ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Weekly Horoscope for 12 to 18 March : સાપ્તાહિક રાશિફળ જાણો, કેવું રહેશે આપનું સપ્તાહ - Weekly Horoscope for 12 to 18 March

કેવું રહેશે આપનું અઠવાડિયું અભ્યાસ, પ્રેમ, લગ્નજીવન તેમજ વેપાર જેવા ક્ષેત્રોમાં કેવી રહેશે ગ્રહદશા શું વૈવાહિક જીવનમાં મળશે રાહત અભ્યાસમાં બાળકોનું મન નથી લાગી રહ્યું શું આવનારા સમયમાં વિદેશ યાત્રાના યોગ છે.જીવનસાથી સાથે કેવી રીતે વીતશે આગામી સપ્તાહ જાણો શું કહે છે, જ્યોતિષાચાર્ય પી ખુરાના

Weekly Horoscope for 12 to 18 March
Weekly Horoscope for 12 to 18 March

By

Published : Mar 12, 2023, 5:31 AM IST

મેષ:નોકરિયાત જાતકો તેમની સખત મહેનતના આધારે પોતાનું સારું પ્રદર્શન આપી શકશે, જે તમારી બઢતીના દરવાજા ખોલી શકે છે. જો તમે વ્યવસાયિક વર્ગના છો તો આ અઠવાડિયું તમારા માટે સારું રહેશે. તમારા કામને સરકારી ક્ષેત્ર સાથે જોડીને તમે ખૂબ સારો નફો મેળવી શકો છો પરંતુ વ્યાપાર કરતા જાતકોને તેમના કામ પર વધુ ધ્યાન આપવાની જરૂર પડશે , અન્યથા વિઘ્નો આવી શકે છે. આ સમય તમારા પક્ષમાં ચાલી રહ્યો છે. તમને સંતાન સંબંધિત કોઈ સુખદ સમાચાર મળી શકે છે, વિવાહિત જીવનમાં પ્રેમના અંકુર ફૂટશે અને તમારા જીવનસાથી સાથે આત્મીયતા વધશે, જે તમારા સંબંધોને વધુ સુંદર બનાવશે. તમે તમારા જીવનસાથી સાથે એકલા સમય પસાર કરવાનો પસંદ કરશો અને તેમના દિલની સ્થિતિ વિશે પૂછશો અને તેમને કોઈ સમસ્યા છે કે કેમ તે જાણવાનો પ્રયત્ન કરશો. તેમની સાથે ફરવા જાઓ અથવા મંદિરની મુલાકાત લો, પ્રેમ જીવન માટે અઠવાડિયાની શરૂઆત ખૂબ જ સારી રહેશે, તમે તમારી કલાત્મક અભિવ્યક્તિથી તમારા પ્રિયનું દિલ જીતી શકશો. તમે તમારા પ્રેમીને તમારા દિલની વાત કહેશો અને તેમના દિલમાં સ્થાન બનાવવામાં સફળ બનશો. અઠવાડિયાના પ્રારંભના દિવસો મુસાફરી કરવાના હેતુથી સાનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં પ્રગતિ મેળવવાની તક પ્રાપ્ત થશે અને વિદેશ જવાની તક પણ મળી શકે છે.

વૃષભ:નોકરીમાં તમને સારું પગાર ધોરણ મળવાની સંભાવના રહેશે. તેથી તમારો પગાર વધવાની શક્યતા વધી જશે, જ્યારે તમે બિઝનેસ કેટેગરીના વ્યક્તિ છો તો તમને ભૂતકાળમાં કરેલા પ્રયત્નોનો લાભ મળશે અને તમારી કોઈ સ્ત્રી મિત્રના કારણે તમારા વ્યવસાયમાં લાભની સ્થિતિ ઉભી થઈ શકે છે. તમે કોઈ પણ લોન લઈ શકો છો, જેને ચુકવવામાં પાછળથી તમને સમસ્યા થઈ શકે છે, તેથી ખૂબ જ કાળજીપૂર્વક અને જરૂરિયાત અનુસાર લોન લેવી. આ અઠવાડિયામાં તમારા જીવનસાથીની તબિયત બગડી શકે છે અને તેમને લગતી કોઇ ચિંતા પણ તમને પરેશાન કરી શકે છે. આના કારણે તમારે તમારા વિવાહિત જીવનમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમે સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સતર્ક રહેશો અને તેથી કોઈપણ નવી કસરત તેમજ એરોબિક્સનો સહારો લઈ શકો છો. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ સમય નબળો રહેશે, તેથી વધુ પડતી લાગણી રાખવી નહીં અને વ્યવહારુ અભિગમ રાખવો તેમજ તમારા પ્રિયને પણ સંપૂર્ણ સ્પેસ આપવી, જેથી તે તમારા સાથે પોતાના વિચારો શેર કરી શકે અને ટેન્શન ફ્રી બની શકે. તમારો સંબંધ ગાઢ રહેશે અને તમે પ્રેમ જીવનનો આનંદ માણી શકશો. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું ચડતી-પડતી ભરેલું રહેશે. તમારે અભ્યાસ કરવામાં વધુ ધ્યાન આપવું પડશે. જો તમે વિદ્યાર્થી છો તો તમારા પર અભ્યાસનું દબાણ રહેશે અને તમારે સખત મહેનત કરવી પડશે. અઠવાડિયાનો ત્રીજો અને ચોથો દિવસ મુસાફરી કરવાના હેતુથી વધુ સાનુકૂળ રહેશે.

મિથુન:નોકરી કરતા જાતકો માટે આ અઠવાડિયું સારું છે. તમે તમારા કાર્યસ્થળ પર તમારા બોસને પ્રભાવિત કરવામાં કોઈ કસર છોડશો નહીં. વેપાર કરતા જાતકો પણ તેમના કામમાં સારી પ્રગતિ મળતી જોઈ શકશે અને તમારી મહેનત સફળ થશે, જેના કારણે વેપારમાં વધારો થશે. આ અઠવાડિયે વિવાહિત જીવન ખુશીઓથી ભરેલું રહેશે. તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ તમારી સાથે રહેશે. તમે તમારું ગૃહસ્થ જીવન સારું બનાવી શકશો. તમે તમારા પ્રેમ જીવનને લઈને ખૂબ જ એક્ટિવ રહેશો અને હવે તમે જોઈ શકશો કે આ સમયે તમારા પ્રેમ જીવનમાં નીરસતા આવી ગઈ છે, તેને દૂર કરવા માટે તમે કંઈક નવું કરશો અને તમારા પ્રિયને રોમેન્ટિક અનુભવ કરાવશો, તેનાથી તમારી વચ્ચેના અંતરમાં ઘટાડો થશે અને નિકટતા વધશે. તમે તમારા પ્રિયની પોતાના પરિવારના સભ્યો સાથે મુલાકાત કરાવી શકે છે, પરંતુ કેટલાક લોકો તેમને પસંદ કરશે નહીં. આવી સ્થિતિ ના સર્જાય તેનુ તમારે ધ્યાન આપવું પડશે. તમારું સ્વાસ્થ્ય થોડું નબળું રહી શકે છે. પીઠનો દુખાવો તમને વધુ વ્યથિત કરી શકે છે. મુસાફરી કરવાના હેતુથી આ અઠવાડિયું વધુ સાનુકૂળ નથી, તેથી મુસાફરી કરવાનો પ્રયાસ કરવો નહીં, તમે તમારા અભ્યાસમાં ખૂબ રસ દર્શાવશો, જે તમને સારા પરિણામો આપશે.

કર્ક: ધંધાકીય વર્ગ માટે આ અઠવાડિયું સામાન્ય રહેશે. તમારે તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તમે જેમની સાથે કામ કરો છો તેમની સાથે સારો વ્યવહાર કરો. તેમના માટે આ અઠવાડિયું ચડતી-પડતીથી ભરેલું રહેશે. આ ક્ષણે કોઈ નવું રોકાણ કરવું નહીં અને તમારા વ્યવસાયને બધી બાજુથી સુરક્ષિત કરવાનો પ્રયાસ કરવો. જૂની યોજનાઓ હમણાં જ શરૂ કરવાનો વિચાર કરો, જેથી તે તમને લાભ આપી શકે. તમારી મહેનત તમારા માટે સારાં પરિણામ લાવશે, પરંતુ તમારે પોતાનું વર્તન સારું રાખવાની કાળજી લેવી પડશે અન્યથા સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વિવાહિત લોકો તેમના ગૃહસ્થ જીવનથી થોડા ચિંતિત થઈ શકે છે અને આવી સ્થિતિમાં જીવનસાથીનો સહયોગ તમને ખુશ રાખી શકે છે. તમારે તમારા પારિવારિક જીવનમાં થોડો ચિંતાનો સામનો કરવો પડી શકે છે અને ઘરના જાતકો વચ્ચે વિવાદ થઈ શકે છે, તે તમારા કામને અસર કરશે, તેથી સાવધાનીથી કામ કરો, જેથી કામમાં કોઈ અડચણ ન આવે. તમારા વિશે કોઈને ફરિયાદ ન થવા દો. પ્રેમ જીવન વિતાવી રહેલા જાતકો માટે પણ આ અઠવાડિયું સારું રહેશે. તમારી વચ્ચે ઉગ્રતા વધશે અને તમે બંને સંબંધને લઈને સકારાત્મક રહેશો. વિદ્યાર્થીઓ માટે આ સામાન્ય બાબત હશે. તમારે વધુ મહેનત પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. મુસાફરી માટે અઠવાડિયાની શરૂઆત સારી રહેશે.

સિંહ: તમારી આવકમાં વધારો થશે અને ખર્ચામાં ઘટાડો થશે. જેથી તમે ખૂબ ખુશખુશાલ રહેશો. વેપાર કરતા જાતકોએ થોડી સમજદારીથી કામ લેવું પડશે, ઉત્સાહમાં આવીને કોઈ પણ કામ કરવું નહીં, જેનાથી તમારી સામે વિરોધીઓ પોતાની ચાલમાં સફળ થઈ શકે છે. કોર્ટ-કચેરીના મામલાઓથી સાવધાન રહેવું અને વ્યવસાયમાં પણ પારદર્શિતા રાખવી. તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે સારા સંબંધ જાળવી રાખવા અને તમે જ્યાં પણ કામ કરો ત્યાં તમારા સાથીદાર સાથે સારો વ્યવહાર કરવો. આવનારા દિવસોમાં તમને તેનો ફાયદો થતો જોવા મળશે. નોકરી કરનારા લોકો માટે પણ આ સમય ખૂબ સારો રહેશે. તમે તમારા જ્ઞાન, બુદ્ધિ અને કુશળ નેતૃત્વના બળ પર તમારા કાર્યમાં આગળ વધી શકશો. તમારા બોસ પણ તમારાથી પ્રભાવિત થયા વગર રહી નહીં શકે. પરણિત લોકો પારિવારિક જીવનમાં ચિંતા અનુભવશે અને તમારા જીવનસાથી સાથે સમજણફેર થઈ શકે છે. પ્રેમ જીવન જીવતા લોકોને તેમના સંબંધોમાં ખુશી પ્રાપ્ત થશે અને તમે તમારા પ્રિય સાથે કોઈ સ્થળ પર ફરવા જવાની યોજના બનાવી શકો છો. આ અઠવાડિયે તમને મિત્રો સાથે મોજ-મસ્તીના અવસર પણ મળશે. મુસાફરી માટે અઠવાડિયાની શરૂઆત સારી રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં તેમની મહેનતનું સારું પરિણામ મળશે.

કન્યા:હાલમાં તમારી આવકમાં સામાન્ય ગતિથી વધારો થશે જ્યારે તેમની સામે મોટા ખર્ચ આવે અથવા અન્ય લોકોને મદદ કરવા માટે પૈસા આપવાના થાય તેવી શક્યતા છે તેથી તમારે તમારા પૈસાની લેવડદેવડ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. કોઈને ખરાબ લાગે તેવા શબ્દો બોલવા નહીં, તેનાથી પારિવારિક સંબંધો બગડી શકે છે. નોકરિયાત જાતકો માટે આ અઠવાડિયું સુસંગતતા લાવશે. તમને પ્રયાસ કરવાથી તમને સફળતા અવશ્ય મળશે. તમારી બીજા વિભાગમાં ટ્રાન્સફર થઈ શકે છે. વ્યાપારી વર્ગ માટે આ અઠવાડિયું સારું રહેશે. તમે સોશિયલ મીડિયા પર માર્કેટિંગથી લાભ મેળવી શકો છો. તમારા કામમાં જે નફાની સ્થિતિ ચાલી રહી હતી તેમાં હવે થોડો ઘટાડો થઈ શકે છે તેથી સાવચેત રહેવું. વિવાહિત જાતકો તેમના ગૃહસ્થ જીવનમાં ખુશ રહેશે. તમારા જીવન સાથી તમારી સાથે સપોર્ટ મોડમાં રહેશે. સંબંધોમાં પરસ્પર સમજણ વધશે. તમે તમારાં જીવનસાથીને કોઈપણ ભેટ આપી શકો છો. પ્રેમ જીવન વિતાવી રહેલા જાતકો માટે સમય થોડો નબળો રહેશે, તેથી અત્યારે કોઈ મોટો નિર્ણય લવે નહીં. વિદ્યાર્થીઓને અભ્યાસમાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ એ સમય છે જ્યારે તમારે તમારા શિક્ષણ વિશે ગંભીરતાથી વિચારવું પડશે. તેના માટે તમારે કોઈ મદદગારની જરૂર પડશે. આ અઠવાડિયે તમારા આહાર પર ધ્યાન આપવું. જો જરૂરી હોય તો ડૉક્ટરની સલાહ લેવી કારણ કે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે.

તુલા: આ સમય તમારા માટે થોડો સાચવીને ચાલવા જેવો છે. ઘર અને પ્રોફેશનમાં સતર્કતા રાખવી જરૂરી છે. નોકરીમાં પરિસ્થિતિ ઉતાર-ચઢાવથી ભરેલી રહેશે. નોકરી પર ધ્યાન આપો. કામ સારી રીતે કરવાનો પ્રયાસ કરવો અન્યથા નોકરી બદલાઈ શકે છે, એટલે કે નોકરી ગુમાવવાના ચાન્સ પણ ઉભા થઈ શકે છે અને બીજી નોકરી શોધવાની સ્થિતિ પણ ઊભી થઈ શકે છો. વેપાર માટે સમય ઘણો સારો રહેશે તમારા માટે આ અઠવાડિયું સુંદર રહેશે. તમે તમારા કામમાં ઝડપથી આગળ વધશો. બિઝનેસમાં ચડતી આવશે અને તમને લાભ થશે. તમને કોઈ મિત્રનો સહયોગ મળશે, જેનાથી વેપારમાં સફળતા મળશે. પરણિત લોકો પારિવારિક જીવનમાં પ્રેમ અને રોમાંસની છટા અનુભવશે, જે તમારા સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરશે. તમે કોઈ બહારના વ્યક્તિના પ્રેમમાં પણ પડી શકો છો, તેનાથી બચવાનો પ્રયાસ કરવો અન્યથા વિવાહિત જીવનમાં પડકારો વધી શકે છે. તમારા જીવનસાથી સાથે સારું ટ્યુનિંગ રાખવું. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ સમય સારો રહેશે. જો તમે તમારા પ્રિય સાથે લગ્ન વિશે વાત કરવા ઈચ્છતા હોય તો તમારે હવે થોડી રાહ જોવી પડશે. અભ્યાસમાં પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેશે. વિદ્યાર્થીઓએ ભણવા માટે થોડું સમય પત્રક ગોઠવવું પડશે. મુસાફરી કરવાના હેતુથી આ અઠવાડિયું સાનુકૂળ છે.

વૃશ્ચિક: અઠવાડિયાની શરૂઆતમાં નાના-મોટા ખર્ચ થશે, ત્યારબાદ સ્થિતિ નિયંત્રણમાં રહેશે. તમારે નોકરી પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડશે. ફોકસના અભાવે નોકરીમાં મુશ્કેલી આવી શકે છે કારણ કે કામમાં અડચણ આવવાની સંભાવના વધી જશે. વેપાર માટે સમય સારો છે. તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપીને તમે તેને વધુ સારી રીતે કરવાનો પ્રયાસ કરશો, જેથી આ સમય તમારા માટે સારો બની રહે. તમારી આવકમાં વધારો થઈ શકે છે અને જો તમારા પૈસા ક્યાંક અટવાયા હોય તો તે પાછા પણ આવી શકે છે. આ સમયગાળા દરમિયાન જો તમે બેંક લોન અથવા અન્ય કોઈ લોન લીધી હોય તેને ચૂકવવામાં તમે સંપૂર્ણ પણે સફળ થઈ શકો છો. પારિવારિક સમસ્યાઓથી મન ચિંતાતુર થઈ શકે છે અને તમે થોડા વ્યથિત રહેશો. વિવાહિત લોકોને ગૃહસ્થ જીવનમાં થોડી મુશ્કેલીઓનો અનુભવ થશે અને જેનું મૂળ કારણ જીવનસાથીનો વધતો ગુસ્સો અને દુર્વ્યવહાર હોઈ શકે છે, તેથી સાવચેતી રાખવી. પરસ્પર વાટાઘાટો કરીને સમસ્યાનું સમાધાન કરીને મામલો હલ કરવાનો પ્રયાસ કરવો. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં સારું પ્રદર્શન કરી શકશે. ફાયનાન્સ અને ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓને વધુ સાનુકૂળ પરિણામ મળશે. અઠવાડિયાના છેલ્લા બે દિવસ મુસાફરી કરવાના હેતુથી સારા રહેશે.

ધન:હાલમાં તમારામાં આત્મવિશ્વાસ સારો રહેશે અને આંતરિક સમજણ પણ રહેશે જેથી દરેક કામમાં સારી સફળતા મળશે. તમે કામ માટે તમને વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા ટૂલ્સનો ઉપયોગ કરીને માર્કેટિંગ વધારી શકો તેમજ આવા ટૂલ્સની મદદથી નવું કામ પણ શોધી શકશો. નોકરી કરતા જાતકોને તેમના સાથી કર્મચારીઓ સાથે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તે લોકો તમને અપમાનિત કરવાનો પ્રયાસ કરી શકે છે અને તમારા કામમાં ગડબડ પણ કરી શકે છે, આ વાતને ધ્યાનમાં રાખવી જરૂરી રહેશે. તમારે ખૂબ દોડધામ પણ કરવી પડશે. વિદેશ જવાની તકો પણ મળી શકે છે અને મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરતા લોકો કે વિદેશમાં કામ કરતા લોકોને મોટો ફાયદો મળશે. તમારી બઢતી થઈ શકે છે. વિવાહિત જાતકો તેમના ગૃહસ્થ જીવનમાં ખુશ રહેશે, પરંતુ તમારા જીવનસાથી સાથે અહંકારનો સંઘર્ષ થઈ શકે છે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ થોડો પડકારજનક સમય રહેશે. એકબીજા વચ્ચે ગેરસમજ ઊભી થઈ શકે છે, જેને દૂર કરવાની જવાબદારી પણ તમારી રહેશે. વિદ્યાર્થીઓ અભ્યાસ કરવામાં સારું પ્રદર્શન કરશે અને આ અઠવાડિયે સ્પર્ધામાં સફળતા મળવાની સારી તકો રહેશે. અત્યાર સુધીની ગ્રહોના સ્થિતી પ્રમાણે મુસાફરી માટે અઠવાડિયાની શરૂઆત સારી રહેશે. સ્વાસ્થ્યને લઈને સમય ઉતર-ચઢાવ ભરેલો રહેશે. ખભા અને સાંધાનો દુખાવો તમને વ્યથિત કરી શકે છે.

મકર: નોકરિયાત જાતકોને કામમાં બેદરકારીના કારણે ચેતવણી મળી શકે છે તેથી સાવચેત રહેવું. વેપાર કરતા લોકો માટે આ સમય સારો રહેશે, પરંતુ સરકાર વિરુદ્ધ જઈને કોઈ કામ કરવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તમે તમારા વ્યવસાયને આગળ વધારવા માટે વિદેશી માધ્યમોની શોધ કરશો. મૂડી રોકાણ માટે આ સમય સારો રહેશે. તમને તમારા મિત્રો સાથે મોજ-મસ્તી કરવાનો મોકો મળશે. કોઈપણ ગેજેટની તમે આ અઠવાડિયે ખરીદી કરી શકો છો. વિવાહિત જાતકો તેમના ગૃહસ્થ જીવનનો આનંદ માણવાનો પ્રયાસ કરશે. કેટલાક અવરોધો એટલે કે પારિવારિક જીવનમાં સમસ્યાઓ તમારા માર્ગમાં આવી શકે છે. પ્રેમ જીવન જીવતા લોકો માટે આ અઠવાડિયું સામાન્ય રહેશે. તમારા પ્રેમ સંબંધમાં તમે તણાવના કારણે થોડી ચિંતામાં મુકાશે, પરંતુ તેમ છતાં પણ તમે તમારી સમજણથી આ વાતનું નિવારણ લાવી શકશો. અઠવાડિયાની શરૂઆત મુસાફરી કરવાના હેતુથી સાનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓ પોતાનું ધ્યાન અભ્યાસમાં કેન્દ્રિત કરવામાં સફળ થઈ શકે છે. જો તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો નહીં તો તમે મોટા રોગોની ઝપેટમાં આવી શકો છો, તેથી સાવચેત રહેવું અને સારો ખોરાક લેવો. કસરત પર પણ ધ્યાન આપવું.

કુંભ: તમને અત્યારે એકંદરે ભાગ્યનો સાથ મળવાથી સરળતાથી બધા કાર્યમાં સફળતા મળશે. તમે તમારા કાર્યોને ઝડપથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો. તમે લાંબી મુસાફરી પર પણ જઈ શકો છો. આવકમાં વધારો કરવા માટે તમે સક્રીય થશો. નોકરિયાત જાતકો માટે સમય સારો રહશે, માત્ર મહેનતથી આગળ વધવું ચોરી કરવી નહીં. વેપાર કરતા જાતકોને તેમની મહેનતનું સારું પરિણામ મળશે. તમે ખૂબ મહેનત કરશો, જેના કારણે તમારી ગણના સારા લોકોમાં થઈ શકે છે. પરણિત જાતકો તેમના ગૃહસ્થ જીવનને બચાવવા માટે તેમનાથી થતા શ્રેષ્ઠ પ્રયાસો કરશે અને સમસ્યાઓ દૂર કરવા માટે વાસ્તુ ઉપાયો અપનાવી શકે છે. પ્રેમ જીવન વિતાવી રહેલા જાતકો માટે આ સમય સારો રહેશે. તમે તમારા પ્રિય સાથે ઘણી વાતો કરશો અને તમારી અંગત સમસ્યાઓ પણ એકબીજા સાથે શેર કરશો, જેમાં એકબીજાની મદદ કરવાથી તમારો સંબંધ મજબૂત થશે. વિદ્યાર્થી વર્ગે અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. કેટલાક લોકો તમારા અભ્યાસમાં અવરોધ લાવી શકે છે. મુસાફરી માટે અઠવાડિયાની શરૂઆત સારી રહેશે. સ્વાસ્થ્ય માટે આ સમય થોડો નબળો રહેશે. તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે, તેથી તેનુ ધ્યાન રાખવું. પગમાં ઈજા અથવા આંખમાં દુખાવો થવાની સમસ્યા ઉભી થઈ શકે છે. ખાવા-પીવા પર ધ્યાન રાખવું અને જરૂર જણાય તો ડૉક્ટરનો સંપર્ક કરવો.

મીન: શરૂઆતમાં તમારા માટે થોડો નબળો સમય છે પરંતુ તેને કુનેહ અને શાંતિથી પસાર કરી દેજો કારણ કે શરૂઆતના બે દિવસ પસાર થઇ ગયા પછી તમને સારો ફાયદો થઈ શકે છે. નોકરિયાત લોકોને તેમની મહેનતનું ફળ પ્રાપ્ત થશે અને સારા પરિણામો મળવાથી તેમના બોસ તેમનાથી પ્રભાવિત થઈ શકે છે, છતાં પણ તમે વધારે આત્મવિશ્વાસનો ભોગ બની શકો છો જેનુ ધ્યાન રાખવુ. વેપાર કરનારાઓ માટે આ અઠવાડિયું સરસ રહેશે. બિઝનેસમાં ચડતી આવશે અને તમને લાભ થશે. તમારી સાથે કામ કરતા લોકો તમારી પ્રશંસા કરશે કારણ કે તમે હંમેશા તેમના સુખ અને દુ:ખમાં તેમની સાથે રહ્યા છો. વેપારીઓએ પોતાના પ્રયત્નોને વેગ આપવો જેથી તમારા વ્યવસાયમાં પણ ફાયદો થાય. વિવાહિત જીવન અને પ્રેમજીવનમાં વિજાતીય પાત્રો સાથેના સંબંધોમાં સુલેહ રહેશે અને તેમને મુશ્કેલીના સમયમાં તેમનો સાથ મળવાથી પ્રેમનું બંધન વધારે મજબૂત બનશે. વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં વધું મહેનત કરવાની રહેશે, તો તમને સારાં પરિણામો પ્રાપ્ત થશે. અઠવાડિયાની શરૂઆતમાં તમારે માનસિક ચિંતાથી બચીને રહેવું જોઈએ, તેનાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે અને તમે માનસિક અશાંતિમાં સપડાઈ શકો છો. આ સિવાય શારીરિક સમસ્યાઓ પણ થઈ શકે છે. સ્વાસ્થ્યના કિસ્સામાં તમારે કાળજી લેવી પડશે.

ABOUT THE AUTHOR

...view details