ગુજરાત

gujarat

Homage to Attack Victims in Pulwama : વડાપ્રધાન મોદીએ વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પતાં આપ્યો આ સંદેશ

PM મોદીએ પુલવામાના શહીદોને આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેમણે સૈનિકોનું બલિદાનને યાદ કરાવતાં દેશવાસીઓને શું (Homage to Attack Victims in Pulwama) સંદેશ આપ્યો તે વાંચો આ અહેવાલમાં.

By

Published : Feb 14, 2022, 5:17 PM IST

Published : Feb 14, 2022, 5:17 PM IST

Homage to Attack Victims in Pulwama : વડાપ્રધાન મોદીએ વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પતાં આપ્યો આ સંદેશ
Homage to Attack Victims in Pulwama : વડાપ્રધાન મોદીએ વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પતાં આપ્યો આ સંદેશ

નવી દિલ્હીઃ પુલવામામાં CRPF ટુકડી પર થયેલા આતંકી હુમલાને આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. સીઆરપીએફ જવાનો પર પુલવામામાં આતંકી હુમલો થતાંં દેશના 40 બહાદુર જવાનો (Terrorist attack on CRPF convoy in Pulwama) શહીદ થયા હતાં. PM Modi એ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને (Homage to Attack Victims in Pulwama) શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે દેશવાસીઓને જણાવ્યું કે વીર સૈનિકોનું બલિદાન દેશવાસીઓને હંમેશા પ્રેરણા (Pm Narendra Modi Message ) પૂરી પાડશે.

જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીએ કર્યો હતો હુમલો

જમ્મુ-કાશ્મીરમાં 14 ફેબ્રુઆરીનો દિવસ ઇતિહાસમાં એક દુઃખદ ઘટના સાથે નોંધાયેલો છે. ત્રણ વર્ષ વીતી ગયાં પરંતુ તે ઘટનાના ઘા હજુ પણ લીલા છે. જ્યારે આતંકવાદીઓએ દેશના સુરક્ષા જવાનો પર કાયરતાપૂર્ણ હુમલા માટે આ (Terrorist attack on CRPF convoy in Pulwama) દિવસ પસંદ કર્યો. રાજ્યના પુલવામા જિલ્લામાં, જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીએ CRPF જવાનની બસને વિસ્ફોટકોથી ભરેલા વાહન સાથે ટક્કર મારી હતી, જેમાં દેશના 40 જવાનો (Homage to Attack Victims in Pulwama) માર્યા ગયા હતાં અને અન્ય કેટલાક ઘાયલ થયાં હતાં.

દેશને મજબૂત અને સમૃદ્ધ બનાવશે તેમનું બલિદાન

પુલવામામાં CRPF ટુકડી પર થયેલા આતંકી હુમલાને આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. આ હુમલામાં આપણા દેશના 40 બહાદુર જવાનો શહીદ થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૈનિકોના આ બલિદાનને (Pm Narendra Modi Message ) યાદ કર્યું છે. પીએમ મોદીએ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ કહ્યું કે આ દિવસે હું 2019માં પુલવામામાં શહીદ થયેલા દેશના બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ (Homage to Attack Victims in Pulwama) અર્પણ કરું છું, જેમણે દેશની સેવામાં સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. તેમની બહાદુરી અને સર્વોચ્ચ બલિદાન દરેક ભારતીયને દેશને મજબૂત અને સમૃદ્ધ બનાવવા માટે પ્રેરણા આપશે.

આ પણ વાંચોઃ પુલવામા એટેક: NIAએ જાહેર કરી હુમલામાં સામેલ 19 આતંકવાદીઓની યાદી

12 દિવસમાં જ આપ્યો હતો જડબાતોડ જવાબ

જો કે, દેશના (Homage to Attack Victims in Pulwama) બહાદુર જવાનોએ 12 દિવસમાં આતંકવાદીઓના આ કાયરતાપૂર્ણ કૃત્યનો જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં આતંકી સંગઠન જૈશના ટ્રેનિંગ કેમ્પ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં 350થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હોવાનું કહેવાય છે. એટલું જ નહીં આતંકીઓનો ટોપ કમાન્ડર પણ માર્યા ગયો હતો.

આ પણ વાંચોઃ Pulwama Attack 3rd Year: પુલવામા હુમલાના 3 વર્ષ, ભારતે 40 જવાનોની શહાદતનો લીધો હતો બદલો

ABOUT THE AUTHOR

...view details