ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Kejriwal Bungalow Controversy : CM કેજરીવાલના નિવાસસ્થાનનું CAG દ્વારા ઓડિટ કરવામાં આવશે, ગૃહ મંત્રાલયે આપી મંજૂરી

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી રહી છે. ગૃહ મંત્રાલયે તેમના સત્તાવાર નિવાસસ્થાનના બાંધકામના CAG ઓડિટને મંજૂરી આપી દીધી છે. આ પછી હવે તે સ્કેનર હેઠળ આવી ગયા છે.

Kejriwal Bungalow Controversy : CM કેજરીવાલના નિવાસસ્થાનનું CAG દ્વારા ઓડિટ કરવામાં આવશે, ગૃહ મંત્રાલયે આપી મંજૂરી
Kejriwal Bungalow Controversy : CM કેજરીવાલના નિવાસસ્થાનનું CAG દ્વારા ઓડિટ કરવામાં આવશે, ગૃહ મંત્રાલયે આપી મંજૂરી

By

Published : Jun 27, 2023, 9:43 PM IST

નવી દિલ્હી :ગૃહ મંત્રાલયે CM અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનના બાંધકામ પર CAG ઓડિટ માટે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરની ભલામણને મંજૂરી આપી છે. જેના કારણે કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) કેજરીવાલના સત્તાવાર નિવાસ 6, ફ્લેગ સ્ટાફ રોડ, સિવિલ લાઇન્સના નવીનીકરણમાં ગેરરીતિઓનું વિશેષ ઓડિટ કરશે. 24 મેના રોજ એલજીની ભલામણ બાદ ગૃહ મંત્રાલયે આ કાર્યવાહી કરી છે. એલજી ઓફિસે રીનોવેશન ખર્ચ સંબંધિત મુદ્દાને લઈને કેગ દ્વારા વિશેષ ઓડિટની ભલામણ કરી હતી.

વિજિલન્સે અધિકારીઓને કારણ બતાવો નોટિસ આપી હતી : અગાઉ 19 જૂનના રોજ, તકેદારી વિભાગે આ સંદર્ભે જાહેર બાંધકામ વિભાગના (PWD) અધિકારીઓને કારણ બતાવો નોટિસ પાઠવી હતી. જેમાં મકાનના રિનોવેશનમાં થયેલા ગોટાળા અંગે જવાબ માંગવામાં આવ્યો હતો. વિજિલન્સ રિપોર્ટ મુજબ ઘરના રિનોવેશન પાછળ કુલ 52.71 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 52.71 કરોડના ખર્ચમાંથી 33.49 કરોડ મકાનોના નિર્માણ પાછળ અને 19.22 કરોડ મુખ્યપ્રધાનની કેમ્પ ઓફિસ પાછળ ખર્ચાયા હતા.

પ્રોજેક્ટ પાછળ કેટલો ખર્ચ : જે અધિકારીઓને નોટિસ આપવામાં આવી છે. તેમાં આસિસ્ટન્ટ એન્જિનિયર રજત કાંત, એક્ઝિક્યુટિવ એન્જિનિયર શિવનાથ ધારા, ચીફ એન્જિનિયર પીકે પરમાર અને ચીફ એન્જિનિયર એકે આહુજાનો સમાવેશ થાય છે. નોટિસમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે, કોની સલાહ પર આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવ્યું હતું. સમગ્ર પ્રોજેક્ટ પાછળ કેટલો ખર્ચ થયો અને કામ દરમિયાન જુદા જુદા વિભાગો પાસેથી એનઓસી કેમ લેવામાં આવી ન હતી.

  1. Delhi News : દિલ્હીમાં કાયદા અને વ્યવસ્થાની બગડતી સ્થિતિ માટે LG જવાબદાર - અરવિંદ કેજરીવાલ
  2. BJP Targets CM Kejriwal: રાષ્ટ્રગીત માટે નહીં રોકાવા પર દિલ્હી ભાજપે સીએમ અરવિંદ કેજરીવાલને શું કહ્યું?
  3. PM Modi Degree Controversy: ગુજરાત યુનિવસિર્ટી માનહાનિ કેસ મામલો, CM કેજરીવાલ તેમજ સંજયસિંહને 13 જુલાઈએ ફરજિયાત હાજર રહેવા કોર્ટનો આદેશ

ABOUT THE AUTHOR

...view details