- લોકસભામાં બજેટ સત્રના પ્રથમ તબક્કાના છેલ્લો દિવસ
- વિપક્ષે કાશ્મીર મુદ્દે કેન્દ્ર પર નિશાન સાધ્યું
- સુપ્રીમ કોર્ટે કલમ 370 પર પ્રતિબંધ મૂક્યો નથીઃ ગૃહપ્રધાન અમિત શાહ
નવી દિલ્હી : લોકસભામાં બજેટ સત્રના પ્રથમ તબક્કાના છેલ્લા દિવસે વિપક્ષે કાશ્મીર મુદ્દે કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું. ચર્ચાનો જવાબ આપતા ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે કલમ 370 પર પ્રતિબંધ મૂક્યો નથી. જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિને સમજવી પડશે. જે લોકો હિસાબ માગે છે. તેમને તેમના 70 વર્ષના કામનો હિસાબ આપે છે. વચન પ્રમાણે મોદી સરકારે કલમ 370 દૂર કરી છે. જેમના દબાણ હેઠળ કલમ 370ને સમર્થન આપવામાં આવ્યું હતું. એવું કોઈ પણ નિવેદન ન આપો કે જે લોકોને ગેરમાર્ગે દોરે. આ બિલનું જમ્મુ-કાશ્મીર રાજ્ય સાથે કોઈ જોડાણ નથી.
આપણે જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિને સમજવી પડશેઃ ગૃહ પ્રધાન
જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન સુધારણા બિલ પર ચર્ચા દરમિયાન ગૃહ પ્રધાને કહ્યું કે, આપણે જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિને સમજવી પડશે. 17 મહિનામાં, વિપક્ષ અમને કલમ 370 પર ગણતરી માટે પૂછે છે, તેમને અમિત શાહે સવાલ કર્યો હતો કે, તેમને 70 વર્ષથી શું કર્યું? પેઢીઓ સુધી જમ્મુ-કાશ્મીર પર શાસન કરનારા લોકો જવાબ આપે. કોર્ટમાં લાંબી ચર્ચા બાદ આ કેસ પાંચ જજોની ખંડપીઠને સોંપવામાં આવ્યો છે. જો આ કેસમાં ઘણી ગેરબંધારણીયતા હતી, તો સુપ્રીમ કોર્ટને કાયદો રદ્દ કરવાના તમામ અધિકાર હતો. આ બિલમાં ક્યાંય એવું લખ્યું નથી કે, જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો નહીં મળે.
લોકસભામાં અમિત શાહનું સંબોધન
કોંગ્રેસે કાશ્મીરમાં મોબાઈલ સેવા બંધ કરી હતી, ભાયરહિત ચૂંટણી યોજાઈ, ભૂતકાળના શાસકોએ જોયું જ નથી, દેશના નિર્ણય હવે દેશ કરે છે, ગૃહ પ્રધાને કાશ્મીરમાં કોઈની જમીન નહીં જવાનું આશ્વાસન આપ્યું હતું, આરોગ્ય યોજના લાવ્યા, સરકારી જમીન છે, જમ્મુ-કાશ્મીરમાં ઉદ્યોગ આવે તે દિશામાં કામ, જમ્મુ કાશ્મીરમાં યોજના પૂર્ણ, સુખ-શાંતિ 2G, 4G કરતાં વધુ જરૂરી, સમય પર પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાશે. 1950નો વાયદો મોદી સરકારે પૂર્ણ કર્યો, 3 પરિવારના લોકો કાશ્મીરમાં શાસન કરતા હતા, કોઈને અલગ સંવિધાન આપવામાં આવ્યું નથી, કાશ્મીરમાં ચૂટણી થઇ, એક પણ સ્થળે ગોળી ચાલી નથી, કાશ્મીરનો જલ્દી વિકાસ કરવો જ લક્ષ્ય, અનેક બંધ વિજળી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે.
અધિકારીને લઈને હિન્દુ-મુસ્લિમ ન કરો
કાશ્મીરમાં 100 ટકા વિસ્તારમાં વિજળી પહોંચી, કાશ્મીરનો વિકાસ કરવો છે, જેથી IAS અધિકારીની જરૂર, લદ્દાખમાં પ્રવાસનને વેગ આપી રહ્યાં છીએ, લદ્દાખમાં સૌથી મોટો સૌર ઉર્જા પ્લાન્ટ સ્થપાઈ રહ્યો છે. લદ્દાખને 70 વર્ષ બાદ પોતાનું ભવન અને સદન મળ્યું, 370 હટવાથી આત્મનિર્ભરતાનો રસ્તો ખૂલ્યો, હવે જમ્મું કાશ્મીરની જનતા નેતાની પસંદગી કરે છે, અધિકારીને લઈને હિન્દુ-મુસ્લિમ ન કરો, કોંગ્રેસે કાશ્મીરમાં મોબાઈલ સેવા બંધ કરી દીધી હતી, આ સરકાર દેશના હિતમાં નિર્ણય કરે, આ દેશમાં 2 સંવિધાન, 2 દેશ નહીં રહે, 1950નો વાયદો મોદી સરકારે પૂરો કર્યો, હવે જમ્મુ કાશ્મીરની જનતા નેતા ચૂંટશે, જેના રાજમાં સ્કૂલ સળગી તે હિસાબ માંગે છે, કાશ્મીરમાં 2 નવાં AIIMS બની રહ્યાં છે, 7 નવી મેડિકલ કૉલેજ બનાવી રહ્યાં છીએ, અનેક વીજ પ્રોજેકટ ચાલી રહ્યાં છે, 70 વર્ષથી જ્યાં વીજળી નહોતી, ત્યાં વીજળી પહોંચાડી છે, 370ની કલમ બતાવી શાસન કરી રહ્યાં હતાં, કોરોના સામેની લડાઈમાં કાશ્મીર આગળ રહ્યું, કાશ્મીર અમારા દિલમાં છે તેવી વાતો ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા કરવામાં આવી હતી.