ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દેશના 43 કરોડ લોકોને મળશે સરકારની આ યોજનાનો લાભ, જાણો... - headline news

સરકાર જન ધન (PM Jan Dhan Yojana) ખાતાધારકોને ઘણી સુવિધાઓ આપી રહી છે, ઉલ્લેખનીય છે કે, 43 કરોડ લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. તમે આ બેન્કો સાથે જોડાઈને સરકારની આ યોજનાનો લાભ પણ લઈ શકો છો.

દેશના 43 કરોડ લોકોને મળશે સરકારની આ યોજનાનો લાભ, જાણો...
દેશના 43 કરોડ લોકોને મળશે સરકારની આ યોજનાનો લાભ, જાણો...

By

Published : Aug 28, 2021, 6:51 PM IST

Updated : Aug 28, 2021, 7:15 PM IST

  • સરકારની પ્રધાનમંત્રી જન ધન યોજના અંગે આવી શકે છે નિર્ણય
  • પ્રધાનમંત્રી જન ધન યોજનાના ખાતાઓમાં 3 ગણો વધારો થયો
  • ખાતાધારકનું અકસ્માતમાં મૃત્યુ થાય તો તેને 2 લાખ રૂપિયા આપવામાં આવે છે

નવી દિલ્હી : સરકારની પ્રધાનમંત્રી જન ધન યોજનાને 7 વર્ષ પૂર્ણ થયા છે, સામાન્ય લોકોને સરકારની આ યોજના ખૂબ ગમી છે. આ યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાઓની સંખ્યા થોડા જ વર્ષોમાં 3 ગણી થઈ ગઈ છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્શિયલ સર્વિસિસ (DFS) એ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપીને કહ્યું કે, પ્રધાનમંત્રી જન ધન યોજનાના ખાતાઓમાં 3 ગણો વધારો થયો છે, ઉલ્લેખનીય છે કે, માર્ચ 2015 માં ખાતાઓની સંખ્યા 14.72 કરોડથી વધીને અત્યાર સુધીમાં 43 કરોડ ખાતા થઈ ગઈ છે.

PM જન ધન યોજનામાં અનેક સુવિધાઓ ઉપલબ્ધ

વિશ્વની સૌથી મોટી નાણાકીય પહેલથી ગરીબ લોકો માટે બેંકોના દરવાજા ખુલ્યા છે અને તેમને જન ધન ખાતાની પાસબુક અને રૂપેય કાર્ડની નવી શક્તિ આપી છે. આ યોજના હેઠળ, ખાતું ખોલ્યા બાદ દરેકને સસ્તા વીમા, પેન્શન અને અન્ય નાણાકીય ઉત્પાદનોની સુવિધા આપવામાં આવી છે.

2.30 લાખનો લાભ મેળવો

જન ધન ખાતા ધારકોને 2.30 લાખ રૂપિયાનો લાભ આપવામાં આવે છે. જન ધન ખાતાધારકોને કોઈપણ બેંકમાં ખાતું ખોલાવવા પર અકસ્માત વીમા કવર આપવામાં આવે છે. 1,00,000 નો અકસ્માત વીમો અને 30,000 રૂપિયાનો સામાન્ય વીમો ખાતાધારકોને આપવામાં આવે છે. જો ખાતાધારકનું અકસ્માતમાં મૃત્યુ થાય તો તેને 2 લાખ રૂપિયા આપવામાં આવે છે. આ સંદર્ભમાં, જન ધન ખાતા ધારક 2.30 લાખ રૂપિયા સુધી મેળવી શકે છે.

ખાતું કેવી રીતે ખોલવું

પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ જાહેર ક્ષેત્રની બેંકોમાં ખાતું વધુ ખોલવામાં આવે છે, પરંતુ જો તમે ઇચ્છો તો, તમે ખાનગી બેંકમાં તમારું જન ધન ખાતું પણ ખોલી શકો છો. જો તમારી પાસે અન્ય કોઈ બચત ખાતું છે તો તમે તેને જન ધન ખાતામાં પણ રૂપાંતરિત કરી શકો છો. ભારતમાં રહેતો કોઈપણ નાગરિક, જેની ઉંમર 10 વર્ષ કે તેથી વધુ છે, તે જન ધન ખાતું ખોલી શકે છે.

કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે

જન ધન ખાતું ખોલવા માટે, KYC હેઠળ ડોક્યુમેન્ટ્સ ચકાસણી કરવામાં આવે છે. આ દસ્તાવેજોનો ઉપયોગ કરીને જન ધન ખાતું ખોલી શકાય છે. આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, મતદાર આઈડી કાર્ડ, પાસપોર્ટ, મનરેગા જોબ કાર્ડ નો ઉપયોગ કરી શકાય છે.

આ બેંકોમાં ખાતા ખોલી શકાશે

પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) હેઠળ, જાહેર ક્ષેત્રની બેન્કોમાં ખાતા વધુ ખોલવામાં આવે છે. તમે કોઈપણ સરકારી બેંકમાં જન ધન ખાતું ખોલાવી શકો છો. પરંતુ, જો તમે ઇચ્છો તો, તમે ખાનગી બેંકમાં તમારું જન ધન ખાતું પણ ખોલી શકો છો.

ખાનગી બેંકોમાં જન ધન ખાતું ખુલે છે ?

ધનલક્ષ્મી બેંક, યસ બેંક, HDFC બેંક, ICICI બેંક, એક્સિસ બેંક, ફેડરલ બેંક, ING વૈશ્ય, કોટક મહિન્દ્રા, કર્ણાટક બેંક, ઇન્ડસઇન્ડ બેંક જન ધન ખાતું ખોલવાની સુવિધા પૂરી પાડે છે.

Last Updated : Aug 28, 2021, 7:15 PM IST

ABOUT THE AUTHOR

...view details