બેંગલુરુ:કર્ણાટકના સુરક્ષા અધિકારીઓ છેલ્લા 2 વર્ષથી વેશમાં રહેતા હિઝબુલ મુજાહિદ્દીન (Hizbul Terrorist Arrest In Bengaluru) આતંકવાદીની ઓળખ અને ધરપકડ બાદથી હાઈ એલર્ટ પર છે. હિજાબ વિવાદ (Hijab Controversy) અને મસ્જિદ-મંદિરના મુદ્દા બાદ રાજ્ય સંવેદનશીલ તબક્કા અને અશાંતિની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં પોલીસ સુરક્ષાને લઈને કોઈ જોખમ લેવા માંગતી નથી.
આ પણ વાંચો:Anantnag Encounter Update: અનંતનાગ એન્કાઉન્ટરમાં વધુ એક આતંકવાદી માર્યો ગયો
આતંકવાદી 2 વર્ષથી બેંગ્લોરમાં છુપાયેલો હતો :સ્થાનિક બેંગલુરુ પોલીસની મદદથી રાષ્ટ્રીય રાઈફલ્સ (RR) અને સેન્ટ્રલ આર્મ્ડ રિઝર્વ પોલીસ ફોર્સની (CRPF) પ્લાટુન દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 3 જૂને થયેલી ધરપકડની ઘટના તાજેતરમાં સામે આવી છે. આતંકવાદી છેલ્લા 2 વર્ષથી બેંગ્લોરમાં છુપાયેલો હતો. ધરપકડ કરાયેલા આતંકવાદીની ઓળખ તાલિબ હુસૈન તરીકે થઈ છે, જે આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો એક મુખ્ય વ્યક્તિ છે. જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહ (ડીજીપી જમ્મુ અને કાશ્મીર દિલબાગ સિંહ)એ મીડિયાને આ બાબતની પુષ્ટિ કરી છે.