અમદાવાદ : 18 સપ્ટેમ્બર 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: 18 સપ્ટેમ્બર, 2023 સોમવારના દિવસે ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ ગૃહસ્થ અને દાંપત્યજીવન માટે ખૂબ સારો છે. જીવનસાથી સાથે સારી રીતે સમય પસાર કરી શકો અને પ્રેમનો સુખદ અનુભવ માણી શકો. આર્થિક લાભ અને પ્રવાસની શક્યતા છે. વિચારોમાં ઉગ્રતા અને અધિકારની લાગણી ઓછી રાખશો તો ઘણા લોકો સામે ચાલીને તમને સહકાર આપશે. આજે આપ જાહેરક્ષેત્રના કાર્યોમાં જોડાઓ અને તેમાં તમારા કામની પ્રશંસા થાય. શક્ય હોય તો વાદવિવાદ ટાળવો. વાહનસુખ સારું રહે.
વૃષભ:18 સપ્ટેમ્બર, 2023 સોમવારના દિવસે ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ શુભ ફળ આપનારો નીવડે. આજે આપનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે. તેથી સમગ્ર દિવસ આપ આનંદ અને પ્રફુલ્લિતતા સાથે પસાર કરો. આજે આપના કાર્યો આયોજનબદ્ધ પાર પડે. નાણાંકીય લાભની શક્યતા રહે. મોસાળ પક્ષને કોઇ સારા સમાચાર મળે અથવા તો તેનાથી લાભ થાય. બીમાર વ્યક્તિનું આરોગ્ય સુધરે. આપના કોઇ અટવાઇ ગયેલા કાર્યો પૂર્ણ થાય.
મિથુન: 18 સપ્ટેમ્બર, 2023 સોમવારના દિવસે ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. આપ આજના દિવસે તન મનની સ્વસ્થતા જાળવવા માટે કામ અને આરામ, પરિવાર અને જાહેરજીવન વચ્ચે સંતુલન રાખતા શીખવું પડશે. આજે નવા કાર્યોની શરૂઆત કરવા માટે યોજના ઘડાય પરંતુ નવી શરૂઆત કરવામાં થોડા વિલંબ કે અવરોધો પછી સફળતા મળી શકે છે. આજે તમે પ્રતિષ્ઠાને અનુલક્ષીને વધુ ધ્યાન આપો તેવી શક્યતા છે. સંતાનોને લગતાં કાર્યો કે ખર્ચ કરવો પડે. શરીરમાં અપચન, અજીર્ણ જેવી બીમારીઓ સતાવે. વિદ્યાર્થીઓ એકંદરે સારો દિવસ છે. યાત્રા- પ્રવાસ માટે સમય અનુકૂળ નથી.
કર્ક: 18 સપ્ટેમ્બર, 2023 સોમવારના દિવસે ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ મધ્યમ ફળદાયી છે છે. આજે આપનામાં આનંદ, સ્ફૂર્તિ અને તાજગી જાળવી રાખવા માટે શક્ય હોય તો રોજિંદી બીબાઢાળ જીંદગીથી વિરામ લઈને ક્યાંક એકાંતમાં જાઓ અથવા મનપસંદ જગ્યાએ જાવ તેવું સુચન છે. મનમાંથી બિનજરૂરી ચિંતાઓ કાઢી નાખવી. ઘરમાં સ્વજનો સાથે વર્તનમાં આદરભાવ રાખવો. સ્ત્રીપાત્ર સાથે બોલવામાં સંયમ રાખવો. ખર્ચની શક્યતા પણ નકારી શકાય નહીં.
સિંહ: 18 સપ્ટેમ્બર, 2023 સોમવારના દિવસે ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ શુભફળ આપનારો રહે. આરોગ્યની દૃષ્ટિએ આજે આપની તંદુરસ્તી સારી રહેશે. ભાઇભાંડુઓ સાથે આનંદથી સમય પસાર કરો. તેમનાથી લાભ થાય. સુંદર સ્થળે પ્રવાસ પર્યટનનું આયોજન થાય. મિત્રો અને સ્વજનો સાથે મુલાકાત થાય. કાર્ય સફળતાથી આપ પ્રસન્ન રહેશો. પ્રિયતમાનો સંગાથ પામો. લાગણીસભર સંબંધોના બંધનમાં બંધાઓ. આજે આપને કલાક્ષેત્રે વિશેષ રૂચિ રહે. માનસિક સ્વસ્થતામાં દિવસ પસાર થાય.
કન્યા:18 સપ્ટેમ્બર, 2023 સોમવારના દિવસે ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આજનો દિવસ આપના માટે સારું ફળ આપશે. આજે આપની મધુર વાણીથી કોઇનું મન જીતી શકો અને આપનું કામ કઢાવી શકો. કુટુંબમાં આનંદનું વાતાવરણ રહે. પરિવારના સભ્યો સાથે સુખરૂપ સમય પસાર કરો. આર્થિક લાભ થવાની શક્યતા છે. આરોગ્ય સારું રહે. પ્રવાસ થવાની શક્યતા છે. બૌદ્ધિક ચર્ચાઓમાં જોડાઓ પરંતુ વિવાદ ટાળવો. મિષ્ટાન્ન ભોજન મળી શકે. એક્સપોર્ટ ઇમ્પોર્ટ સંબંધી બાબતોમાં સફળતા મળે.
તુલા:18 સપ્ટેમ્બર, 2023 સોમવારના દિવસે ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આપનો વર્તમાન દિવસ શુભફળદાયી રહેશે. આજે આપની રચનાત્મક અને કલાત્મક શક્તિ વધુ નીખરશે. આજે આપ આપની શારીરિક અને માનસિક સ્વસ્થતા જાળવી શકશો. આજે કોઇ સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરી શકશો. વૈચારિક દૃઢતાથી આપ કાર્યને સારી રીતે પાર પાડી શકશો. આર્થિક બાબતોનું વ્યવસ્થિત આયોજન થઇ શકે. પ્રિયપાત્ર સાથે આનંદથી સમય પસાર થાય. ઘરેણાં મોજશોખના સાધનો કે મનોરંજન પાછળ ધનખર્ચ થાય. આપના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય.
વૃશ્ચિક: 18 સપ્ટેમ્બર, 2023 સોમવારના દિવસે ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આજના દિવસમાં મોજશોખ અને મનોરંજન પાછળ નાણાં ખર્ચ થાય. અકસ્માતથી બચવા માટે વાહન શાંતિથી ચલાવવું તેમજ કામમાં ઉતાવળ ના રાખવી. જો અગાઉથી ઓપરેશન કરાવવાનું નક્કી કરેલું હોય તો શક્ય હોય ત્યાં સુધી આજના દિવસમાં મુલતવી રાખજો. વાતચીતમાં કોઇ સાથે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવુ. આપના સ્વભાવમાં થોડી ઉગ્રતા રહે તેથી ઝગડા તકરારથી દૂર રહેવું. અદાલતને લગતા કાર્યો સંભાળપૂર્વક કરવા. અસંયમિત વર્તન મુશ્કેલીમાં મૂકી શકે છે.
ધન: 18 સપ્ટેમ્બર, 2023 સોમવારના દિવસે ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. આજે આર્થિક, સામાજિક અને પારિવારિક દૃષ્ટિએ આપના માટે લાભનો દિવસ છે. ગૃહસ્થજીવનનો સંપૂ્ર્ણ આનંદ માણી શકો. પ્રેમનો સુખદ અનુભવ થાય. મિત્રો સાથે રમણીય સ્થળે પ્રવાસ પર્યટનનું આયોજન થાય. જીવનસાથીની શોધ કરનારાઓને લગ્નયોગ છે. પુત્ર અને પત્ની તરફથી આપને કંઇક લાભ મળે. આવકમાં વૃદ્ધિ તેમજ વેપારમાં લાભ મળવાનો દિવસ છે. સ્ત્રી મિત્રોથી લાભ થાય. ઉત્તમ ભોજન મળે.
મકર: 18 સપ્ટેમ્બર, 2023 સોમવારના દિવસે ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ થોડો સંઘર્ષમય રહેશે. આજના દિવસે આગ પાણીથી થતા અકસ્માત તેમજ વાહન અંગે સાવચેતી રાખવી. વેપારના કાર્ય અંગે દોડધામ વધે. વેપારની ઉઘરાણી માટે થતી મુસાફરીથી લાભ થાય. ઉપરી અધિકારીઓ ખુશ રહે. નોકરીમાં બઢતી મળે. બાળકોના અભ્યાસ અંગે સંતોષ અનુભવો. ગૃહસ્થજીવન આનંદપૂર્ણ રહે. ધન, માન- સન્માન મળે. સંબંધી મિત્રો વગેરેથી ફાયદો થાય.
કુંભ: 18 સપ્ટેમ્બર, 2023 સોમવારના દિવસે ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ મિશ્ર ફળદાયી નીવડશે. આપની તબિયત થોડી નરમગરમ રહે એમ છતાં માનસિક સ્વસ્થતા જાળવી શકશો. કામ કરવાનો ઉત્સાહ મંદ રહેશે. ઉપરી અધિકારીઓથી સંભાળવું. વધુ પડતો ધનખર્ચ થાય. મોજશોખ કે હરવાફરવા પાછળ વિશેષ ખર્ચ થાય. પ્રવાસ પર્યટનની શક્યતા છે. વિદેશથી સમાચાર મળે. સંતાનો અંગે ચિંતા રહે. પ્રતિસ્પર્ધીઓ સાથે ઊંડી ચર્ચામાં ન ઉતરવાની સલાહ આપવામાં આવે છે.
મીન:18 સપ્ટેમ્બર, 2023 સોમવારના દિવસે ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આજે આપને આકસ્મિક ધનલાભનો યોગ જણાઈ રહ્યો છે. માનસિક- શારીરિક શ્રમના કારણે આરોગ્ય બગડી શકે છે માટે કામના ભારણના પ્રમાણમાં ભોજન તેમજ આરામ પર ધ્યાન આપવું. શરદી, દમ, ખાંસી અને પેટના દર્દો જોર પકડે. ખર્ચનું પ્રમાણ વધશે. જળાશયથી દૂર રહેવામાં સલામતી છે. વિલ વારસા સંબંધી લાભ થાય. ખોટા કામથી દૂર રહેવું. ઇશ્વરભક્તિ અને આધ્યાત્મિક વિચારો આપના કષ્ટને હળવા કરશે.