ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Aajnu Rashifal: આજે આ રાશિના લોકોને લગ્‍નોત્‍સુક પાત્રોને જીવનસાથી મળવાના યોગ છે - Aajnu Rashifal

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

Etv BharatAajnu Rashifal
Etv BharatAajnu Rashifal:

By ETV Bharat Gujarati Team

Published : Oct 2, 2023, 5:00 AM IST

અમદાવાદ : 02 ઓક્ટોબર, 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: 02 ઓક્ટોબર, 2023 સોમવારના દિવસે આજે મેષ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર છે. આજે જે કાર્ય કરશો તેમાં ઉત્સાહ જળવાઇ રહેશે. શારિરીક માનસિક તાજગી અને સ્ફૂર્તિ જળવાશે. કૌટુંબિક સુખ શાંતિ જળવાઇ રહેશે. મિત્રો અને સ્વજનો સાથે ખુશીની પળો માણી શકશો. માતા તરફથી લાભ મેળવી શકશો. પ્રવાસ થવાની શક્યતા છે. આર્થિક લાભ, સ્વાદિષ્ટ ભોજન અને ભેટ સોગાદો મેળવીને આનંદ અનુભવશો.

વૃષભ:02 ઓક્ટોબર, 2023 સોમવારના દિવસે આજે મેષ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર છે. આપના માટે આજનો દિવસ મધ્યમ ફળદાયક છે. આજે આપ કારણ વગર જાતજાતની ચિંતાઓથી પરેશાન રહો માટે બિનજરૂરી વિચારોને મનમાંથી કાઢવાની સલાહ છે. આજે શારીરિક સ્‍વાસ્‍થ્‍યમાં પણ થોડી સુસ્તિ વર્તાશે. ખાસ તો, આંખને લગતી બીમારી થાય. ઘરમાં પરિવારના સભ્‍યો અને સગાંસ્‍નેહીઓ સાથે ખટરાગ ટાળવો. આજે આપના કાર્યો પૂરા કરવા માટે મહેનત વધારવી પડશે. કોઇક કારણસર વધારે ખર્ચ પણ કરવો પડે. આપે કરેલા પરિશ્રમનું અપેક્ષા કરતા ઓછુ વળતર મળે તો પણ નિરાશ થયા વગર મહેનત ચાલુ રાખવી. કોઇ અવિચારી નિર્ણય કે પગલાથી ગેરસમજ ઉભી ન થાય તેનું ધ્યાન રાખવું.

મિથુન: 02 ઓક્ટોબર, 2023 સોમવારના દિવસે આજે મેષ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર છે. વ્‍યાપાર કરનારા લોકો માટે આજનો દિવસ લાભદાયી નીવડશે. તેમના વેપાર અને આવકમાં વૃદ્ધિ થાય. મિત્રો તરફથી લાભ થાય અને તેમની મુલાકાત આનંદદાયક હોય. પરિવારમાં પત્‍ની અને પુત્ર તરફથી સારા સમાચાર મળે. નોકરીમાં ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટિથી આપને લાભ થાય. લગ્‍નોત્‍સુક પાત્રોને જીવનસાથી મળવાના યોગ છે. સ્‍ત્રીમિત્રો તરફથી ફાયદો થાય. આજે લગ્‍નસુખ સારું મળે.

કર્ક: 02 ઓક્ટોબર, 2023 સોમવારના દિવસે આજે મેષ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર છે. વર્તમાન દિવસ આપના માટે શુભ હોવાનું જણાઈ રહ્યું છે. વ્‍યવસાય કરનારાઓ પર ઉતરી અધિકારીઓ મહેરબાન રહે. નોકરીમાં લાભ થાય. બઢતી મળે. કુટુંબમાં એખલાસનું વાતાવરણ રહે. નવા ફર્નિચરથી ઘરની શોભા વધારશો. સરકારી લાભ મળે. માતા તરફથી લાભ મળવાના યોગ છે. આજે ઉત્તમ સાંસારિક સુખ મળે. માન- મોભો, ધન પ્રતિષ્‍ઠામાં વૃદ્ધિ થાય. શરીર અને મન સ્‍વસ્‍થ રહેશે. મિત્રો તરફથી ભેટસોગાદો મળે.

સિંહ:02 ઓક્ટોબર, 2023 સોમવારના દિવસે આજે મેષ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર છે. આપનો આજનો દિવસ થોડાક આળસ અને કંટાળામાં પસાર થશે. માનસિક રીતે સ્‍વભાવમાં ઉગ્રતા રહે. સ્‍વાસ્‍થ્‍ય થોડુંક નરમગરમ રહે. પેટના દર્દો પશાન કરી શકે છે. આજે સફળતા મેળવવા વધુ કાર્ય કરવું પડશે. ખોટા વાદવિવાદ અને ચર્ચાઓથી બચવું. જોખમી કહેવાય તેવા વિચાર વર્તન અને આયોજનથી દૂર રહેવું. ધાર્મિક પ્રવાસની શક્યતા છે. વધારે પડતા ક્રોધથી બચતા રહેવું.

કન્યા: 02 ઓક્ટોબર, 2023 સોમવારના દિવસે આજે મેષ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર છે. આજના દિવસે નવા કાર્યની શરૂઆત કરવામાં અવરોધોના એંધાણ છે. બહારનું ખાવાપીવાથી આરોગ્‍ય બગડવાની સંભાવના જોતા અત્યારે સ્વાદના ચટાકા લેવા પર અંકુશ રાખવો. ગુસ્‍સાનું પ્રમાણ વધારે રહેશે તો કોઈની સાથે તણાવ થઈ શકે છે. પરિવારજનો સાથે મનદુ:ખના પ્રસંગ ટાળવા આદર અને સહકારની ભાવના વધારજો. પાણીથી સંભાળવું. અગત્‍યના નિર્ણયો કે જોખમો ટાળવા. વિલ વારસાને લગતી સમસ્‍યાઓ ઉદભવે. હિતશત્રુઓથી સંભાળવું. ગૂઢ રહસ્‍યમય બાબતમાં વધુ રસ પડે છે.

તુલા: 02 ઓક્ટોબર, 2023 સોમવારના દિવસે આજે મેષ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર છે. આપનો આજનો દિવસ સફળતા અને આનંદ પ્રમોદથી ભરેલો હશે. જેથી સમગ્ર દિવસ દરમ્‍યાન મનમાં પ્રસન્‍નતાનો અનુભવ કરશો. જાહેર જીવનને લગતા કાર્યોમાં સફળતા અને સિદ્ધિ પ્રાપ્‍ત કરશો. ખાસ કરીને વિજાતીય પાત્રો આજે આપના જીવનમાં છવાયેલા રહેશે. મોજ મજા પાછળ ખર્ચ થાય. નવા વસ્‍ત્રાભૂષણોની ખરીદી થાય તેમ જ તે પહેરવાનો અવસર સાંપડે. તન મનની તંદુરસ્‍તી જળાઇ રહે. ઉત્તમ ભોજન અને દાંપત્યસુખની પ્રાપ્‍િત થાય. પ્રણયપ્રસંગ માટે દિવસ શુભ હોવાનું જણાઈ રહ્યું છે.

વૃશ્ચિક: 02 ઓક્ટોબર, 2023 સોમવારના દિવસે આજે મેષ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર છે. પરિવારમાં સુખશાંતિનો માહોલ રહેશે. શારીરિક માનસિક સ્‍વસ્‍થતા જળવાય. કરકસરથી ખર્ચ કરશો. બીમાર વ્‍યક્તિના સ્‍વાસ્‍થ્‍યમાં સુધારો થતો જણાશે. હરીફો અને દુશ્‍મનોને મ્હાત કરી શકશો. ઓફિસમાં સહકર્મીઓનો સહકાર મળશે. મોસાળ તરફથી સમાચાર મળે. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય. આર્થિક લાભની શક્યતા છે. ખોરંભે ચઢેલા કાર્યો પુરાં થશે.

ધન:02 ઓક્ટોબર, 2023 સોમવારના દિવસે આજે મેષ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર છે. આજે કાર્ય સફળતા ન મળે તો પણ નિરાશ ન થવાની આપને સલાહ છે. આજે આપે ક્રોધની લાગણી પર કાબુ રાખવો પડશે. સંતાનોના વિવિધ પ્રશ્નોમાં તમારી વ્યસ્તતા ઘણી વધારે રહેશે. આજે શક્ય હોય ત્યાં સુધી લાંબી મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવે છે. છતાં, પ્રણય મોરચે વાત કરીએ તો, પ્રિયપાત્ર સાથેની રોમાંચક મુલાકાત થાય. પ્રણય પ્રસંગો સર્જાવાની શક્યતા છે.

મકર: 02 ઓક્ટોબર, 2023 સોમવારના દિવસે આજે મેષ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર છે. આજના દિવસ દરમ્‍યાન આપની મનોસ્થિતિ અને શારીરિક સ્‍વસ્‍થતા બહુ સારી ન હોય, તો સાવ ખરાબ પણ નહીં હોય. પરિવારમાં કલેશની સ્થિતિ ટાળવી તેમજ મન મોટુ રાખવું. શરીરમાં સ્‍ફૂર્ત‍િ કે તાજગી ઓછી રહેશે. આપ્‍તજનો સાથે મનદુ:ખના પ્રસંગો ના બને તે માટે કેટલીક વખત નમતું પલ્લું રાખવું પડશે. બીમાર જાતકોને ખાસ કરીને છાતીમાં પીડા કે વિકાર થાય. સુખપૂર્વક નિદ્રા ન માણી શકો. સ્‍ત્રીઓ તેમજ પાણીથી સંભાળવાની સલાહ આપવામાં આવે છે. માનસિક ઉદ્વેગ અને પ્રતિકૂળતાઓમાં વધારો થઈ શકે છે.

કુંભ: 02 ઓક્ટોબર, 2023 સોમવારના દિવસે આજે મેષ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર છે. આજે આપ માનસિક રીતે ઘણી હળવાશ અનુભવશો. આપના મન પર છવાયેલાં ચિંતાના વાદળ દૂર થતાં આપના ઉત્‍સાહમાં વધારો થશે. ઘરમાં ભાઇબહેનો સાથે મળીને કોઇ આયોજનો હાથ ધરશો. તેમની સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. ચિત્તમાં પ્રસન્‍નતા રહે. મિત્રો- સ્‍વજનો સાથે મુલાકાત થાય. નાનકડો પ્રવાસ પણ થઇ શકો. હરીફો સામે વિજય મળે. ભાગ્‍યવૃદ્ધિ થાય. પ્રિયતમાના સંગાથથી આનંદ અનુભવશો.

મીન:02 ઓક્ટોબર, 2023 સોમવારના દિવસે આજે મેષ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર છે. આપના ગરમ મિજાજને નિયંત્રણમાં રાખવાની સલાહ છે. કોઇની સાથે સંઘર્ષ ટાળવો. નાણાંકીય બાબતો અને લેવડદેવડમાં સાવચેત રહેવું પડશે. કુટુંબીજનો સાથે મતભેદ ના થાય તે માટે પોતાની વાત અને વિચારોમાં સકારાત્મકતા અને પારદર્શકતા રાખવી. મન શાંત રાખવું અને ધીરજથી કામ લવું. આહારમાં ધ્યાન નહીં રાખો તો સ્વાસ્થ્ય બગડી શકે છે.

ABOUT THE AUTHOR

...view details