ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Daily Horoscope: આજે આ રાશિના લોકોને પ્રેમનો સુખદ અનુભવ મેળવવાનું સૌભાગ્‍ય પ્રાપ્‍ત થાય

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

Daily Horoscope
Daily Horoscope

By

Published : Mar 12, 2023, 4:41 AM IST

અમદાવાદ : 12 માર્ચ 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે,કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારું રહેશે. કાર્યક્ષેત્રમાં બધી 12 રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યાં હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ:ચંદ્ર તુલા રાશિમાં છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપની ઉપર છે તેથી આજનો દિવસ સારી રીતે પસાર કરશો. આજે સુખમય દાંપત્‍યજીવનની સાથે સાથે બહાર હરવા ફરવાનો અને ભાવનાં ભોજન મળવાનો યોગ છે. વાહનસુખ સારું રહે. ખોવાયેલી વસ્‍તુ પરત મળવાની શક્યતા છે. ગૃહસ્‍થ જીવનમાં આનંદ વ્‍યાપી રહે. વિચારોના આવેગને અંકુશમાં રાખવો. એક્સપોર્ટ- ઇમ્‍પોર્ટ સાથે સંકળાયેલા વેપારીઓને લાભ અને સફળતા મળે. બૌદ્ધિક ચર્ચામાં જોડાઓ તો પણ વિવાદ ટાળી સમાધાનકારી વલણ અપનાવવું પડે.

વૃષભ:ચંદ્ર તુલા રાશિમાં છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. આપનો આજનો દિવસ આનંદ અને ખુશાલીમાં પસાર થશે. આપ વ્‍યવસ્થિત રીતે આપના કામમાં આગળ વધી શકશો અને યોજના મુજબ જેને પાર પાડી શકશો. આપના બાકી રહેલા કાર્યોને પણ સફળતાથી પૂરાં કરી શકશો. ઓફિસમાં સહકર્મચારીઓનો સહકાર સાંપડશે. મોસાળમાંથી કોઇ શુભ સમાચાર મળે અથવા કોઇનું મિલન થાય. માનસિક રીતે આપ પ્રફુલ્લિતતા અનુભવો. આજે આરોગ્‍ય સારું રહે.

મિથુન: ચંદ્ર તુલા રાશિમાં છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર રહેશે. આપનો આજનો દિવસ મધ્યમ રીતે પસાર થશે. નવું કામ શરૂ ન કરવાની સલાહ છે. સંતાનો અને જીવનસાથી સંબંધિત બાબતોમાં તમારો ઘણો સમય વ્યતિત થશે જેથી બીજા કાર્યોમાં ધ્યાન ઓછુ રહેશે. પેટને લગતી અજીર્ણ જેવી બીમારી હોય તેમણે ભોજન પર સંયમ રાખવો. આજે ખર્ચનું પ્રમાણ વધારે રહે. ખાસ કરીને સ્‍ત્રીવર્ગ પાછળ વધારે ખર્ચ કરવો પડે. વિદ્યાર્થીઓ માટે એકંદરે સમય સારો છે. અન્‍ય વ્‍યક્તિઓ સાથે વાદવિવાદના કારણે કોઇનું મનદુ:ખ ન થાય તેનું ધ્‍યાન રાખવું.

કર્ક: ચંદ્ર તુલા રાશિમાં છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર રહેશે. આપનો વર્તમાન દિવસ થોડું સંભાળીને ચાલવા જેવો છે. કારણ કે શારીરિક અને માનસિક અસ્‍વસ્‍થતાના કારણે આપનામાં કામ કરવાનો ઉત્સાહ જરૂર કરતા ઓછો રહે. છાતીમાં દર્દ કે અન્‍ય કોઇ વિકારથી પીડાતા જાતકોએ અત્યારે સારવારમાં જરાય ગાફેલ રહેવું પોષાય તેમ નથી. ઘરના સભ્‍યો સાથે કોઈપણ બાબતે શાંતિથી બેસીને ચર્ચા કરવી અને દરેકને જેટલો વધુ આદર આપશો એટલા સંબંધોમાં ઘનિષ્ઠતા અનુભવશો. જાહેર પ્રતિષ્ઠાનો વધુ પડતો મોહ રાખવો નહીં. અનિદ્રાના કારણે પણ મન થોડુ વ્યાકુળ રહી શકે છે.

સિંહ: ચંદ્ર તુલા રાશિમાં છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપ તન અને મનથી સ્વસ્થ અને પ્રફુલ્લિત રહેશો. પાડોશીઓ અને ભાઈભાંડુ સાથેના સંબંધો સુમેળભર્યા રહેશે. ધાર્યું કામ પાર પડશે. નાનો પ્રવાસ થાય. ભાગ્યવૃદ્ધિ માટેની તકો સામે આવશે. હરીફો પર આપ વિજય મેળવી શકશો. પ્રિયજનની નિકટતા આપને હર્ષિત કરશે. લાગણીભર્યા સંબંધોની ગહનતાનો પરિચય થશે. આર્થિક લાભ મળશે.

કન્યા: ચંદ્ર તુલા રાશિમાં છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપનું વલણ દ્વિધાભર્યું રહે. નકારાત્‍મક વિચારો મનની અસ્‍વસ્‍થતા વધારવાનો પ્રયાસ કરી શકે છે માટે વિચારોમાં સકારાત્મકતા અને સ્વભાવમાં ઉત્સાહ લાવવાનો પ્રયાસ કરવો. કુટુંબીજનો સાથે ગેરસમજ ટાળવી. બિનજરુરી ખર્ચ થાય. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં એકાગ્રતા વધારવા માટે વધુ મહેનત કરવી પડશે. બૌદ્ધિક ચર્ચા દરમ્‍યાન વિવાદ ટાળવાની આપને સલાહ છે. પ્રવાસની શક્યતા છે. આયાત-નિકાસના વ્‍યવસાયમાં સફળતા મળશે.

તુલા:ચંદ્ર તુલા રાશિમાં છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર રહેશે. વર્તમાન સમયમાં આપ ખૂબ સારી રીતે આર્થિક આયોજન પાર પાડી શકશો. આજે આપની કલાત્‍મક અને સર્જનાત્‍મક શક્તિ શ્રેષ્‍ઠતમ રહેશે. શારીરિક અને માનસિક રીતે તંદુરસ્‍ત રહેશો. દૃઢ વિચાર અને આત્‍મવિશ્વાસથી કામ પાર પાડી શકશો. ભાગીદારો સાથે સુમેળ રહેશે. મોજશોખ મનોરંજન પાછળ ધનખર્ચ થાય. દાંપત્‍યજીવનમાં નિકટતા અનુભવાય.

વૃશ્ચિક: ચંદ્ર તુલા રાશિમાં છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર રહેશે. આજના દિવસ દરમ્‍યાન આનંદ પ્રમોદ તથા મનોરંજન પાછળ નાણાં ખર્ચાશે. માનસિક ચિંતા અને શારીરિક તકલીફોથી પરેશાન થવાય. અસંયમિત વાણી કે વર્તન ઝઘડા ટંટાનું કારણ બની શકે છે. કુટુંબીજનો અને સગાંસ્‍નેહીઓ સાથે અણબનાવ રહે.

ધન:ચંદ્ર તુલા રાશિમાં છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર રહેશે. પ્રેમનો સુખદ અનુભવ મેળવવાનું સૌભાગ્‍ય પ્રાપ્‍ત થાય. આર્થિક, સામાજિક અને કૌટુંબિક દૃષ્ટિએ આજે લાભનો દિવસ છે. ગૃહસ્‍થજીવનમાં આનંદ છવાયેલો રહેશે. મિત્રો, ખાસ કરીને સ્‍ત્રી મિત્રોથી લાભ તેમજ પ્રવાસનું આયોજન થાય. આવકના સાધનોમાં વધારો થાય. વેપારમાં વૃદ્ધ‍િ અને લાભ થાય. લગ્‍નયોગ છે, માંગલિક કાર્યો થાય. ઉત્તમ ભોજન મળે.

મકર:ચંદ્ર તુલા રાશિમાં છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર રહેશે. વ્‍યવસાયક્ષેત્રે ધન, માન, પ્રતિષ્‍ઠા વધશે. નોકરીમાં પણ આપની મહેનત રંગ લાવતી લાગે, ઘર, પરિવાર અને સંતાનોની બાબતમાં આનંદ અને સંતોષની લાગણી અનુભવશો. વ્‍યવસાયિક કામ અંગે દોડધામ વધશે. નોકરીમાં પદોન્‍નતિ થાય. સરકારી કાર્યોમાં સફળતા મળે અને સરકાર તથા મિત્રો, સંબંધીઓથી ફાયદો થાય.

કુંભ: ચંદ્ર તુલા રાશિમાં છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપ તબિયતમાં આંશિક અસ્‍વસ્‍થતા અનુભવશો, પરંતુ માનસિક રીતે સ્‍વસ્‍થ હશો. કામ કરવામાં ઉત્‍સાહ હંમેશા કરતા થોડો ઓછો વર્તાશે. ઓફિસમાં ઉચ્‍ચ અધ‍િકારીઓ સાથે બોલચાલમાં વિનમ્ર રહેવું. હરીફો સાથે દલીલોમાં ઉતરવું આજે યોગ્‍ય નથી. મોજશોખ પાછળ વિશેષ ખર્ચ થશે. મુસાફરીનો યોગ છે. વિદેશગમનની શક્યતાઓ ઉદભવે તથા વિદેશથી સમાચાર મળે. સંતાનોની બાબતોમાં તમે વધુ વ્યસ્ત રહેશો.

મીન: ચંદ્ર તુલા રાશિમાં છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. આપને આજનો દિવસ ઇશ્વરભક્તિ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં ગાળવાની સલાહ છે. કારણ કે આજના દિવસે આપને થોડી પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડશે. તંદુરસ્‍તીની બાબતમાં આજે વિશેષ ધ્યાન આપવું પડશે. માંદગી પાછળ ખર્ચ કરવો પડે. આકસ્મિક ખર્ચ થવાનો પણ સંભવ છે. કુટુંબીજનો સાથે સંભાળીને રહેવું. આકસ્‍િમક ધનલાભ આપના મનના ભારને હળવો કરશે. વેપારીઓને ઉઘરાણીના નાણાં મળે.

ABOUT THE AUTHOR

...view details