શ્રીનગર:જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં રાતોરાત અથડામણમાં હિઝબુલ કમાન્ડર (Hizbul Commander Killed In Anantnag Encounter) માર્યો ગયો હતો. આ અથડામણમાં 3 જવાન ઈજાગ્રસ્ત થયા છે. એક નાગરિક પણ ઈજાગ્રસ્ત થયો છે. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી.
આ પણ વાંચો:કોર્ટના આદેશની અસર દેખાઈ, દેવઘરના ડીસી રાત્રે 8 વાગ્યે HCમાં થયા હાજર
આતંકવાદી કમાન્ડર HM નિસાર ખાંડે માર્યો ગયો : કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે ટ્વીટ કર્યું કે, 'પ્રતિબંધિત આતંકવાદી સંગઠનનો આતંકવાદી કમાન્ડર HM નિસાર ખાંડે (Hizbul Commander Killed In Anantnag Encounter) માર્યો ગયો છે. એક AK 47 રાઇફલ સહિત ગુનાહિત સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો. અભિયાન ચાલુ છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એન્કાઉન્ટર શુક્રવારે સાંજે અનંતનાગના ઋષિપુરા વિસ્તારમાં શરૂ થયું હતું. આતંકવાદીઓ સાથેના પ્રારંભિક ગોળીબારમાં 3 સૈનિકો અને એક નાગરિક ઈજાગ્રસ્ત થયા હતા.
આ પણ વાંચો:કર્ણાટકમાં બસમાં આગ લાગતા 7 લોકો ભૂંજાયા, PM મોદીએ શોક વ્યક્ત કર્યો
તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા :પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક શ્રીનગરની 92 બેઝ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું હતું.