ગુજરાત

gujarat

MP Election 2023: શાહે ભોપાલમાં મોડી રાત્રે બેઠક યોજી, ચૂંટણીમાં હારેલી બેઠકો પર રણનીતિ

By

Published : Jul 27, 2023, 2:04 PM IST

વિધાનસભા ચૂંટણી હોય કે પછી લોકસભાની ભાજપ કયારે પણ ઓછી કામગીરી ન કરે, કદાવર નેતાઓને ચૂંટણીની જંગમાં ઉતારી દે. ત્યારે મધ્યપ્રદેશમાં પણ વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી દેવામાં આવી છે. મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી ને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે મોડી રાત્રે રાજ્યના દિગ્ગજ નેતાઓ સાથે બેઠક યોજી હતી. જેમાં ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

અમિત શાહે ભોપાલમાં મોડી રાત્રે મેરેથોન બેઠક યોજી, છેલ્લી ચૂંટણીમાં હારેલી બેઠકો પર રણનીતિ બનાવી
અમિત શાહે ભોપાલમાં મોડી રાત્રે મેરેથોન બેઠક યોજી, છેલ્લી ચૂંટણીમાં હારેલી બેઠકો પર રણનીતિ બનાવી

ભોપાલ: લોકસભાની ચૂંટણીની સાથે 5 બીજા રાજયની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જેને લઇને ભાજપ સરકાર તૈયાર જોવા મળી રહી છે. જેમાં મધ્યપ્રદેશની પણ ચૂંટણી આવી રહી છે. જેને લઇને ભાજપ કોઇ ભૂલ ખાવા તૈયાર નથી. જેના કારણે તમામ તૈયારીઓ ભાજપ એડવાડસમાં કરી રહી છે. ત્યારે અમિત શાહે ભોપાલમાં મોડી રાત્રે મેરેથોન બેઠક યોજી હતી. જેમાં છેલ્લી ચૂંટણીમાં હારેલી બેઠકો પર રણનીતિ બનાવી હતી.

વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ: મધ્યપ્રદેશમાં વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 15 દિવસમાં બીજી વખત ભોપાલ પહોંચ્યા. રાજ્ય બીજેપી હેડક્વાર્ટર ખાતે અમિત શાહે રાજ્યના તમામ મોટા નેતાઓ સાથે ચૂંટણી રણનીતિ પર લાંબી ચર્ચા કરી હતી. બુધવારે રાત્રે 8 વાગ્યે શરૂ થયેલી આ બેઠક લગભગ 3 કલાક સુધી ચાલી હતી. બેઠકમાં અમિત શાહે અગાઉની બેઠકમાં આપવામાં આવેલી સૂચનાઓ પર થયેલી પ્રગતિ અંગે ચર્ચા કરી હતી. આ પહેલા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માએ અમિત શાહનું ભોપાલ આગમન પર સ્વાગત કર્યું હતું.

ચૂંટણી તૈયારીઓની સમીક્ષા:આ બેઠકમાં મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ, પ્રદેશ પ્રમુખ વિષ્ણુ દત્ત શર્મા, કેન્દ્રીય પ્રધાનો નરેન્દ્ર સિંહ તોમર અને જ્યોતિરાદિત્ય સિંધિયા તેમજ પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય સાથે ભાજપના વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. ગૃહપ્રધાન અમિત શાહે વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. બેઠકમાં ભાજપની રાજ્ય ચૂંટણી વ્યવસ્થાપન સમિતિમાં કયા નેતાઓનો સમાવેશ કરવો તે અંગે લાંબા સમય સુધી ચર્ચા થઈ હતી. આ ઉપરાંત પાર્ટીના આગામી કાર્યક્રમોને લઈને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી. જણાવી દઈએ કે આ પહેલા અમિત શાહ તારીખ 11 જુલાઈના રોજ ભોપાલમાં મીટિંગ માટે આવ્યા હતા.

ફીડબેક લેવામાં આવ્યાઃ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહપ્રધાન અમિત શાહે છેલ્લી બેઠકમાં આપવામાં આવેલા કામોની પ્રગતિ અંગે એક પછી એક તમામ નેતાઓ પાસેથી ફીડબેક લીધા હતા. અધૂરું કામ જલ્દી પૂરું કરવા જણાવ્યું હતું. ચૂંટણી રોડમેપને લઈને અમિત શાહે મહત્વના નિર્દેશ આપ્યા છે. બેઠકમાં ભાજપની સુપર 13 ટીમ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સુપર 13 ટીમે પોતાનો રિપોર્ટ અમિત શાહની સામે રજૂ કર્યો હતો. અમિત શાહે ગત વખતે ગુમાવેલી બેઠકો પર વિશેષ રણનીતિ બનાવવાનું કહ્યું છે. રાજ્યના ભાજપના નેતાઓએ હારેલી બેઠકો જીતવા માટે કરેલા આયોજનની વિગતો અમિત શાહ સમક્ષ રાખી હતી. અમિત શાહે 2018ની વિધાનસભા ચૂંટણીમાં હારેલી બેઠકો અંગે વ્યૂહરચના ઘડવા સૂચના આપી હતી. આ સાથે ચૂંટણી વ્યવસ્થાપન સમિતિમાં સમાવવાના નામો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

  1. Pm Modi in Rajasthan: લાલ ડાયરીના પાના ખુલશે તો કેટલાયના પત્તા કપાશે
  2. PM Modi Visit Gujarat: પીએમ મોદી રાજકોટના પ્રવાસે, લાખોની જનમેદનીને સંબોધશે, તૈયારીઓને આખરી ઓપ

ABOUT THE AUTHOR

...view details