મેષઃતમે આનંદ અને ખુશીઓ સાથે આ સપ્તાહની શરૂઆત કરશો. નાણાકીય દૃશ્ટિએ આ સમય તમારા માટે ફળદાયી રહેશે. તમારી આવકમાં વધારો થઈ શકે છે, ભલે તમે બહુ કામ ના કરો તો પણ તમને સારી એવી રકમ મળી શકે છે. નોકરી કરતા લોકો માટે આ અઠવાડિયું સાનુકૂળ રહેશે કારણ કે તમને પ્રમોશન મળવાની સંભાવના રહેશે. તમારા બોસ સાથે સારો તાલમેલ જાળવી રાખવો. આ અઠવાડિયે તમારી વિદેશ જવાના પ્રયાસોમાં સફળતા મળે. વેપાર કરતા હોય તેમના માટે સાનુકૂળ સમય હોવાથી તમે કામમાં ગતિ પ્રાપ્ત કરશો. તમે સરકારી ક્ષેત્ર તરફથી મોટું ટેન્ડર મેળવી શકો છો. તમારે આ અઠવાડિયે તમારી એકાગ્રતામાં થોડો વધારો કરવો પડશે અને તમારા કામથી કામ રાખવુ પડશે. પરણિત લોકો પારિવારિક જીવનમાં વધતા તણાવથી થોડા વ્યથિત રહેશે, જે લોકો પ્રેમ જીવન વિતાવી રહ્યા હોય તેમને તેમના સંબંધોમાં રોમાંસની સાથે કેટલીક મીઠી-મીઠી વાતો પણ સાંભળવા મળી શકે છે. તે તમારા સંબંધને સુંદર બનાવશે. ઘરમાં કોઈ વાતને લઈને ખુશીથી ઉજવણી કરવામાં આવશે, પરંતુ બીજી તરફ તમારી વાણીમાં અંકુશ રાખવાની સલાહ છે અન્યથા સંબંધોને અસર પડી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં અવરોધો વચ્ચે આગળ વધવાનું હોવાથી સખત પરિશ્ચમની તૈયારી રાખવી. મુસાફરી માટે શરૂઆત અને અંતિમ ચરણ સારું છે.
વૃષભઃ નોકરિયાત લોકો માટે અઠવાડિયું સારું છે. તમારી મહેનત અને તમારી કાર્યક્ષમતા સારી રહેશે. કોર્ટ-કચેરીની બાબતોમાં તમારા પક્ષમાં ચુકાદો આપશે. તમે તમારા વરિષ્ઠ કરતા પણ વધુ સારું પ્રદર્શન આપી શકશો. વેપાર કરતા લોકોને મહેનત કરવાથી ફાયદો થશે. ઓટોમોબાઈલ સેક્ટર અથવા કન્સ્ટ્રક્શન વર્ક સાથે જોડાયેલા લોકો માટે આ અઠવાડિયું વધુ ફાયદાકારક રહેશે. વેપારી વર્ગ માટે આ અઠવાડિયું ખૂબ મદદગાર સાબિત થશે. કામમાં તમારું ટેલેન્ટ વધશે. તમને મિત્રો સાથે સમય વિતાવવાનો મોકો મળશે અને તે લોકો તમારા કામમાં મદદ પણ કરશે. તમે તમારા કોઈપણ શોખને આગળ વધારી શકશો. બેંક બેલેન્સ વધવાથી માનસિક ચિંતા ઓછી રહેશે. તમે કંઇક નવું શીખવાની ઈચ્છા રાખશો. વિદ્યાર્થીઓ અભ્યાસમાં સખત મહેનત કરી શકશે, જેના કારણે તમને સારા પરિણામ મળશે. તમારા અંગત જીવનની વાત કરીએ તો વિવાહિત જીવનમાં ચિંતામાં વધારો થઈ શકે છે. તમારા જીવનસાથી તમારી સાથે ખૂબ જ ચિડાઈને વર્તન કરશે. પ્રેમસંબંધોમાં હોય તેમને પ્રિયનો સંપૂર્ણ સહયોગ મળશે. વિજાતીય પાત્રોને આકર્ષવામાં તમે સફળ રહેશો. મુસાફરી માટે અઠવાડિયાની શરૂઆત સારી રહેશે.
મિથુનઃસામાજિક અને પારિવારિક મોરચે વધુ ધ્યાન આપીને તેમજ મિત્રો અને આપ્તજનો વચ્ચે વધુ સમય વિતાવીને તમે આ સપ્તાહની શરૂઆત કરશો જેથી માનસિક પ્રફુલ્લિતા રહેશે. પરિવારમાં કેટલીક નવી વસ્તુઓ થશે અને કેટલીક ખાસ વાતો પર ચર્ચા થશે. ઘરનો માહોલ તમારા માટે પ્રેરક અને પ્રોત્સાહક રહેશે અને એકબીજામાં પ્રેમની લાગણી રહેશે, જેના કારણે તમે પણ હળવાશ અનુભવશો. ભવિષ્યમાં તેઓ કોઈ નવી યોજના અંગે પણ ચર્ચા કરી શકે છે. નોકરી માટે સમય સાનુકૂળ છે. ઓફિસમાં તમારી સ્થિતિ મજબૂત રહેશે અને તમે તમારા કામમાં સંપૂર્ણ રીતે વ્યસ્ત રહેશો. ઉપરીઓ તમારા કામથી ખુશ થાય. વ્યવસાય કરતા લોકો તેમના વિકાસ બાબતે થોડા ચિંતિત રહી શકે છે અને તેથી તેઓ કંઈક નવું આયોજન કરશે, જેથી તે લોકો પાતાની વૃદ્ધિમાં વધુ વધારી શકશે. તમે વ્યવસાયમાં નવું રોકાણ કરવાનું પણ વિચારી શકો છો. પરિણીત લોકો તેમના ગૃહસ્થ જીવનને વધુ સારું બનાવવાનો પ્રયાસ કરશે, પરંતુ જીવનસાથી થોડો અલગ મૂડમાં હશે અને તમને તેમનું વર્ચસ્વ અને ગુસ્સાવાળુ વર્તન તમને ગમશે નહીં. લવ લાઈફમાં થોડા પડકારો રહેશે માટે તમારે ખૂબ જ ધ્યાનથી ચાલવું પડશે. મુસાફરી માટે આ અઠવાડિયું સારું રહેશે. વિદ્યાર્થીઓ અભ્યાસ બાબતે વધુ ગંભીર થશે અને પરીક્ષાલક્ષી તૈયારીઓ કરી શકશે.
કર્કઃશરૂઆતમાં તમે ઉત્સાહથી છલકાતા જોવા મળશો અને દરેક કામ પૂરી તાકાતથી કરશો, જેનાથી મનમાં સકારાત્મકતા રહેશે અને તમારો આત્મવિશ્વાસ વધશે. નોકરી કરનારા જાતકોએ તેમના કાર્યમાં તાકાત જાળવી રાખવા માટે કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તમારા ઉપરીઓ સાથે સંબંધો સારા રહેશે, જેનાથી તમને નોકરીમાં આર્થિક લાભ સાથે બઢતી મળી શકે છે. તમને નવું અસાઇન્મેન્ટ આપવામાં આવી શકે છે. વ્યવસાય કરતા લોકો તેમના કામને આગળ વધારવા માટે કેટલાક નવા લોકો સાથે મુલાકાત કરશે. પરણિત લોકોને જીવનસાથી જોડે તણાવ થઇ શકે છે. કદાચ તમારી વચ્ચે સુલેહ કરવા માટે સાસરિયાઓને મધ્યસ્થી કરવી પડે. પ્રેમ જીવન જીવતા લોકો જીવનનો આનંદ માણશે અને તે લોકો આ અઠવાડિયામાં ક્યાંક ફરવા જઈ શકે છે અને એકબીજા સાથે સારો સમય વિતાવશે. તમારા પરિવાર અને પ્રોફેશન વચ્ચે સંતુલન જળવાઇ રહેશે. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સખત મહેનતથી ભરેલું રહેશે. તમે અભ્યાસમાં આગળ વધી શકો તેના માટે પુરતા પ્રયત્ન કરશો કે. મુસાફરી માટે આ અઠવાડિયું સારું રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત બાબતો તમારું ધ્યાન ખેંચશે અને તમારે તમારા સ્વાસ્થ્યને લઈને ડૉક્ટરનો સંપર્ક કરવો પડી શકે છે. ખાવા-પીવામાં ધ્યાન આપવું જરૂરી રહેશે.
સિંહ: આ અઠવાડિયામાં તમારે આર્થિક બાબતે સાચવીને ચાલવું પડશે. મર્યાદિત આવક વચ્ચે ખર્ચને પહોંચી વળવાનું હોવાથી જરૂર હોય ત્યાં અગાઉથી જોગવાઇ રાખવાની સલાહ છે. વિદેશ જવા માંગતા હોય તેમને આ અંગે સારા સમાચાર આવે અથવા વિદેશ પ્રવાસ થઇ શકે છે. તમે મોજશોખમાં ઘણા પૈસા ખર્ચીને કંઈક નવું કામ કરવાનો પ્રયાસ કરી શકો છો. તમારો ખર્ચામાં વધારો થઈ શકે છે, પરંતુ અઠવાડિયુંના મધ્યથી અંત સુધીનો સમય સારો રહેશે. ખર્ચમાં ઘટાડો થશે. નોકરિયાત લોકોએ પોતાના કામમાં પૂરેપૂરું ધ્યાન આપવું પડશે. જો કે આ અઠવાડિયે તમારા બોસ તમારી પડખે ઉભા જોવા મળશે. વ્યવસાયમાં જોડાયેલા જાતકોએ ગુણવત્તા વધારવી પડશે અને માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તમારે તમારાં કામના સંબંધિત ઘણી મુસાફરી કરવી પડી શકે છે. તમે તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો જોશો. વિવાહિત લોકોને ગૃહસ્થ જીવનમાં સુખનો અનુભવ થશે અને એકબીજાથી સરસ ટ્યુનિંગ થશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકોને તેમના પ્રિયપાત્ર સમક્ષ દિલની વાત જણાવવાનું ખૂબ જ સરળ લાગશે અને આખી વાત કહ્યા પછી તેમના ચહેરા પર સંતોષનું સ્મિત જોવા મળશે. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સારું રહેશે. તમારી બુદ્ધિનો વિકાસ કરી શકશો અને તમારું મનોબળ મજબૂત બનશે. અભ્યાસ પરની તમારી પકડ મજબૂત બનશે. મુસાફરી કરવા માટે અઠવાડિયાનો ઉત્તરાર્ધ બહેતર છે.
કન્યા: હવે તમારી આવકમાં વધારો થશે અને ખર્ચ અંકુશમાં આવશે જેથી સ્વાભાવિક રીતે તમારા દિલ અને દિમાગમાં ખુશી તેમજ નિરાંત રહેશે અને તમે ટેન્શન ફ્રી થઇને કેટલાક મોજશોખ, મનપસંદ વસ્તુઓની ખરીદી, લાંબાગાળાના રોકાણ વગેરે પર ખર્ચ કરી શકશો. વેપારી વર્ગ માટે સારો સમય છે. તમારો વ્યવસાય ઝડપી ગતિએ વધશે. ધંધામાં સફળતાના પતાકા ફરકશે, જે તમારા વિરોધીઓને સ્તબ્ધ કરી દેશે. કોર્ટ-કચેરી સંબંધિત બાબતોમાં તમને સફળતા મળી શકે છે, પરંતુ કોઈ પણ મહિલા સાથે ફસાઈ જવાનું ટાળવું. નોકરીમાં પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેશે. તમને બોસ સાથે કોઇ મહત્વના પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવાની તક મળશે જેમાં બોસ પ્રભાવિત થશે. તમારા માટે પ્રમોશનનો માર્ગ ખુલ્લો થઇ શકે છે. ઓફિસમાં આંતરિક ખેંચતાણથી સતર્ક રહેવું. તમારા વિવાહિત જીવનમાં પ્રેમમાં વધારો થશે. પ્રેમ જીવન માટે આ સમય થોડો નબળો રહેશે. તમને તમારા મનની વાત કરવામાં થોડી મુશ્કેલી ઉભી થઈ શકે છે, પરંતુ તેને દૂર કરવાનો પ્રયાસ કરવો, તો જ તમે પ્રેમ જીવનનો આનંદ માણી શકશો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં થોડી મહેનત અને એકાગ્રતા વધારવાની ખાસ સલાહ થે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વધારે ધ્યાન આપવું પડશે.