- ગુરમીત રામ રહીમ થયો કોરોના સંક્રમિત
- રામ રહીમની સારવાર ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં કરવામાં આવી
- પુત્રી હનીપ્રીત(Honey Preet)ને મળવાનો આગ્રહ કર્યો
ગુરુગ્રામ: રવિવારે ગુરમીત રામ રહીમ (Gurmit ram Rahim)ને કોરોના વાઇરસથી સંક્રમિત થવાની માહિતી મળી હતી. ત્યારબાદ તે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રામ રહીમ કોરોના સંક્રમિત છે. હોસ્પિટલમાં દાખલ થયા પછી તેણે પોતાની પુત્રી હનીપ્રીત(Honey Preet) ને મળવાનો આગ્રહ શરૂ કર્યો. જે બાદ હનીપ્રીત(Honey Preet) રામ રહીમને મળવા પહોંચી હતી.
આ પણ વાંચોઃરામ રહીમે માતાની તબિયતને અનુલક્ષીને પેરોલ માટે અરજી કરી
હનીપ્રીત તેની તબિયત સુધરે ત્યાં સુધી રામ રહીમની સંભાળ રાખશે
માહિતી મળી છે કે, રામ રહીમ (Gurmit ram Rahim) કોરોના સંક્રમિત છે. હનીપ્રીત(Honey Preet) ને 15જૂન સુધી રામ રહીમના એટેન્ડન્ટ તરીકે હોસ્પિટલમાં કાર્ડ બનાવડાવી દીધુ છે. હનીપ્રીત આજે સવારે 8:30 વાગ્યાથી તેના ઓરડામાં રામ રહીમની સંભાળ લઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, હનીપ્રીત (Honey Preet) તેની તબિયત સુધરે ત્યાં સુધી રામ રહીમની સંભાળ રાખશે.
હનીપ્રીત અને રામ રહીમનો સંબંધ