ધર્મશાળાઃ હિમાચલ પ્રદેશના એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટ્સમાં વારંવાર રેગિંગની ઘટના બને છે. કાંગડા જિલ્લાના સૌથી મોટા બીજા ક્રમના ડૉ. રાજેન્દ્ર પ્રસાદ મેડિકલ કોલેજ, ટાંડામાં રેગિંગ મુદ્દો ગરમાયો છે. કોલેજ પ્રશાસને રેગિંગ કરતા પકડાયેલા 12 સીનિયર સ્ટુડન્ટ્સને 3 મહિના માટે સસ્પેન્ડ કરી દીધા છે.
12 સીનિયર સ્ટુડન્ટ્સ સસ્પેન્ડઃ સુત્રો અનુસાર આ 12 સ્ટુડન્ટ્સને કોલેજમાંથી 3 મહિના માટે અને હોસ્ટેલમાંથી 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સ્ટુડન્ટ્સ પર 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ટાંડો મેડિકલ કોલેજની ફ્લાઈંગ સ્કવોર્ડ હોસ્ટેલમાં રુટિન ચેકિંગ કરતી હતી તે દરમિયાન આ રેગિંગની ઘટના સામે આવી હતી. આ 12 સીનિયર સ્ટુડન્ટ્સ જુનિયર સ્ટુડન્ટ્સનું રેગિંગ કરતા માલૂમ પડ્યા અને સતત ટોર્ચર પણ કરતા હતા.
ફ્લાઈંગ સ્કવોર્ડ દ્વારા રૂટિન ચેકિંગઃ હોસ્ટેલમાં ફ્લાઈંગ સ્કવોર્ડ દ્વારા રુટિન ચેકિંગ કરવામાં આવતા જુનિયર સ્ટુડન્ટ્સ પાસેથી સીનિયર સ્ટુડન્ટ્સની નોટ્સ પ્રાપ્ત થઈ હતી. ફલાઈંગ સ્કવોર્ડે આ ઘટનાને ગંભીરતાથી લઈને તેની સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ બાદ આવેલ રિપોર્ટ એન્ટી રેગિંગ કમિટિને મોકલી આપવામાં આવ્યો હતો. સોમવારે પ્રથમ રિપોર્ટ બાદ 6 સીનિયર સ્ટુડન્ટ્સ પર કાર્યવાહી કરવામાં આવી. દોષિત સ્ટુડન્ટ્સના માતા-પિતાને પણ કોલેજમાં બોલાવવામાં આવ્યા. બુધવારે બીજા રિપોર્ટમાં વધુ 6 સ્ટુડન્ટ્સ દોષી સાબિત થયા હતા. કોલેજ તંત્ર દ્વારા બારેબાર સ્ટુડન્ટ્સને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.
રેગિંગની અનેક ઘટનાઓઃ ઉલ્લેખનીય છે કે કેટલાક સમય પહેલા નેરચોક મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના બની હતી. આ ઘટનામાં કોલેજ તંત્ર દ્વારા 6 સ્ટુડન્ટ્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આઈઆઈટી મંડીમાં થયેલ રેગિંગ મુદ્દે એક સાથે 72 દોષિત સ્ટુડન્ટ્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાં 10 સીનિયર સ્ટુડન્ટ્સને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કેટલાક સીનિયર સ્ટુડન્ટ્સને રોકડ રકમનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
ટાંડામાં ફરીવાર થયું રેગિંગઃ જાણકારી અનુસાર ટાંડા મેડિકલ કોલેજમાં અગાઉ પણ રેગિંગ થયું હતું. વર્ષ 2009માં રેગિંગથી કંટાળીને ટ્રેની ડૉક્ટરે આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ ટાંડા કોલેજમાં રેગિંગ પર સંપૂર્ણ પણે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. ફરીથી આ જ કોલેજમાં રેગિંગની ઘટના સામે આવતા કોલેજ તંત્ર સતર્ક બન્યું છે અને કડક કાર્યવાહી કરી રહ્યું છે.
- હળવદની મેડિકલ કોલેજમાં રેગિંગ, 44 વિદ્યાર્થીઓ પર કાર્યવાહી
- Raging In Jamnagar Physiotherapy College: એન્ટિ રેગિંગ કમિટીની તપાસમાં 15 વિદ્યાર્થી દોષી જાહેર