- મુસ્લિમ સમાજને મળી જાહેર સ્થળ પર નમાઝ પઢવાની પરવાનગી
- જિલ્લા પ્રશાસન દ્રારા મુસ્લિમ સમાજને 20 અલગ સ્થળની સોંપણી કરાઇ
- મુસ્લિમ સમાજને પોલીસ સુરક્ષા હેઠળ નમાઝ અદા કરવાની છૂટ મળી
ગુરુગ્રામ: જાહેર સ્થળ પર નમાઝ(Open Namaz In Gurugram) વાંચવા અંગે જબરદસ્ત હંગામો ચાલી રહ્યો છે. જ્યારે બીજી તરફ ગુરુદ્વારમાં નમાઝને લઇને ગુરુદ્વાર કમિટી વિરુધ્ધ (Against Gurudwara Committee) શીખ ધર્મના લોકો દ્વારા આ વાતને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે શુક્રરવારના રોજ સેક્ટર-37માં હિંદુ-સંગઠનના(Hindu Association) વિરોધને પગલે મુસ્લિમ સમાજના લોકોએ પોલીસની સુરક્ષા હેઠળ નમાઝ અદા કરી હતી.
હિંદૂ-સંગઠનએ જાહેર સ્થળ પર નમાઝ વાંચવા પર હંગામો મચાવ્યો
ઉલ્લેખનીય છે કે જિલ્લા પ્રશાસન દ્રારા મુસ્લિમ સમાજના લોકોને શહેરના 20 અલગ-અલગ સ્થળો પર નમાઝ વાંચવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. ત્યારે શુક્રરવારના રોજ હિંદુ-સંગઠનના (Hindu Association) લોકોએ સેક્ટર-37ના મેદાને પહોંચી 26/11ના આંતકી હમલામાં શહીદ થયેલ લોકો માટે "હવન અને હનુમાન ચાલીસાના પાઠ" કરવામાં આવ્યાં હતાં. આ સાથે જાહેર સ્થળ પર નમાઝ (Open Namaz In Gurugram) વાંચવા વિરુધ્ધ વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યો હતો. હિંદુ-સંગઠનના આ પ્રકારના વિરોધ પ્રદર્શનને જોઇને તરતજ મોટી સંખ્યામાં પોલીસ પહોંચી અને મુસ્લિમ સમુદાયને પોલીસ સુરક્ષા હેઠળ નમાઝ અદા કરવાની છૂટ આપવામાં આવી હતી.
આ પણ વાંચો:ગુરુગ્રામમાં બે સમુદાયના યુવકો વચ્ચે વિવાદ, 1 યુવકની વિરુદ્ધ કેસ દાખલ
હિંદુ-સંગઠન (Hindu Association) દ્રારા જણાવાયું કે, જાહેર સ્થળ પર નમાઝ વાંચવાના મુદ્દા પ્રત્યે તેઓ સતત વિરોધ કરતા રહેશે. બીજી તરફ, મુસ્લિમ સમુદાયના લોકોએ કહ્યું કે સેક્ટર-37 જગ્યાને વહીવટીતંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે અને તેના કારણે ત્યાં નમાઝ વાંચવામાં આવી હતી.