- રશિયા તાલિબાનને ઉગ્રવાદી જૂથોની યાદીમાંથી હટાવવા પર વિચાર
- તાલિબાનોએ પુતિનના સ્ટેન્ડનું સ્વાગત કર્યું
- વ્લાદિમીર પુતિને તાલિબાનને આતંકવાદીઓની યાદીમાંથી બહાર કાઢવાના સંકેત આપ્યા
મોસ્કો: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તાલિબાનને આતંકવાદીઓની યાદીમાંથી બહાર કાઢવાના સંકેત આપ્યા છે. તાલિબાનોએ પુતિનના સ્ટેન્ડનું સ્વાગત કર્યું છે. સમાચાર એજન્સી TASS એ તાલિબાનને આતંકવાદીઓની યાદીમાંથી બહાર કાવાની સંભાવના અંગે પુતિનની ટિપ્પણી વિશે માહિતી આપી છે.
તાલિબાન આતંકવાદી સંગઠનોની યાદીમાંથી હટાવવું શક્ય
પુતિને આંતરરાષ્ટ્રીય વલદાઈ ક્લબની (International Valdai Club)બેઠકમાં કહ્યું હતું કે, તાલિબાન ચળવળને આતંકવાદી સંગઠનોની યાદીમાંથી હટાવવું (Taliban removal from terror list)શક્ય છે. રશિયન ન્યૂઝ એજન્સી TASS અનુસાર, પુતિને એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે તાલિબાનને આતંકવાદી યાદીમાંથી હટાવવાની પહેલ સંયુક્ત રાષ્ટ્રના સ્તરે થવી જોઈએ.
તાલિબાન નિઃશંકાપણે અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિને નિયંત્રિત
પુતિને કહ્યું છે કે, રશિયા તાલિબાનને ઉગ્રવાદી જૂથોની યાદીમાંથી હટાવવા પર વિચાર કરી રહ્યું છે. પુતિને કહ્યું, "અમે બધા આશા રાખીએ છીએ કે તાલિબાન નિઃશંકાપણે અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિને નિયંત્રિત કરી રહ્યું છે. તાલિબાન સુનિશ્ચિત કરશે કે પરિસ્થિતિ સકારાત્મક રીતે વિકસિત થાય.
તાલિબાન પર પુતિનના વલણ
તાલિબાન પર પુતિનના વલણ પર, અફઘાનિસ્તાનની વચગાળાની સરકારમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ કહાર બલ્ખીએ (Abdul Qahar Balkhi)રવિવારે કહ્યું કે અફઘાનિસ્તાનના ઇસ્લામિક અમીરાતનું વિદેશ મંત્રાલય રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ટિપ્પણીને આવકારે છે.