈની સાથે આર્થિક બાબતે મનદુઃખ ટાળી શકશો. ખાનપાન પર સંયમ રાખવો. શરીરની તંદુરસ્તી મધ્યમ રહે. મનમાં વ્યગ્રતા અને બેચેની રહે.