અમદાવાદ : 19 ફેબ્રુઆરી 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે,કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારું રહેશે. કાર્યક્ષેત્રમાં બધી 12 રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યાં હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. આજે ઉપરી અધિકારીઓ સાથેની ચર્ચા વિચારણામાં અગત્યની ચર્ચા થશે. આપના કોઇ કાર્ય કે પ્રોજેકટમાં સરકાર તરફથી લાભ મળવાની શક્યતા છે. ઓફિસના કાર્ય અંગે પ્રવાસનો યોગ છે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. ઘરમાં ફર્નિચર વગેરેની ગોઠવણીમાં ફેરફાર કરી તેને નવું સ્વરૂપ આપો. આજે દરેક વાતને આપ વ્યવહારૂ બનીને વિચારશો. કામના બોજને લીઘે થાક અનુભવશો. માતાની તબિયતમાં સુધારો થશે. સ્ત્રીવર્ગ તરફથી લાભ થાય.
વૃષભ:આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. વિદેશ વસતા સ્નેહી કે મિત્રના સમાચાર આપને આનંદવિભોર કરી દેશે. અગર આપ વિદેશ જવાની પેરવીમાં હશો તો આપના માટે તકો ઉભી થાય. લાંબા અંતરની મુસાફરી કરવાનો પ્રસંગ ઉભો થાય. એકાદ ધાર્મિક સ્થળની મુલાકાત આપને આનંદ પમાડશે. ઓફિસ કે વ્યવસાયના સ્થળે કાર્યનું ભારણ વધારે રહે. વેપારધંધામાં આર્થિક લાભ થવાની શક્યતા છે.
મિથુન:આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આજે દરેક કાર્યોમાં અને લોકો સાથે વર્તનમાં સાવધાનીપૂર્વક આગળ વધવાની સલાહ આપવામાં આવે છે. બીમાર દર્દીએ નવી સારવાર કે ઓપરેશન ન કરાવવું. ક્રોધને અંકુશમાં રાખવાની સલાહ છે. મગજ શાંત રાખવું. આજે કોઈપણ ખોટા કાર્યોથી અંતર રાખવું. શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે પુરતો આરામ અને સમયસર ભોજન લેવાની સલાહ છે. ઘરમાં કે બહાર ઓછું બોલવાથી વાદવિવાદ કે મનદુ:ખ ટાળી શકશો. વધારે પડતો ખર્ચ થવાથી આર્થિક તંગી અનુભવાય. ઇશ્વરની આરાધના કે જાપ કરવાથી મનને શાંતિ મળે.
કર્ક:આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. આપનો વર્તમાન દિવસ મિત્રો અને સ્વજનો સાથે ખૂબ આનંદથી પસાર થશે. એશઆરામ અને મનોરંજનને લગતી પ્રવૃત્તિઓનો ભરપૂર આનંદ માણી શકો. વિજાતીય પાત્રો તરફ વિશેષ આકર્ષણ રહેશે અને વિજાતીય વ્યક્તિ સાથેનું મિલન તથા પ્રેમીઓ વચ્ચેની મુલાકાત રોમાંચક રહેશે. વેપારધંધાના ક્ષેત્રે લાભ થાય. ભાગીદારીમાં લાભ સારું લગ્નસુખ મળે. નાની યાત્રા કે યાદગાર પર્યટન થાય. સમાજમાં આપનું માન- સન્માન વધે.
સિંહ:આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. આપનું મન આજના દિવસે નજીવી બાબતે પણ ચિંતાથી ઘેરાયેલું રહેશે. થોડીક ઉદાસીનવૃત્તિ અને શંકા તમારા મનને આજે હળવું નહીં રહેવા દે. કોઇક કારણસર આપની રોજિંદા કાર્યોમાં વિઘ્ન આવે તો અકળાયા વગર ધીરજથી કામ લેવાની સલાહ છે. નોકરીમાં સહકાર્યકરોનો સાથ સહકાર આજે ઓછો મળે. ઉપરી અધિકારીઓથી સંભાળીને રહેવું. કરેલા કાર્યોનું વળતર મળવામાં પણ વિલંબ થઈ શકે છે.
કન્યા:આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. વિદ્યાર્થીઓ માટે વર્તમાન સમય થોડોક મહેનત માંગી લે તેવો જણાઈ રહ્યો છે. સંતાનોની કોઇને કોઇ બાબતોમાં તમે વધુ વ્યસ્ત રહેવાથી અન્ય બાબતોમાં ઓછુ ધ્યાન આપી શકો. પ્રિયપાત્રોની મુલાકાત આનંદ આપી જશે. શેરસટ્ટામાં સંભાળીને ચાલવું. મન ખુશ રહે તેવી બાબતોમાં ધ્યાન આપવાની સલાહ છે. બૌદ્ધિક ચર્ચાઓ આજે ન કરવાની સલાહ આપવામાં આવે છે.
તુલા:આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આજના દિવસે આપ માનસિક થાક અને બેચેનીનો અનુભવ કરશો માટે વધુ પડતું કામનું ભારણ ટાળવું. માતા અને સ્ત્રી સંબંધિ ચિંતા આપને રહે. જમીન મિલકતને લગતા દસ્તાવેજો કરવામાં સાવધાની રાખવી. મુસાફરી માટે આજનો સમય અનુકૂળ નથી. પરિવારમાં દરેકની સાથે સહકારની ભાવના રાખવી. જાહેરજીવનમાં વધુ પડતા સક્રિય રહેવાનો મોહ છોડવો.
વૃશ્ચિક:આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આપનો વર્તમાન સમય આપને નાણાકીય લાભ અપાવશે અને ભાગ્યવૃદ્ધિ કરશે. સહોદરો સાથેના સંબંધો સુમેળભર્યા રહે. નવું કાર્ય હાથ પર લેવા માટે શુભ સમય છે. પ્રિયતમાનું સાનિધ્ય મનને આનંદ આપે. નાનકડા પ્રવાસનું આપ આયોજન કરી શકો. માનસિક પ્રસન્નતા રહે. હરીફો સામે વિજય મળે.
ધન:આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આપનું મન આજે એકસાથે ઘણા વિચારોમાં અટવાયેલું રહેશે. જેથી આપ કોઇ ચોક્કસ નિર્ણય પર ન આવી શકો. પરિવારમાં સૌહાર્દ વાતાવરણ જાળવી રાખવા માટે વધુ પ્રયાસ કરવા પડે. નિર્ધારિત કાર્યો પાર પાડવા માટે મહેનત વધારવી પડશે અને બીજાની મદદની પણ જરૂર પડે. મહત્વના નિર્ણયો આજે ન લેવાની સલાહ આપવામાં આવે છે. ઘર કે નોકરીમાં કાર્યબોજ વધશે.
મકર:આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. ઇશ્વરના નામ સ્મરણ સાથે આજે આપની શુભ સવારની શરૂઆત થશે. ધાર્મિક પૂજનવિધિ થાય. ગૃહસ્થ જીવનમાં મંગલકારી વાતાવરણ રહે. દોસ્તો, સગાંસ્નેહીઓ આપને ભેટસોગાદોથી ખુશ કરી દેશે. નોકરી- ધંધાના સ્થળે પણ આજે આપનું પ્રભુત્વ રહેશે. ઉપરી અધિકારીઓ તમારા કામથી સંતુષ્ટ રહેશે ને તમારા પર ખુશ રહેશે. આપના કાર્યો આજે સરળતાપૂર્વક પાર પડે. આજે આપ અનુકૂળ પરિસ્થિતિનો લાભ લઇ શકશો. માનસિક શાંતિ જળવાશે. શારીરિક પીડાથી સંભાળવું.
કુંભ:આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. વર્તમાન સમયમાં શારીરિક અને માનસિક રીતે થોડો આનંદ અને થોડી તકલીફ રહે. પરિવારના સભ્યો સાથે શાંતિ અને ધીરજથી કામ લેવાની સલાહ છે. નાણાની લેવડદેવડ કે મૂડી રોકાણમાં ધ્યાન રાખવું. શક્ય હોય ત્યાં સુધી કોઇના જામીન ન થવું. અદાલતની કાર્યવાહીઓથી સંભાળવું. ખર્ચનું પ્રમાણ વધારે રહે. કોઇનું ભલું કરવા જતાં ધરમ કરતાં ધાડ પડે તેવો અનુભવ થાય. વાણી અને ગુસ્સા પર સંયમ રાખવો. અકસ્માતથી સંભાળવાની સલાહ છે.
મીન:આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. આજના દિવસે આકસ્િમક ધનલાભની શક્યતા દેખાઈ રહી છે. ઘરમાંથી તેમજ સંતાનો તરફથી શુભ સમાચાર મળે. જૂના મિત્રો સાથે આનંદદાયક મુલાકાત થાય. નવા મિત્રો જોડે સંપર્ક થાય. જે ભવિષ્યમાં આપને ખૂબ લાભદાયી નીવડશે. સામાજિક પ્રસંગે બહાર જવાનું થાય અથવા તેમાં અભિરૂચિ લો. વ્યાવસાયિક અને આર્થિક ક્ષત્રે લાભ તેમજ આવકવૃદ્ધિ થાય. રમણીય સ્થળે પ્રવાસ પર્યટનનું આયોજન કરશો.