ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હિરેન મનસુખ હત્યા કેસ: ઘટનાના રિકન્સ્ટ્રક્શન માટે સચિન વાજેને CSMT લઈ જવાયો - રિકન્સ્ટ્રક્શન

4 માર્ચના CCTV ફૂટેજમાં સચિન વાજે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી ટ્રેન પકડીને થાણે જતો નજરે પડ્યો હતો. જેના કારણે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની એક ટીમ દ્વારા તેને ઘટનાના રિકન્સ્ટ્રક્શન માટે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

હિરેન મનસુખ હત્યા કેસ
હિરેન મનસુખ હત્યા કેસ

By

Published : Apr 6, 2021, 2:39 PM IST

  • સચિન વાજેને સાથે રાખીને NIA દ્વારા ઘટનાનુ રિકન્સ્ટ્રક્શન કરાવાયું
  • 4 માર્ચના CCTV ફૂટેજમાં વાજે CSMTથી થાણે જતી ટ્રેનમાં જોવા મળ્યો
  • NIAની અંબાણીના ઘર બહારથી મળેલા વિસ્ફોટકો અંગેની તપાસ રસપ્રદ વળાંક પર

મુંબઈ: NIA દ્વારા સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાજેને દક્ષિણ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) લઈ જવામાં આવ્યો હતો. જ્યાંથી તે ઉદ્યોગપતિ મનસુખ હિરેનની હત્યાના દિવસે થાણેની ટ્રેનમાં ગયો હતો.

આ પણ વાંચો:એન્ટિલિયા કેસમાં NIAની ટીમે વોલ્વો કાર બાદ 7.5 લાખની સ્પોર્ટ્સ બાઇક કબજે કરી

મુમ્બ્રા ક્રીક ખાતે પણ લઈ જવામાં આવ્યો

4 માર્ચના CCTV ફૂટેજમાં વાજે CSMTથી થાણે જતી ટ્રેનમાં જતા જોવા મળ્યો હતો. જેના કારણે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની એક ટીમ વાજેને સોમવારે મોડી રાત્રે CSMT લઈ ગઈ હતી. જ્યારબાદ તેને થાણે જિલ્લાના મુમ્બ્રા ક્રીક વિસ્તારમાં પણ લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી મનસુખ હિરેનનો મૃતદેહ 5 માર્ચે મળી આવ્યો હતો.

આ પણ વાંચો:મેં ચેતવણી આપી હતી કે સચિન વાજે મહારાષ્ટ્ર સરકાર માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છેઃ રાઉત

અંબાણીના ઘર પાસેથી મળેલી વિસ્ફોટકો ભરેલી કારમાં તેનો હાથ

NIA દ્વારા 25 ફેબ્રુઆરીના રોજ દક્ષિણ મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન પાસે વિસ્ફોટકથી ભરેલી SUV કાર અને ત્યારબાદ મનસુખ હિરેનની હત્યાના કેસમાં તપાસ ચલાવી રહી છે. અંબાણીના ઘર નજીક વિસ્ફોટકો સાથે વાહન મૂકવામાં સચિન વાજેની ભૂમિકા હોવાથી NIA દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

4 માર્ચના CCTV ફૂટેજ

આ પણ વાંચો:NIA ના મુંબઈની ક્લબમાં દરોડા, સિમ કાર્ડ સંબંધિત દસ્તાવેજો મળ્યા

સાક્ષીઓ અને ફોરેન્સિક નિષ્ણાતોને સાથે રાખીને કરાયું રિકન્સ્ટ્રક્શન

NIAની ટીમ દ્વારા CSMT અને મુમ્બ્રા ક્રીક ખાતે એક કલાકથી વધુ સમય સુધી કામગીરી કરી હતી. તેમની સાથે કેટલાક સાક્ષીઓ, ફોરેન્સિક નિષ્ણાતો અને રેલ્વે પ્રોટેક્શન ફોર્સના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ NIA દ્વારા વાજેને વિવિધ સ્થળોએ લઈ જવામાં આવ્યો હતો. જેમાં એક 5 સ્ટાર હોટલ(જ્યાં સચિન વાજે ખોટી ઓળખ આપીને રોકાયો હતો), અંધેરીની એક ઓફિસ(જ્યાં કથિતરૂપે કાવતરૂ રચવામાં આવ્યું હતું)નો સમાવેશ થાય છે. આ કેસની તપાસના ભાગ રૂપે NIAએ વાજે દ્વારા ઉપયોગમાં લેવાયેલા ઘણાં વાહનો પણ કબજે કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details