- હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ગ્રેટર નોઇડાના પ્લાન્ટમાં ઉત્પાદન બંધ કર્યું
- હોન્ડા મોટર કંપની આ પ્લાન્ટની સંપૂર્ણ માલિકી ધરાવે છે
- આ પ્લાન્ટની સ્થાપના 1997માં કરવામાં આવી હતી
ઉત્તર પ્રદેશ : હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડામાં આવેલો પ્લાન્ટમાં ઉત્પાદન બંધ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, જાપાનની હોન્ડા મોટર કંપની આ પ્લાન્ટની સંપૂર્ણ માલિકી ધરાવે છે અને આ પ્લાન્ટની સ્થાપના 1997માં કરવામાં આવી હતી. સુત્રો દ્વારા શનિવારના રોજ આ માહિતી પ્રપ્ત થઇ હતી. જોકે, કંપની દ્વારા સત્તાવાર રીતે કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી.
ઉત્પાદન બંધ કરવા બાબતે કંપની દ્વારા કોઇ પ્રકારનું નિવેદન સામે આવ્યું નથી
ઉદ્યોગ જગત સાથે જોડાયેલા સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કંપની દ્વારા પોતાની કારનું ઉત્પાદન આ પ્લાન્ટ પર બંધ કરવામાં આવ્યું હોય, પરંતું કંપનીનું કોર્પોરેટ હેડક્વાટરમાં કોમ્પોનેન્ટ્સ ડિપાર્ટમેન્ટ અને રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટ સહિતની કામગીરી યથાવત રહેશે. જોકે, હાલ પ્લાન્ટમાં ઉત્પાદન બંધ કરવા બાબતે કંપની દ્વારા કોઇ પ્રકારનું નિવેદન સામે આવ્યું નથી.