ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અમિત શાહ આજે કાશ્મીરની સ્થિતિની કરશે સમીક્ષા - અમરનાથ યાત્રા

જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ બગડતી જોવા મળી રહી છે. આજે કાશ્મીરી પંડિતોએ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવતી ટાર્ગેટ કિલિંગ સામે સામૂહિક હિજરતની વાત કરી છે. છેલ્લા 26 દિવસમાં આતંકીઓએ 10 લોકોની હત્યા કરી (Terrorists killed 10 people) છે.

અમિત શાહ આજે કાશ્મીરની સ્થિતિની કરશે સમીક્ષા
અમિત શાહ આજે કાશ્મીરની સ્થિતિની કરશે સમીક્ષા

By

Published : Jun 3, 2022, 9:39 AM IST

નવી દિલ્હી:કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ પર ચર્ચા કરવા માટે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને અન્યો સાથે 3 જૂને એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી. અધિકારીઓએ જણાવ્યું કે, લેફ્ટનન્ટ ગવર્નર સિવાય ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશના અધિકારીઓ બેઠકમાં ભાગ લેશે. તેમણે કહ્યું કે, આ બેઠક ઘાટીમાં આતંકવાદીઓ દ્વારા હિંદુ સરકારી કર્મચારીઓની લક્ષ્યાંકિત હત્યા અને વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલી અમરનાથ યાત્રાની તૈયારીઓને લઈને થઈ રહી છે. આ મહિનાના અંતથી અમરનાથ યાત્રા (Amarnath Yatra) શરૂ થશે.

આ પણ વાંચો:રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માદરે વતન, PM મોદી પણ મહામહીમના ગામની લેશે મુલાકાત

નાગરિકોની હત્યાનો મામલો:આ પહેલા અમિત શાહે ગુરુવારે જમ્મુ-કાશ્મીરની સુરક્ષા સ્થિતિ પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. શાહે ખીણમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી રહેલી ટાર્ગેટ કિલિંગ વચ્ચે શાહે આ બેઠક બોલાવી હતી. જેમાં NSA અજીત ડોભાલ અને RAW ચીફ સામંત કુમાર ગોયલ (NSA Ajit Doval and RAW Chief Samant Kumar Goel NSA Ajit Doval and RAW Chief Samant Kumar Goel) પણ સામેલ થયા હતા. ગુરુવારે જ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં શંકાસ્પદ આતંકવાદીઓએ રાજસ્થાનના એક બેંક મેનેજરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. જમ્મુ-કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં બે અલગ-અલગ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. પ્રથમ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ અને RAW ચીફ સામંત ગોયલે ગૃહમંત્રી અમિત શાહને જમ્મુ અને કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. મીટિંગ દરમિયાન શાહે ડોભાલ અને ગોયલ બંનેને જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ પ્રવર્તે (Peace prevails in Kashmir) તે સુનિશ્ચિત કરવા કહ્યું હતું. મીટિંગ વિશે એક સરકારી અધિકારીએ કહ્યું કે, મીટિંગ દરમિયાન નાગરિકોની હત્યાનો મામલો પણ સામે આવ્યો.

આ પણ વાંચો:EDની કસ્ટડીમાં વિભાગ વિનાના પ્રધાન રહેશે સત્યેન્દ્ર જૈન, વિભાગીય જવાબદારી સંભાળશે સિસોદિયા

ગભરાયેલા લોકો કાશ્મીર છોડીને જાય છે:બીજા રાજ્યોમાંથી ત્યાં કામ કરતા લોકો જમ્મુ-કાશ્મીરમાં થયેલી હત્યાઓથી ડરી ગયા છે. લોકો હવે ઘાટી છોડી રહ્યા (People are leaving Kashmir) છે. શ્રીનગરમાં કામ કરતા અમિત કૌલે કહ્યું કે, ગઈકાલે જ ચાર હત્યા થઈ છે. 30-40 પરિવારો શહેર છોડી ગયા છે. અમારી માંગણી સ્વીકારવામાં આવી રહી નથી. તેમની (સરકારી) સલામત જગ્યાઓ માત્ર શહેરોમાં છે.

ABOUT THE AUTHOR

...view details