અમદાવાદ:19 જૂન 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ:19 જૂન, 2023 રવિવારના દિવસે ચંદ્ર આજે મિથુન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આજે આપનો દિવસ શુભાશુભ ફળ ધરાવનારો હશે. વિચારોમાં પરિવર્તન આવવાના કારણે મહત્વના કાર્યોમાં અંતિમ નિર્ણય ન લઇ શકો. તેથી આજે મહત્વના નિર્ણયો કે કાર્યો ટાળવા. કામધંધા અર્થે અથવા અંગત કારણોસર નાની મુસાફરીના યોગ ઉભા થાય. લેખન માટે સારો દિવસ છે. તેથી એ સંબંધિત કાર્યો થાય. બૌદ્ધિક અને તાર્કિક વિચાર વિનિમય થાય. મહિલાઓને કોઇ સાથે વાદવિવાદમાં ન ઉતરવું.
વૃષભ:19 જૂન, 2023 રવિવારના દિવસે ચંદ્ર આજે મિથુન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આજે આપને મનની સ્થિરતા જાળવી રાખવાની સલાહ છે. દ્વિધાયુક્ત વલણ આપના હાથમાં આવેલી તકને સરકાવી શકે છે માટે આવી સ્થિતિમાં વ્યવહારુ અને બાંધછોડભર્યું વલણ અપનાવશો તો કોઇ પણ વિપરિત સ્થિતિમાંથી બહાર નીકળવું આપના માટે મુશ્કેર રહેશે નહીં. પ્રવાસનું આયોજન કરી શકો છો પરંતુ થોડી સાવચેતી રાખવી. કદાચ તેના આયોજનમાં થોડો ફેરફાર કરવો પડે. લેખકો, કલાકારો અને કન્સલ્ટસીઓ માટે સમય અનુકૂળ છે. તેઓ તેમની પ્રતિભા દર્શાવી શકશે. નવા કાર્યની આજે શરૂઆત ન કરવી. જક્કી વલણ છોડીને બાંધછોડભર્યું વલણ અપનાવવાનું સલાહ આપવામાં આવે છે.
મિથુન:19 જૂન, 2023 રવિવારના દિવસે ચંદ્ર આજે મિથુન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ ખૂબ આનંદથી પસાર થશે. શારીરિક સ્વાસ્થ્ય પણ સારું રહે અને મનથી પણ આપ ખુશમિજાજ રહેશો. આજે આપનાથી વધારે ખર્ચ ન થઇ જાય તે માટે કાળજી રાખશો. મનમાં આજે નિષેધાત્મક વિચારોને પ્રવેશવા ન દેવાની સલાહ આપવામાં આવે છે. ભેટસોગાદ અને ઉપહારો મળતાં મન આનંદિત થાય.
કર્ક: 19 જૂન, 2023 રવિવારના દિવસે ચંદ્ર આજે મિથુન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આપનું મન દ્વિધાનો અહેસાસ કરશે તેથી આપનામાં નિર્ણયશક્તિનો અભાવ આવી શકે છે. આવી સ્થિતિમાં તમે લાગણીમાં આવવાના બદલે માનસિક તટસ્થતા અને સ્થિરતા લાવવાનો પ્રયાસ કરજો. મહત્વના કાર્યો શક્ય હોય ત્યાં સુધી કાલ પર છોડવા. સગાવહાલા સાથે વધુ આત્મીયતા અને સહકાર સાથે રહેવાની સલાહ છે. કૌટુંબિક કાર્યો પાછળ ખર્ચ કરવો પડે પરંતુ તેનાથી મનમાં કોઈ સંકોચ કે અફસોસ નહીં હોય. વાણી પર સંયમ રાખવાની સલાહ છે. ગેરસમજ થતી હોય તો સ્પષ્ટતા કરવી જરૂરી છે. આરોગ્યનું ધ્યાન રાખવું. ધનહાનિથી સંભાળવું.
સિંહ:19 જૂન, 2023 રવિવારના દિવસે ચંદ્ર આજે મિથુન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. આજે આપનો દિવસ લાભ આપનારો નીવડશે. મિત્રો અને સ્ત્રી મિત્રો તરફથી લાભ થવાની શક્યતા છે. રમણીય સ્થળે પ્રવાસ પર્યટનની શક્યતા બને છે. મનમાં અનિર્ણયાત્મકતા પ્રવર્તતી હોવાના કારણે આપ આવેલી તક ગુમાવો તેવું પણ બને. મહત્વના નિર્ણયો લેવાનું આજે ટાળવું. વધુ પડતા વિચારોમાં આપ ગુંચવાયેલા રહેશો. વેપારમાં લાભ અને આર્થિક લાભના યોગ છે.
કન્યા:19 જૂન, 2023 રવિવારના દિવસે ચંદ્ર આજે મિથુન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ શુભ ફળ આપનારો નીવડશે. નવા કાર્યો અંગે કરેલા આયોજનો પાર પડે. વેપારી નોકરિયાત વર્ગ માટે ખૂબ સારો સમય છે. વેપારમાં લાભ અને નોકરીમાં બઢતીના યોગો છે. પિતા તરફથી લાભ થાય. ઉપરી અધિકારીઓ તરફથી લાભ થાય. પારિવારિક વાતાવરણ આનંદમય રહે. ઓફિસના કાર્યો અંગે બહારગામ જવાનું થાય.
તુલા: 19 જૂન, 2023 રવિવારના દિવસે ચંદ્ર આજે મિથુન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. વર્તમાન સમયમાં આપને વ્યવસાયમાં લાભની તકો મળશે. નોકરીમાં ધંધાના સ્થળે સહકર્મચારીઓ તરફથી ઓછો સહકાર મળે. લાંબા અંતરનો પ્રવાસ કે ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનો પ્રસંગ ઉપસ્થિત થાય. બૌદ્ધિક તેમજ લેખન કાર્યમાં આપ સક્રિય રહેશો. વિદેશથી મિત્રો કે સ્નેહીજનોના સમાચાર મળવાથી આનંદ થાય. પૌષ્ટિક આહાર અને પુરતા આરામથી શરીરમાં ચુસ્તિ-સ્ફૂર્તિનું પ્રમાણ સારી રીતે જાળવી શકશો.
વૃશ્ચિક: 19 જૂન, 2023 રવિવારના દિવસે ચંદ્ર આજે મિથુન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આપનો દિવસ શાંતિ અને સ્વસ્થતાથી પસાર કરવાની સલાહ છે. નવા કાર્યની શરૂઆત કરો તો તેમાં સફળતા મળશે પરંતુ પ્રયાસ અને પરિશ્રમ બંને વધુ રાખવા પડશે. તમારા સ્વભાવમાં સૌમ્યતા અને વ્યવહારુતા જેટલી વધુ હશે એટલી ઝડપથી સફળતાની આશા રાખી શકશો. કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિઓથી દૂર રહેવા સલાહ આપવામાં આવે છે. નાણાં ખર્ચ વધવાની શક્યતા હોવાથી તમારા હાથે કોઈ બિનજરૂરી ખર્ચ ના થાય તેનું ધ્યાન રાખવું.
ધન: 19 જૂન, 2023 રવિવારના દિવસે ચંદ્ર આજે મિથુન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. આપ આજનો સમગ્ર દિવસ ખૂબ આનંદમાં પસાર કરશો. મનોરંજનના વિશ્વમાં આજે આપ ખોવાયેલા રહેશો. વિજાતીય વ્યક્તિઓનો સંગાથ આનંદ આપશે. મિત્રો સાથે પ્રવાસ, પર્યટન કે બહાર ફરવા જવાનું થાય. લેખન કાર્ય માટે અનુકૂળ અનુકૂળ દિવસ છે. ભાગીદારીમાં લાભ થાય.
મકર:19 જૂન, 2023 રવિવારના દિવસે ચંદ્ર આજે મિથુન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. વર્તમાન દિવસે આપના વ્યાપાર કે ધંધાનું વિસ્તરણ થાય. આ અંગે આપ આયોજન કરો. નાણાંની લેવડદેવડમાં સરળતા પડે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાય. જરૂરી કારણોસર ધનખર્ચ થાય. નોકરીમાં સહકાર્યકરોનો સાથ સહકાર મળે. વેપારીઓને કાયદાકીય પળોજણો અવરોધવાનો પ્રયાસ કરશે. બહારના દેશો સાથે વેપાર વધે. હરીફો પર વિજય મળે. આરોગ્ય સારું રહે.
કુંભ:19 જૂન, 2023 રવિવારના દિવસે ચંદ્ર આજે મિથુન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. આજે નવા કાર્યની શરૂઆત ન કરવાની આપને સલાહ આપવામાં આવે છે. આજે આપના વિચારોમાં ઝડપી ફેરફાર થશે માટે કદાચ નિર્ણયશક્તિ ઘટતી હોય તેવું પણ લાગી શકે છે. સ્ત્રીઓએ વાણી પર સંયમ રાખવો. યાત્રા- પ્રવાસ બને ત્યાં સુધી નિવારવા. સંતાનોનો સંબંધિત બાબતોમાં તમે વધુ વ્યસ્ત રહેશો. લેખનકાર્ય કે સર્જનાત્મક કૃતિઓની રચના કરવા માટે સારો દિવસ છે. બૌદ્ધિક ચર્ચાઓમાં ભાગ લેવાનું થાય. આકસ્મિક ખર્ચનો યોગ છે. પેટને લગતી બીમારીઓથી સાવધ રહેવું.
મીન:19 જૂન, 2023 રવિવારના દિવસે ચંદ્ર આજે મિથુન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ કેટલીક તમને નાપસંદ હોય તેવી બાબતો કારણે ઉત્સાહજનક નહીં હોય. ઘરમાં પરિવારજનો સાથે વાદવિવાદ ટાળવો. માતાનું સ્વાસ્થ્ય બગડે નહીં તે માટે આગોતરી કાળજી લેવી. આજે આપના વલણમાં તાજગી અને સ્ફૂર્તિ જાળવવા માટે તમારે વધુ પ્રયાસ કરવા પડશે. શારીરિક, માનસિક સ્વસ્થતા જાળવવા માટે મેડિટેશન કરવાની સલાહ છે. ઉંઘ પણ પુરતા પ્રમાણમાં લેવી. ધન-કીર્તિમાં વધારો કરવા માટે પ્રયાસ વધારવા પડશે. નોકરીયાતોને નોકરીમાં કટિબદ્ધતા અને સમર્પણ વધારવું પડશે. સ્થાવર મિલકત, વાહનો વગેરેના દસ્તાવેજો કરવામાં સાવધાની રાખવી.