નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હનુમાન ચાલીસા (Hanuman Chalisa) કરવાનો મુદ્દો વિવાદીત બની રહ્યો છે. ક્યાંક આને રાજકીય સ્પર્શ અપાઈ રહ્યો છે તો ક્યાંક ધર્મના દ્રષ્ટિકોણથી દાવેબાજી થઈ રહી છે. નવી દિલ્હીના એક હિન્દુ સંગઠને કુતુબ મિનાર પરિસર (Qutub Minar Complex)માં આવેલી કુવ્વત ઉલ ઈસ્લામ મસ્જિદના ઢાંચામાં લાગેલી મૂર્તિઓને હટાવી દેવાની વાત ઉચ્ચારી છે. આ માગને વધુને વધુ સમર્થન મળતા મામલો (Qutub Minar Controversy) ગરમાઈ રહ્યો છે. આ હિન્દુ સંગઠનોને ઊંઘી લાગેલી ભગવાન ગણેશની મૂર્તિને લઈને નારાજગી વ્યક્ત કરી છે. તેમનું એવું કહેવું છે કે, મસ્જિદમાં (Mosque in Qutub Complex) લાગેલી મૂર્તિઓને જોઈને હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચે છે. જેને દૂર કરવી જોઈએ. આ ઉપરાંત મસ્જિદના ઢાંચા પર લાગેલી તમામ મૂર્તિઓ હટાવીને એને ફરીથી પ્રતિષ્ઠિત કરી દેવામાં આવે.
આ પણ વાંચો:દિલ્હીમાં પ્રહલાદપુર વિસ્તારમાં 2 આરોપીનું એન્કાઉન્ટર
નામ બદલી દેવા અપીલ: આ માટે ખાસ પ્રકારની મંજૂરી આપવામાં આવે. હિન્દુ સંગઠને એવી પણ માંગ કરી છે કે, કુતુબ મિનારનું નામ બદલી દઈને વિષ્ણું સ્તંભ કરી દેવામાં આવે. આ માંગને લઈને યુનાઈટેડ હિન્દુ ફ્રન્ટના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જય ભગવાન ગોયલે અન્ય હિન્દુ સંગઠન સાથે મળીને મંગળવારે કુતુબ મિનાર પરિસરમાં બપોરના સમયે હનુમાન ચાલીસા કરવાનું એલાન કર્યું છે. જય ભગવાન ગોયલે એવું કહ્યું કે,તેઓ પોતાના સમર્થકો સાથે જવાના છે. કુવ્વત ઉલ ઈસ્લામ મસ્જિદના નામથી જાણીતા થયેલા ઢાંચાને મંદિર તરીકે જાહેર કરીને હિન્દુઓની વાત માનવામાં આવે. જ્યાં હનુમાન ચાલીસા વાંચવામાં આવશે. તેમણે એવી પણ ચોખવટ કરી છે તેઓ અન્ય કોઈ ધર્મની વાત કરતા નથી. હું માત્ર મારી વાત કરૂ છું એવું કહીને આ વિષય પર ભાર મૂક્યો છે. આ ઢાંચા પર આપણા જ ધર્મના ભગવાનની મૂર્તિઓ ઊંઘી લાગેલી છે. એ જગ્યા પર હવે પૂજા કરવાની મંજૂરી આપવામાં આવે. અમુક મૂર્તિઓ ત્યાંથી કાઢી નાંખવામાં આવે. પછી આ તમામ મૂર્તિઓને એક સ્થાન પર સ્થાપિત કરી દેવામાં આવે. પછી એની ત્યાં પૂજા કરવા માટે મંજૂરી મળે.
આ પણ વાંચો:દિલ્હી વિધાનસભા ચૂંટણી: અમિત શાહ બોલ્યા- કેજરીવાલ દિલ્હીને પોતાનું સમજે છે
મુગલ શાસન દરમિયાન આ કુતુબ મિનાર બન્યો: નવી દિલ્હીમાં આ હિન્દુ સેવા સંગઠને મંગળવારે કુતુબ મિનાર પરિસરમાં આવેલા એક ગાર્ડનમાં જઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. યુનાઈટેડ હિન્દુ ફ્રન્ટના જય ભગવાનનું કહેવું છે કે, હકીકતમાં આ એક વિષ્ણું સ્તંભ હતો. જેનું નિર્માણ 27 જૈન અને હિન્દુ મંદિરને ધ્વંસ કરી કરવામાં આવ્યું છે. આ મામલાને લઈને કુતુબ મિનાર પરિસરની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. આ પહેલા વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા વિનોદ બંસલે એવું કહ્યું હતું કે, કુતુબ મિનાર હકીકતમાં એક વિષ્ણું સ્તંભ છે. કુતુબ મિનાર પરિસરમાં હિન્દુ સંગઠનોએ હનુમાન ચાલીસાના પાઠ કરવાના શરૂ કરી દેતા દિલ્હી પોલીસે તમામ કાર્યકર્તા તથા આગેવાનોની અટકાયત કરી છે. કુતુબ મિનાર પરિસરમાં સોમવાર સાંજથી જ દિલ્હી પોલીસની જુદી જુદી ટુકડીઓ અને સૈન્યના જવાનોની ટુકડી તહેનાત કરી દેવામાં આવી હતી. જોકે, મુગલ શાસન દરમિયાન આ કુતુબ મિનાર તૈયાર કરવામાં આવ્યો હતો. અંતમાં કુત્બુદિન ઐબાકે તૈયાર કરાવીને આ મંઝિલનું કામ પૂર્ણ કરાવ્યું હતું. જે પછીથી કુતુબ મિનાર તરીકે ઓળખાયો હતો.