ભોપાલ: મધ્યપ્રદેશના ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ મહાત્મા ગાંધી પર વાંધાજનક ટિપ્પણી કરીને વિવાદોમાં ફસાયેલા કાલીચરણ મહારાજની ધરપકડ સામે સખત વાંધો ઉઠાવ્યો છે. ગૃહપ્રધાને કહ્યું કે, છત્તીસગઢ પોલીસે સંઘીય મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે, છત્તીસગઢ પોલીસે ધરપકડ પહેલા રાજ્ય પોલીસને જાણ કરવી જોઈતી હતી અથવા છત્તીસગઢ પોલીસ તેમને નોટિસ આપીને બોલાવી શકતી હતી. છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલે સ્પષ્ટપણે કહ્યું છે કે, કોઈ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી. ધરપકડ અંગે કાલીચરણના પરિવાર અને વકીલને જાણ કરવામાં આવી છે. 24 કલાકમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
ગૃહપ્રધાને DGPને સૂચના આપી
કાલીચરણ મહારાજની ધરપકડ સામે વાંધો ઉઠાવતા ગૃહપ્રધાને રાજ્યના DGPને મધ્યપ્રદેશમાં જે રીતે ધરપકડ કરવામાં આવી છે તે અંગે છત્તીસગઢ પોલીસ પાસે પોતાનો વાંધો નોંધાવવા નિર્દેશ આપ્યો છે. આ પ્રકારની ધરપકડ ખૂબ જ વાંધાજનક છે, અમને ધરપકડની રીત સામે વાંધો છે. આ ઈન્ટર સ્ટેટ પ્રોટોકોલનું ઉલ્લંઘન છે. કોંગ્રેસની છત્તીસગઢ સરકારે આવું ન કરવું જોઈતું હતું. તેમણે મધ્યપ્રદેશના DGPને તાત્કાલિક છત્તીસગઢના DGP સાથે વાત કરવા અને ધરપકડ સામે વાંધો નોંધાવવા જણાવ્યું છે. ત્યારે છત્તીસગઢે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પ્રોટોકોલ (MP- Chhattisgarh Government On Kalicharan Maharaj)નું ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી.
કાલીચરણ મહારાજની ખજુરાહોમાંથી ધરપકડ