- સરમા આસામના મુખ્યપ્રધાન પદના શપથ કરશે ગ્રહણ
- સરમા સતત પાંચમી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા
- સોનોવાલને કેન્દ્ર સરકારમાં સ્થાન મળે તેવી સંભાવના
ગુવાહાટી:ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના નેતા હિમંત બિસ્વ સરમા 10 મેના રોજ શ્રીમંત શંકર દેવ કલાક્ષેત્રમાં આસામના મુખ્યપ્રધાન પદના શપથ લીધા હતા. આસામના રાજ્યપાલ જગદીશ મુખી બપોરે 12 વાગ્યે સરમાને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
સરકાર રચવાના દાવા માટે સરમાએ રવિવારે રાજભવન ખાતે રાજ્યપાલ જગદીશ મુખીને મળ્યા હતા. રાજ્યપાલે દાવો સ્વીકાર્યો અને સરમાને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું.
શરૂઆતમાં ભાજપ અને NDA વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયેલા સરમા રાજભવન ખાતે રાજ્યપાલને મળ્યા હતા અને તેમને જોડાણના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની સૂચિ સોંપી હતી.
શ્રીમંત શંકરદેવ સોમવારે કલાક્ષેત્ર ખાતે સોમવારે બપોરે 12 કલાકે રાજ્યપાલ સરમાને પદના શપથ ગ્રહણ કરશે. જો કે સરમા સાથે શપથ લેનારા પ્રધાનોના નામ અથવા સંખ્યા જાણી શકાયા નથી.
આ પણ વાંચો:લાલુ પ્રસાદ યાદવની આજે RJDના 140 ઉમેદવારો સાથે વર્ચ્યુઅલ મીટિંગ
રાજભવનમાં મુખ્યપ્રધાન સર્વાનંદ સોનોવાલ કેન્દ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરૂણસિંહ, આસામ ગણ પરિષદના નેતા અતુલ બોરા અને કેશવ મહંત અને UPLના નેતા પ્રમોદ બોરો સહિતના અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.