ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કાળી ચૌદશ સ્પેશિયલઃ જાણો તેનું મહત્વ અને દંતકથા - કાળી ચૌદશ કથા

દિવાળીના તહેવારોની શરૂઆત કેટલાંક પ્રાંતમાં એકાદશીથી થાય છે, તો કેટલાંક પ્રાંતમાં ધનતેરસથી. દિવાળીના તહેવારો પૈકીનો એક તહેવાર એટલે કાળી ચૌદશ. કાળી ચૌદશનું (Kali Chaudas) બીજું નામ નરક ચતુર્દશી પણ છે. કાળી ચૌદશને રૂપચૌદસ પણ કહે છે. આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામના અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાસમાંથી ઉગાર્યા (History of Kali Chaudas) હતા. આથી નરક ચતુર્દસી પણ કહેવાય છે. કાળી ચૌદશ એ મેલી વિદ્યાનાં સાધકોનો ખાસ દિવસ છે. તેઓ એમ માને છે કે આજનાં દિવસે સ્મશાનમાં સાધના કરવાથી તેમની બધી વિધિઓ પૂર્ણ થાય છે, અને તેમની વિદ્યાશક્તિ વધુ મજબૂત થાય છે.

Etv Bharatજાણો કાળી ચૌદશ સ્પેશિયલઃ જાણો તેનું મહત્વ અને દંતકથા
Etv Bharatજાણો કાળી ચૌદશ સ્પેશિયલઃ જાણો તેનું મહત્વ અને દંતકથા

By

Published : Oct 23, 2022, 5:30 AM IST

ન્યૂઝ ડેસ્ક: ધાર્મિક માન્યતાઓ અનુસાર, નરક ચતુર્દશીનો તહેવાર ધનતેરસઅને દિવાળીની વચ્ચે આવે છે. આ વર્ષે નરક ચતુર્દશીનો (Special day Kali Chaudas 2022) તહેવાર 23 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. તેને કાલી ચૌદસ, નરક ચૌદસ, રૂપ ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે. કાળી ચૌદશ હિન્દુ કેલેન્ડર મહિનામાં કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પર આવે છે.

કેવી રીતે ઉજવાય છે: કાળી ચૌદશ દિવાળીના (How is Kali Chaudashka celebrated) એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે. નરક ચતુર્દશીને ચોટી દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે લોકો સાંજ પછી પોતાના ઘરમાં દીવો પ્રગટાવે છે અને યમરાજની પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન, અકાળ મૃત્યુથી બચવા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે.

મહત્વ અને દંતકથા:દંતકથા (History of Kali Chaudas) અનુસાર, નરકાસુર નામના રાક્ષસે બધા દેવતાઓને હેરાન કરવાનું શરૂ કર્યું. અલૌકિક શક્તિઓને લીધે તેની સાથે લડવું કોઈના વશમાં નહોતું. નરકાસુરનો ત્રાસ વધી ગયો. પછી બધા દેવો ભગવાન કૃષ્ણ પાસે પહોંચ્યા. બધા દેવતાઓની હાલત જોઈને શ્રી કૃષ્ણ તેમની મદદ કરવા તૈયાર થઈ ગયા. કારણ કે, નરકાસુરને શ્રાપ હતો કે, તે સ્ત્રીના હાથે મૃત્યુ પામશે. ત્યારે ચતુરાઈથી ભગવાન કૃષ્ણે પોતાની પત્નીની મદદથી કારતક માસમાં કૃષ્ણ પક્ષની 14મી તારીખે નરકાસુરનો વધ કર્યો. નરકાસુરના મૃત્યુ બાદ 16 હજાર બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારથી આ 16 હજાર બંધકો પટરાણી તરીકે ઓળખાવા લાગ્યા. નરકાસુરના મૃત્યુ પછી, લોકોએ કારતક મહિનાની અમાવાસ્યાના દિવસે નરક ચતુર્દશીની ઉજવણી કરવાનું શરૂ કર્યું.

મા દુર્ગાનાં બે સ્વરૂપો છે: એક સૌમ્ય, ધીર અને ગંભીર જ્યારે બીજું રૌદ્ર. મહાકાળી એ રૌદ્ર સ્વરૂપ છે. કાળી ચૌદસની (Kali Chaudas) દિવસે રાત્રે માતાજીની ઉપાસના કરવામાં આવે છે. દુર્ગા માતાનું આ સ્વરૂપ ભક્તોમાં રહેલા દુષ્ટભાવોને દૂર કરીને સાચો માર્ગ બતાવે છે. આજના દિવસે ગૃહિણીઓ ચાર રસ્તે, ગલીના નાકે વડા મૂકીને કકળાટ દૂર કરવાની વિધિ કરે છે. જેની પાછળ એવું કહેવાય છે કે, પરિવારમાં જે કંકાસ કે કલેહ વ્યાપી ગયો હોય તે દૂર થાય અને કુટુંબમાં શાંતિ થાય. કેટલાંક લોકો જૂનાં માટલા અને ઝાડુ પણ ચાર રસ્તા પર મૂકી આવે છે.

કાળી ચૌદશ કથા: કાળી ચૌદશ સાથે આમ તો અનેક માન્યતા (Kali Chaudas Katha) જોડાયેલી છે. આજના દિવસે રાત્રે ઉપાસનાનું અનેરૂ મહત્વ છે. કાળી ચૌદશનાં દિવસે સાંજે સંધ્યાકાળ પછી મૃત્યુના દેવતા યમરાજને દીવો કરવામાં આવે છે. જેને નાની દીવાળી પણ કહે છે. આ પૂજા કે દીપદાન કરવાથી અકાળ મૃત્યુથી મુક્તિ મળે છે. એક પૌરાણિક કથા છે કે, નરકાસુર નામના રાક્ષસે સોળ હજાર જેટલી કન્યાઓને કેદ કરી રાખી હતી. તેમને મુક્ત કરાવવા માટે ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ પણ આ દિવસે જ કર્યો હતો. આ વધ તેમણે પોતાની પત્ની સત્યભામા સાથે મળીને કર્યો હતો. જેને લઈને આ દિવસને નરકા ચતુર્દસી કે નરક ચતુર્દસી કહે છે. આ કન્યાઓને સમાજમાં કોઈ સ્વીકારશે નહીં તેવી ચિંતા થવાથી ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની પત્ની સત્યભામાની મદદથી તમામ સાથે વિવાહ કર્યા હતાં. એટલે જ ભગવાન શ્રીકૃષ્ણની 16,108 પત્નીઓ ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે કાળી ચૌદસનાં દિવસે સૂર્યોદય પહેલાં પ્રત્યુષ કાળમાં સ્નાન કરો તો યમલોકના દર્શન કરવા પડતા નથી.

ABOUT THE AUTHOR

...view details