- હિઝબુલ કમાન્ડર બુરહાન વાનીના પિતાએ કાશ્મીરમાં તિરંગો ફરકાવ્યો
- જમ્મુ -કાશ્મીરમાંથી કલમ 370 હટાવી
- લાલ ચોક પર તિરંગાની લાઈટો લગાવામાં આવી
જમ્મૂ કાશ્મીર : ઓગસ્ટ 2019 માં મોદી સરકારે જમ્મુ -કાશ્મીરમાંથી કલમ 370 હટાવી અને તેને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કર્યો હતો. જેના કારણે હવે ત્યાંની પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે.આ વખતે પણ આતંકવાદી કમાન્ડર બુરહાન વાનીના પિતાએ તિરંગો ફરકાવ્યો અને રાષ્ટ્રગીત પણ ગાયું હતું. લોકોને તે જોઈને આશ્ચર્ય થયું હતું.
મુઝફ્ફર વાની આચાર્ય છે
માહિતી અનુસાર, હિઝબુલ મુજાહિદ્દીન કમાન્ડર અને ટોચના આતંકવાદી બુરહાન વાનીના પિતા મુઝફ્ફર વાનીએ આજે પુલવામા જિલ્લાના ત્રાલ ખાતે સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજ ફરકાવ્યો હતો. શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે રાષ્ટ્રગીત પણ ગાયું હતું. મુઝફ્ફર વાની ત્રાલની એક શાળાના આચાર્ય છે. જેનો વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. તો આ સાથે જ લોકો સરકારના પ્રયાસોની પ્રશંસા પણ કરી રહ્યા છે.
આ પણ વાંચો : પોરબંદરમાં શ્રી રામ સ્વિમિંગ કલબ દ્વારા મધ દરિયમાં ધ્વજવંદન કરાયું