ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Hindutva : ઓવૈસીએ કર્યો રાહુલ પર વળતો પ્રહાર, કહ્યું કોંગ્રેસે રાજકીય મેદાન બનાવ્યું - Congress created a political arena

અસદુદ્દીન ઓવૈસીએ રાહુલ ગાંધી પર પલટવાર કર્યો છે(owaisi targets rahul on hindutva). હિન્દુત્વ પર રાહુલના નિવેદન બાદ ઓવૈસીએ કહ્યું કે રાહુલ અને કોંગ્રેસે હિન્દુત્વ માટે મેદાન તૈયાર કર્યું( Congress prepared the ground for Hindutva)છે.

Hindutva : ઓવૈસીએ રાહુલ પર વળતો પ્રહાર, કહ્યું કોંગ્રેસે રાજકીય મેદાન બનાવ્યું
Hindutva : ઓવૈસીએ રાહુલ પર વળતો પ્રહાર, કહ્યું કોંગ્રેસે રાજકીય મેદાન બનાવ્યું

By

Published : Dec 13, 2021, 1:24 PM IST

  • જયપુરમાં રાહુલ ગાંધીએ હિન્દુત્વને લઈને નિવેદન આપ્યું હતું
  • હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ રાહુલ પર પલટવાર કર્યો
  • રાહુલ અને કોંગ્રેસે હિન્દુત્વની રાજનીતિ માટે મેદાન તૈયાર કર્યું

નવી દિલ્હીઃજયપુરમાં રાહુલ ગાંધીએ હિન્દુત્વને લઈને નિવેદન(Rahul Gandhi's statement on Hindutva in Jaipur) આપ્યું હતું. આ પછી હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ રાહુલ પર પલટવાર કર્યો. હિન્દુત્વ પર ઓવૈસીએ કહ્યું કે રાહુલ અને કોંગ્રેસે હિન્દુત્વની રાજનીતિ માટે મેદાન તૈયાર( Congress prepared the ground for Hindutva) કર્યું છે. હવે તેઓ બહુમતીવાદનો પાક લણવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ભારત તમામ ધર્મના લોકોનું છે

ઓવૈસીએ પૂછ્યું, શું 2021માં 'હિંદુઓને સત્તામાં લાવવા' એ 'સેક્યુલર' એજન્ડા છે? વાહ!ભારત તમામ ભારતીયોનું છે. માત્ર હિન્દુ જ નહીં. ભારત તમામ ધર્મના લોકોનું છે અને તે લોકોનું પણ છે જેઓ કોઈપણ ધર્મમાં માનતા નથી.

ઓવૈસીએ મહારાષ્ટ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા

અન્ય એક ઘટનાક્રમમાં AIMIMના સુપ્રીમો ઓવૈસીએ( Supremo Owaisi of AIMIM)મહારાષ્ટ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે ડિસેમ્બર મહિનામાં રાહુલ ગાંધીની મુંબઈ મુલાકાત પર કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી, તો શું તેમના આગમન પર કલમ ​​144 લાગુ (Section 144 applies)કરવામાં આવશે કે પછી તેમનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવશે?

રાહુલના આવવાના કિસ્સામાં સત્તાની વાત હશે

મહારાષ્ટ્ર સરકારે ઓમિક્રોન સંક્રમણને રોકવાના હેતુથી ઘણી જગ્યાએ નિયંત્રણો લાદી દીધા છે. ઓવૈસીએ સવાલ ઉઠાવતા કહ્યું કે રાહુલના આવવાના કિસ્સામાં સત્તાની વાત હશે, ઓમિક્રોનની નહીં?આ પહેલા રાહુલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રમાં સત્તારૂઢ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે દેશમાં હિન્દુત્વવાદીઓનું શાસન છે, હિન્દુઓનું નહીં. તેમણે કહ્યું કે હિન્દુત્વવાદીઓને હટાવવા પડશે અને દેશમાં હિન્દુઓનું શાસન લાવવું પડશે. આ સાથે તેણે કહ્યું કે તે હિંદુ છે પરંતુ હિંદુત્વવાદી નથી.

જયપુરમાં 'મહાગાઈ હટાઓ રેલી'ને સંબોધિત કરી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ(Congress leader Rahul Gandhi) રવિવારે જયપુરમાં 'મહાગાઈ હટાઓ રેલી'ને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી અને તેમના ત્રણ-ચાર હિન્દુત્વવાદીઓએ સાત વર્ષમાં દેશને બરબાદ કરી દીધો. તેમણે કહ્યું કે હિન્દુત્વવાદી વડાપ્રધાને ખેડૂતોની પીઠમાં છરો માર્યો અને પછી માફી માંગી. રાહુલે કહ્યું કે આજે દેશના રાજકારણમાં હિંદુ અને હિંદુત્વ બે શબ્દોની ટક્કર છે. તેમણે કહ્યું કે જો હિંદુઓ સત્યાગ્રહી છે તો હિંદુત્વવાદીઓ શાસક નેતાઓ છે.

આ પણ વાંચોઃCBSE Question Paper :અંગ્રેજીના પ્રશ્નપત્રને લઈને વિવાદને લઈને પ્રિયંકા ગાંધીએ ભાજપ પર સાધ્યું નિશાન

આ પણ વાંચોઃAggression of Navjot Singh Siddhu: સિદ્ધુએ કહ્યું- "ચૂંટણી જીતવા માટે 'શો પીસ' બનીશ નહીં અને ક્યારેય ખોટું નહીં બોલું"

ABOUT THE AUTHOR

...view details