ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Historical Day: આજના દિવસે જ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયો હતો ઐતિહાસિક શિમલા કરાર - શિમલા કરાર ભારત પાકિસ્તાન

વર્ષ 1971નું યુદ્ધ હારી ગયા પછી જ્યારે પાકિસ્તાનના વડા ઝુલ્ફિકાર અલી ભુટ્ટો (The head of Pakistan, Zulfikar Ali Bhutto)ને અહેસાસ થયો કે, હવે તેમણે દેશમાં ભારી વિરોધનો સામનો કરવો પડશે. તો તેમણે ભારતના વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી (Prime Minister Indira Gandhi) પાસે વાતચીત અને સમજૂતી કરવાનો સંદેશ મોકલ્યો હતો. ભારતે પણ વાત આગળ વધારી અને વર્ષ 1972 28 જૂનથી 2 જુલાઈ દરમિયાન શિમલામાં શિખર વાર્તા યોજવામાં આવી હતી. હિમાચલને પૂર્ણ રાજ્યનો દરજ્જો (Full state status to Himachal) 25 જાન્યુઆરી 1971એ મળ્યો હતો. દોઢ જ વર્ષ પછી હિમાચલને આ ગૌરવ મળ્યું હતું કે, તેમની જમીન પર એક ઐતિહાસિક સમજૂતી થઈ. 2 જુલાઈ 1972ના દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે શિમલા કરાર (Shimla Agreement) થયો હતો.

shimla agreement
shimla agreement

By

Published : Jul 2, 2021, 9:27 AM IST

Updated : Jul 2, 2021, 9:47 AM IST

  • ભારત અને પાકિસ્તાન વચ્ચે આજના દિવસે થયો હતો ઐતિહાસિક શિમલા કરાર (Shimla Agreement)
  • પાકિસ્તાન વર્ષ 1971માં યુદ્ધ હારી ગયું ત્યારબાદ શિમલા કરાર (Shimla Agreement) થયો હતો
  • જે ટેબલ પર હસ્તાક્ષર થયા હતા તે ટેબલ આજે પણ ઉત્સુકતાનું કેન્દ્ર

શિમલાઃ આઝાદ ભારતના ઈતિહાસમાં વર્ષ 1971ના ભારત-પાકિસ્તાન શિમલા કરાર (India-Pakistan Shimla Agreement)નું મહત્ત્વનું સ્થાન છે. ઐતિહાસિક શહેર શિમલા બ્રિટિશ રાજના સમયમાં ભારતની ગ્રીષ્મકાલીન રાજધાની રહી છે. આઝાદી પછી પણ શિમલા શહેરનું મહત્ત્વ યથાવત રહ્યું હતું. તેનો પૂરાવો છે શિમલા કરાર (Shimla Agreement). વર્ષ 1971ના યુદ્ધમાં પાકિસ્તાનને 2 ટુકડામાં વેંચવા દરમિયાન ભારતના વડાંપ્રધાન આઈરન લેડી ઈન્દિરા ગાંધી (Prime Minister of India Iron Lady Indira Gandhi) હતાં. ત્યારબાદ પાકિસ્તાનના વડા ઝુલ્ફિકાર અલી ભુટ્ટો (Zulfiqar Ali Bhutto) સાથે શિમલા કરાર (Shimla Agreement) થયો હતો.

આ પણ વાંચો-સિંધુ જળ કરાર: ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં અગત્યનો મુદ્દો

જે ટેબલ પર હસ્તાક્ષર થયા હતા તે ટેબલ આજે પણ ઉત્સુકતાનું કેન્દ્ર

શિમલામાં આવેલા રાજભવનમાં જે ટેબલમાં બેસીને આ કરાર પર હસ્તાક્ષર થયા હતા. તે આજે પણ લોકો માટે ઉત્સુકતાનું કેન્દ્ર છે. હિમાચલ રાજભવનની ઈમારતનું નામ બાર્નેસ કોર્ટ છે. ત્યારબાદ તેને હિમાચલ ભવન પણ કહેવામાં આવ્યું હતું. હવે તે રાજભવનના નામે ઓળખાય છે. ત્યાં જ ઈન્દિરા ગાંધી અને ભુટ્ટો વચ્ચે શિમલા કરાર (Shimla Agreement) પર હસ્તાક્ષર થયા હતા.

ઈન્દિરા ગાંધીએ બતાવી હતી ભારતની તાકાત

કરાર માટે પાકિસ્તાની પ્રતિનિધિમંડળ (Pakistani delegation) પોતાના વડાપ્રધાન ઝુલ્ફિકાર અલી ભુટ્ટો (Prime Minister Zulfikar Ali Bhutto) સાથે શિમલા પહોંચ્યું હતું. ઈન્દિરા ગાંધી પહેલાથી જ શિમલામાં હતાં. શિમલામાં તે સમયે મીડિયાકર્મી પ્રકાશચંદ્ર લોહુમી પાસે શિમલા કરાર (Shimla Agreement)ની કેટલીક યાદ છે. તે મીડિયા કવરેજ માટે શિમલા પહોંચ્યા હતા. લોહુમી વરિષ્ઠ પત્રકાર છે. કરાર માટે ભારતે પાકિસ્તા સામે કેટલીક શરત મૂકી હતી. પાકિસ્તાનને થોડો વાંંધો હતો, પરંતુ ઈન્દિરા ગાંધીને આમ જ આઈરન લેડી નથી કહેવામાં આવતાં. પાકિસ્તાનને ઝૂકાવી જ દીધું હતું. યુદ્ધમાં હાર મેળવ્યા પછી આ ટેબલ પર પાકિસ્તાનની બીજી હાર હતી.

કરાર પહેલા બંને દેશ વચ્ચે વાત બગડી હતી

શિમલાના વરિષ્ઠ પત્રકાર પી. સી. લોહુમી અને રવિન્દ્ર રણદેવ (જેમનું હાલમાં જ નિધન થયું) આ કરારની કેટલાક વાતો કહેતા હતા. કરાર પહેલા વાત બગડી ગઈ હતી. નક્કી કરવામાં આવ્યું હતું કે, પાકિસ્તાનનું પ્રતિનિધિમંડળ પાછું જતું રહ્યું છે, પરંતુ ઈન્દિરા ગાંધીની ડિપ્લોમેસી કામ આવી. વર્ષ 1972ના 2 જુલાઈ પહેલા પાકિસ્તાન માટે વિદાય ભોજન રાખવામાં આવ્યું હતું. આશા હતી કે, કદાચ કોઈ વાત થશે, પરંતુ આવું ન થયું તો ત્યાં ઉપસ્થિત મીડિયાકર્મી સહિત મોટા ભાગના અધિકારીઓએ પોતાનો સામાન પેક કરી લીધો હતો.

આ પણ વાંચો-ભારત-યુએસ 'ક્લાયમેટ એન્ડ ક્લીન એનર્જી એજન્ડા 2030 ભાગીદારી શરૂ કરી

રાત્રે 12.40 વાગ્યે ભારત અને પાકિસ્તાન વચ્ચે શિમલા કરાર (Shimla Agreement) થયો હતો

પત્રકાર પ્રકાશ ચંદ્ર લોહુમીએ જણાવ્યું હતું કે, અમે સામાન બાંધીને પરત જવાની તૈયારીમાં હતા ત્યારે અચાનક તેમને રાજભવનથી એક સંદેશ મળ્યો હતો. રવિવારે રાત્રે 9.30 વાગ્યા હતા. લોહુમીએ જણાવ્યું હતું કે, તેઓ જ્યારે રાજભવન પહોંચ્યા તો સામે ઈન્દિરા ગાંધી અને ઝુલ્ફિકાર અલી બેઠા હતા. લગભગ એક કલાકની વાતચીતમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, કરાર થશે અને અત્યારે જ થશે. ખૂબ જ ઝડપથી કરારના દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યા હતા. રાત્રે 12.40 વાગ્યે ભારત અને પાકિસ્તાન વચ્ચે શિમલા કરાર (Shimla Agreement) થયો હતો. કરાર પછી તરત જ ભારતનાં વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી ત્યાંથી દસ્તાવેજ લઈને જતાં રહ્યાં હતાં. ઈન્દિરા ગાંધી તે સમયે મશોબરાના રિટ્રીટમાં રહેતા હતા. રિટ્રીટ હવે રાષ્ટ્રપતિ નિવાસ છે. કરાર પછી ભુટ્ટો હિમાચલ ભવન એટલે કે અત્યારના રાજભવનમાં રહ્યા હતા. સવારે ઈન્દિરા ગાંધી તેમને વિદાય આપવા હેલિપેડ પહોંચ્યા હતા, પરંતુ બંને નેતાઓ વચ્ચે ખાસ વાતચીત નહતી થઈ.

શિમલા કરાર (Shimla Agreement) પર સહી કરવા પત્રકારોએ આપી હતી પેન

વરિષ્ઠ મીડિયાકર્મી પ્રકાશ ચંદ્ર લોહુમીએ જણાવ્યું હતું કે, બધું જ અણધાર્યું હતું. રાજભવનમાં જે ટેબલ પર સહી કરવાની હતી. ત્યાે કોઈ કપડું પણ નહતું. એટલું જ નહીં ઈન્દિરા અને ભુટ્ટો પાસે તે સમયે પેન પણ નહતી. ત્યારે મીડિયાકર્મીઓએ પેન આપી હતી. જાણવા મળ્યું હતું કે, દસ્તાવેજમાં મહોર પણ નહતી લાગી પછીથી મહોર લગાવવામાં આવી હતી. તે સમયે આજની જેમ ચેનલ્સ નહતી. સરકારી દૂરદર્શનની ટીમ પણ મોડી આવી હતી. કરાર અનુસાર, પાકિસ્તાન પાસે લખાવવામાં આવ્યું હતું કે, બંને દેશ 17 ડિસેમ્બર 1971ની સ્થિતિ અનુસાર પોતાની જગ્યા પર રહેશે અને તેને જ L.O.C (Line of Control) માનવામાં આવશે. ભારતે પાકિસ્તાન પાસે લખાવ્યા પછી એ પણ લખી દીધું હતું કે, ભવિષ્યમાં બંને દેશ પોતાના ઝઘડા પોતાની રીતે જ એટલે કે કોઈની મધ્યસ્થા વિના સાથે મળીને નિવારશે.

આ શરતો પર થયો હતો શિમલા કરાર (Shimla Agreement)

  • પાકિસ્તાને બાંગ્લાદેશને અલગ દેશની માન્યતા આપી
  • 17 ડિસેમ્બર 1971ની યુદ્ધ વિરામ રેખાને આપવામાં આવી નિયંત્રણ રેખાની માન્યતા
  • 93,000 પાકિસ્તાની યુદ્ધકેદી (સૈનિકો)ને છોડી દેવામાં આવ્યા
  • સીધી વાતચીતમાં કોઈ મધ્યસ્થ કે ત્રીજો પક્ષ ન રાખવાની સહમતી
  • યુદ્ધમાં મેળવેલી જમીન પણ ભારતને પાકિસ્તાનને પરત આપવામાં આવી

ઈન્દિરા ગાંધીના કદ અને ડિપ્લોમેસીના કારણે શિમલા કરાર (Shimla Agreement) થઈ શક્યો

ભારત અને પાકિસ્તાનના લોકોને આવવા જવામાં સુવિધા થાય તે માટે ટ્રાફિકના સાધનો વિકસિત કરવા પર સંમતી થઈ હતી. શિમલા કરાર (Shimla Agreement) અનુસાર, ભવિષ્યમાં બંને દેશ પોતાના ઝઘડા પોતાની રીતે જ એટલે કે કોઈની મધ્યસ્થતા વિના જ નિવારી લેશે. તેમાં ત્રીજો પક્ષ શામેલ નહીં થાય. આ રીતે ઈન્દિરા ગાંધીના કદ અને ડિપ્લોમેસીના કારણે શિમલા કરાર (Shimla Agreement) થયો હતો અને પાકિસ્તાન ઘૂંટણીએ આવી ગયું હતું. ઈન્દિરા ગાંધીના કારણે શિમલામાં પાકિસ્તાને બીજી હારનો સામનો કરવો પડ્યો હતો.

Last Updated : Jul 2, 2021, 9:47 AM IST

ABOUT THE AUTHOR

...view details