નવી દિલ્હી: સાયબર પોલીસ સ્ટેશને જ્ઞાનવાપી મંદિરમાં મળેલા શિવલિંગને લગતી વિવાદાસ્પદ પોસ્ટના સંબંધમાં ડીયુના પ્રોફેસર રતન લાલની ધરપકડ (posts about Shivling in Gyanvapi) કરી છે. આ ધરપકડના વિરોધમાં શુક્રવારે રાત્રે વિદ્યાર્થીઓએ સાયબર પોલીસ સ્ટેશનની બહાર હંગામો (Hindu College associate professor arrest) મચાવ્યો હતો અને પ્રોફેસરને નિર્દોષ ગણાવીને મુક્ત કરવાની માંગ કરી હતી. પોલીસ આજે પ્રોફેસરને કોર્ટમાં રજૂ કરશે.
આ પણ વાંચો:કોઈના કહેવાથી વાહન ઊભું રાખવું યુવકને પડ્યું ભારે, આખરે ગુમાવ્યો જીવ
જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે:હાલમાં જ વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે કરવામાં આવ્યો (posts about Shivling in Gyanvapi) હતો, જેમાં શિવલિંગ મળવાની વાત સામે આવી છે. આ અંગે દિલ્હી યુનિવર્સિટીની હિંદુ કોલેજમાં ઈતિહાસ ભણાવતા પ્રોફેસર ડૉ.રતન લાલે સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ મૂકી (professor objectionable social media post) હતી, જેની સામે દિનેશ કુમાર કથેરિયા નામના વ્યક્તિએ ફરિયાદ કરી હતી. તેમની ફરિયાદ પર દિલ્હી પોલીસે IPCની કલમ 153A અને 295A હેઠળ કેસ નોંધ્યો હતો. સાયબર પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.