ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Holi 2022 : રંગનો ઉત્સવ એટલે ધુળેટીનો પર્વ - Holi 2022

રંગોનો તહેવાર હોળી દર વર્ષે ફાગણ મહિનામાં ઉજવવામાં આવે છે. હોળીના એક દિવસ પહેલા રાત્રે હોલિકા દહન થાય છે. બીજા દિવસે હોળી અને ધુળેટી મનાવવામાં આવે છે.

Holi 2022 : રંગનો ઉત્સવ એટલે ધુળેટીનો પર્વ
Holi 2022 : રંગનો ઉત્સવ એટલે ધુળેટીનો પર્વ

By

Published : Mar 18, 2022, 8:03 AM IST

ન્યૂઝ ડેસ્ક: દર વર્ષે ફાગણ મહિનાની પૂનમે હોળીનો (Holi 2022) તહેવાર ભારતના (India) દરેક ખૂણે ઉજવવામાં આવે છે. હોળીના એક દિવસ પહેલા એટલે કે 17 માર્ચની રાત્રે હોલિકા દહન (Holika dahan) કરવામાં આવે છે. હોળીના દિવસે લોકો એકબીજા પર રંગ (Colours) લગાવે છે અને બધી મનદુઃખ ભૂલીને એકબીજાને ગળે લગાવે છે.

હોલિકા દહન પછી બીજા દિવસે સવારે હોળી :હોલિકા દહન પછી બીજા દિવસે સવારે હોળી અને ધુળેટી રમવામાં આવે છે. આ દિવસે લોકો રંગો અને ગુલાલ લગાવીને એકબીજાને શુભેચ્છા પાઠવે છે.

રંગનો ઉત્સવ એટલે કે ધુળેટીનો પર્વ :રંગનો ઉત્સવ (Festival of Colors) એટલે કે ધુળેટીનો પર્વ.જો કે કોરોના કારણે છેલ્લા બે વર્ષથી ઉજવી શક્યા નથી, પરંતુ હવે કોરોના કેસ ઘટી ગયા છે.અને પરિસ્થિતિ સામાન્ય બની છે. સરકારે પણ ધાર્મિક કાર્યક્રમો અને લગ્નપ્રસંગે અને તહેવારોની ઉજવણી છુટછાટ આપી છે. એટલે ચાલુ વર્ષની ધુળેટીની ઉજવણી કરવા માટે લોકો ઉત્સુક બન્યા છે.

રંગો આંખો માટે એટલા જ ખતરનાક :વાસ્તવમાં હોળીના રંગો જેટલા ખુશીમાં યાદગાર હોય છે તેટલા જ આ રંગો આંખો માટે એટલા જ ખતરનાક સાબિત થઈ શકે છે. જ્યાં રંગોને કારણે આંખોમાં બળતરા, ખંજવાળ અને ઈન્ફેક્શનનો ખતરો રહે છે. સિન્થેટિક રંગો પણ આંખોની રોશની ગુમાવવાનું કારણ બની શકે છે.

વિદેશમાં હોળીને લઈને પણ અલગ અલગ માન્યતાઓ :ભારતની જેમ વિદેશમાં પણ રંગોનો તહેવાર અલગ અલગ નામથી ઉજવવામાં આવે છે. વિદેશમાં હોળીને લઈને પણ અલગ અલગ માન્યતાઓ અને કથાઓ પ્રચલિત છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details